________________
છે. વિવેકવાન સદ્ગૃહસ્થ માટે પોતાની વેશભૂષા સાત્ત્વિક, સ્વચ્છ અને સુરુચિપૂર્ણ રાખવી જોઈએ. ધર્મ-અભિમુખ થવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનો આ પણ એક માનદંડ છે.
(૧૪) બુદ્ધિના આઠ ગુણોથી સંપન્ન : બુદ્ધિના આઠ ગુણ આ પ્રકારે બતાવવામાં આવ્યા છે -
शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । हो पोहोऽर्थ विज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ : શાસ્ત્ર વગેરે સાંભળવાની ઇચ્છા.
(૧) શુશ્રુષા (૨) શ્રવણ
(3) ગ્રહણ
(૪) ધારણ
: શાસ્ત્ર વગેરે સાંભળવું.
: શાસ્ત્રના અર્થને સમજવો.
: શાસ્ત્રના અર્થને સ્મરણમાં રાખવો, વિસ્મૃત ન કરવો.
: તર્ક-વિતર્ક દ્વારા વિચારણા કરવી, સામાન્ય જ્ઞાન કરવું.
(૫) ઊહ (૬) અપોહ : અયુક્ત-અસંગત અર્થનો ત્યાગ કરવો. વિશેષ જ્ઞાન કરવું. (૭) અર્થ વિજ્ઞાન : ઊહાપોહ દ્વારા જ્ઞાન વિષયક સંદેહ, મોહ કે વિપર્યયનો ત્યાગ કરવો. (૮) તત્ત્વ જ્ઞાન : ઊહાપોહ જ્ઞાન દ્વારા વિશુદ્ધ નિશ્ચયાત્મક જ્ઞાન કરવું. બુદ્ધિના આ આઠ ગુણોથી સગૃહસ્થે સંપન્ન થવું જોઈએ, જે ગૃહસ્થ બુદ્ધિના આ આઠ ગુણોથી સંપન્ન થાય છે, તે અકલ્યાણમાં કદી પ્રવૃત્તિ નથી કરી શકતો. ઉક્ત આઠ ગુણો દ્વારા જેની બુદ્ધિ પ્રકર્ષને પ્રાપ્ત થઈ છે તે અસદાચારથી દૂર રહીને સદાચારમાં જ પ્રવૃત્તિ કરશે.
(૧૫) પ્રતિદિન ધર્મશ્રવણ : સદ્ગૃહસ્થને જોઈએ કે તે પ્રતિદિન ધર્મનું શ્રવણ કરતો રહે. જે ધર્મ-શ્રવણમાં રુચિ રાખે છે તે અવશ્ય જ પાપ ભીરુ હોય છે. તે પાપ પ્રવૃત્તિઓ અને નીંદનીય વ્યવહારોથી બચતો રહે છે. ધર્મ શ્રવણ કરવાથી કલ્યાણમાર્ગનો બોધ થાય છે અને માનસિક અશાંતિ દૂર થાય છે. સંસારના તાપથી સંતપ્ત પ્રાણીઓને ધર્મશ્રવણ શાંતિ પ્રદાન કરે છે, વ્યાકુળતાને દૂર કરે છે અને ચિત્તને સ્થિર બનાવે છે. પ્રતિદિન ધર્મશ્રવણ કરવાથી ઉત્તરોત્તર સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિના ગુણોમાં જે શ્રવણત્વ બતાવવામાં આવ્યું છે તે માત્ર સાંભળવા માત્રથી સંબંધિત છે, જ્યારે અહીં પ્રતિપાદિત ધર્મશ્રવણ ઉત્તરોત્તર ગુણોની સ્વીકૃતિના સાધનના અર્થમાં છે. અર્થાત્ શબ્દને સાંભળવો માત્ર જ બુદ્ધિના ગુણોમાં આવેલા ‘શ્રવણ’થી અભિપ્રેત છે. જ્યારે ધર્મશ્રવણથી વિશેષ વિશાળ અર્થ અભિપ્રેત છે. જે શ્રવણથી ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય તે ધર્મશ્રવણ છે. પ્રતિદિન ધર્મશ્રવણ કરનાર ગૃહસ્થ ઇહલોક-પરલોકને સુધારવાનો અભિલાષી હોય છે. ધર્માભિમુખ હોવા માટે એ આવશ્યક આચાર છે.
(૧૬) અજીર્ણ હોવાથી ભોજનનો ત્યાગી : વિવેકવાન સદ્ગૃહસ્થે પોતાના સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. અસ્વસ્થ શરીરવાળો ધર્મ સાધના નથી કરી શકતો.
નીતિકાર કહે છે કે -
જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ
૬૦૧