________________
પોતાની ચાદર અનુસાર પગ ફેલાવવા જોઈએ. ચાદર ટૂંકી હશે અને પગ ફેલાવવામાં આવશે તો નિશ્ચિત જ પગ ખુલ્લા રહેશે. ઠંડીમાં ઠરશે. બીજું પણ કહ્યું છે -
आय-व्यय मनालोच्य यस्तु वैश्रवणायते ।
चिरेणैव कालेन सो उनैव श्रमणायते ॥ આવક-જાવકનો વિચાર કર્યા વગર જે કુબેરના સમાન ધન લૂંટાવે છે, તે થોડા જ સમયમાં ભિખારી બની જાય છે. એને બીજા પાસે યાચના કરવાનો સમય આવી જાય છે.
જેમ શરીરમાં રોગ ઘૂસવાથી તે શરીરને ક્રશ કરી નાખે છે, એ જ રીતે આવકથી વધુ વ્યય થવાનો રોગ ગૃહસ્થના વૈભવને ક્ષીણ કરી દે છે. માટે નીતિકાર કહે છે -
"लाभोचियदाणे, लाभोचिय भोगे, लाभोचिय निहिकरे सिया" અર્થાતુ પોતાની આવકને લક્ષ્યમાં રાખીને દાન, ભોગ અને સંગ્રહ કરવો જોઈએ અર્થાત્ આવકનો અમુક ભાગ દાન માટે, અમુક ભાગ જીવન-યાવનનિર્વાહ માટે અને અમુક ભાગ ભવિષ્ય માટે સંગ્રહ રૂપમાં રાખવો જોઈએ. કોઈક નીતિકારોનો મત છે કે -
पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय खट्टयेत् ।
धर्मोपभोगयोः पादं पादं कर्तव्य पोषणे ॥ પોતાની આવકનો ચોથો ભાગ સંગ્રહ માટે, ચોથો ભાગ વેપાર માટે, ચતુર્થ ભાગ ધર્મ અને જીવનનિર્વાહ માટે અને ચતુર્થ ભાગ આશ્રિતોના પોષણ માટે લગાવવો જોઈએ. તાત્પર્ય એ છે કે એ જ ગૃહસ્થ આર્થિક દૃષ્ટિથી સુખી થઈ શકે છે, જે પોતાના વ્યય(ખર્ચ)ને આવકની સીમાની અંદર રાખે. કુશળ ગૃહસ્થ માટે આ આવશ્યક આચાર છે.
(૧૩) વિજ્ઞાનુસાર વેશઃ ગૃહસ્થજીવનમાં વેશનું પણ મહત્ત્વ છે. વેશથી વ્યક્તિત્વની ઓળખ થાય છે. પોતાની આર્થિક સ્થિતિ, વય, દેશ, કાળ અને કુળાચારને ધ્યાનમાં રાખીને વેશ ધારણ કરવો જોઈએ. ઉક્ત મર્યાદાઓને ધ્યાનમાં ન રાખવાથી લોકમાં ઉપહાસનું પાત્ર થવું પડે છે. આર્થિક સ્થિતિ સારી હોવાથી કંજૂસીના કારણે ફાટેલાં-જૂનાં-મેલાં કપડાં ધારણ કરવા પોતાની મજાક કરાવવા (સમાન) જ છે. એ જ રીતે વૈભવ બતાવવા માટે ચમકતા-ભડકીલા વસ્ત્ર ધારણ કરવા પણ અનુચિત છે. ચમકતાં-ભડકીલાં વસ્ત્ર તુચ્છતાને પ્રગટ કરે છે. વેશભૂષામાં સાત્ત્વિકતા, સ્વચ્છતા અને સુરુચિતા હોવું અલગ વાત છે. વય અનુસાર પહેરવેશમાં પણ અંતર હોવું જોઈએ. વસ્ત્ર ધારણ કરતા સમયે પોતાની મર્યાદાઓને ન ભૂલવી જોઈએ. વિદેશી પહેરવેશોની નકલ, ફેશનના કારણે પારદર્શક કે ચુસ્ત પોશાકને ધારણ કરવો, ઉત્તેજક અને ભડકીલાં કપડાં પહેરવાં, પોતાના કુળાચારથી વિપરીત વસ્ત્ર ધારણ કરવાં વગેરે એક સગૃહસ્થ માટે ઉચિત નથી. એનાથી અનેક પ્રકારની મર્યાદાઓનો ભંગ થાય છે. આજકાલ લગભગ સ્ત્રીપુરુષો અને વિશેષઃ યુવક-યુવતીઓ વસ્ત્રોની મર્યાદાઓને ઓળંગતી નજરે પડે છે. આ વિષયમાં સગૃહસ્થોએ વિવેક રાખવો આવશ્યક [૬૦૦) જેવી છે. આજે જે છે તેમ જિણધમો)