________________
परपरिभव परिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म ।
नीचैर्गोत्रं प्रतिभवमनेकभव कोटि दुर्मोचम् ॥ પર-નિંદા દ્વારા બાંધેલું નીચ ગોત્ર સેંકડો ભવોમાં પણ નથી છૂટતું. માટે સામાન્ય જનની પણ નિંદા ન કરવી જોઈએ, તો વિશિષ્ટ સન્માનનીય લોકોની નિંદા તો બહુ જ અનિષ્ટકારી હોય છે. ધર્મની સામે થનારા ગૃહસ્થને પર-નિંદાથી અવશ્ય બચવું જોઈએ. પર-નિંદાથી આ લોકમાં પણ અનેક આપત્તિઓની સંભાવના રહે છે. પરલોકમાં તો તે અનિષ્ટકારી છે જ.
(૭) સારા પડોશીવાળા સુવિધાયુક્ત મકાનમાં નિવાસ : ગૃહસ્થ માટે સારા પડોશવાળા અને સુવિધાવાળા નિવાસસ્થાનનું ખૂબ મહત્ત્વ હોય છે. કારણ કે ઘરની શાંતિનો થોડો ઘણો આધાર પડોશી અને મકાનથી સંબદ્ધ સુવિધાયુક્ત મકાનમાં નિવાસ કરવાથી ગૃહસ્થને શારીરિક અને માનસિક શાંતિ રહે છે.
ગૃહસ્થજીવન સંબંધિત શાંતિ માટે સારા પડોશીનું હોવું પણ જરૂરી છે. જો પડોશી સારો અને સંસ્કારી હોય છે તો ક્લેશથી બચાવ થાય છે તથા બાળકો અને કુટુંબના અન્ય સભ્યો ઉપર સારા સંસ્કારો પડે છે. જો પડોશી અનિષ્ટ હોય છે તો રાત-દિવસની ઝંઝટો ઊભી થાય છે અને સંસ્કાર પણ ખરાબ પડે છે. તેથી ગૃહસ્થ મકાન નક્કી કરવામાં સારા પડોશીનો પણ વિચાર કરવો જોઈએ. કુસંસ્કારી લોકોના પડોશીનો પ્રભાવ ગુણની હાનિ કરનાર હોય છે. તેથી ગૃહસ્થ સંબંધિત શાંતિના અભિલાષી મનુષ્ય સારા પડોશમાં અને સુવિધાયુક્ત મકાનમાં નિવાસ કરવો જોઈએ. આ પ્રકારનો વિવેક રાખવો ગૃહસ્થ માટે આવશ્યક છે.
(૮) સત્સંગતિવાળો : સંગતિનો ખૂબ વ્યાપક પ્રભાવ પડે છે. વ્યક્તિ જે પ્રકારની સંગતિમાં રહે છે, એનાથી એના સ્વભાવની ઓળખ થઈ જાય છે. સગૃહસ્થ માટે એ આવશ્યક છે કે તે સારી વ્યક્તિઓના સંસર્ગમાં રહે. વ્યક્તિ જેવા લોકો સાથે રહે છે એવી જ બની જાય છે. તેથી સજ્જનોની સંગતિ કરવી ગૃહસ્થ માટે જરૂરી છે. દુર્જનોની સંગતિથી બચવું અને સજ્જનોની સંગતિ કરવી ગૃહસ્થનો સદાચાર છે. કહ્યું છે -
संगः सर्वात्मना त्याज्यः, सचेत्त्यक्तुं न शक्यते ।
स सद्भिः सह कर्त्तव्यः सन्तः संगस्य भेषजम् ॥ એમ તો સંગ ન કરવો જોઈએ, પરંતુ જો સંગ કરવો જ હોય તો સજ્જનોનો સંગ કરવો જોઈએ. સજ્જન વ્યક્તિ સંગની ઔષધિ છે. અર્થાત્ સજ્જનોની સંગતિ દોષ રૂપ નથી. સત્સંગ કરવાથી ઉત્થાન અને કુસંગ કરવાથી પતન અવશ્યભાવી છે. તેથી ગૃહસ્થને હંમેશાં સદાચારીઓ અને પુરુષોની સંગતિમાં રહેવું જોઈએ. માર્ગાનુસારિતાનો આ આચાર છે.
(૯) માતૃ-પિતૃ-ભક્ત : સગૃહસ્થ માતા-પિતાની સેવા કરનાર હોવો જોઈએ. શાસ્ત્રકારે ફરમાવ્યું છે કે - માતા-પિતાના ઉપકારથી ઉઋણ હોવું ખૂબ મુશ્કેલ છે. એમને ધર્મમાર્ગમાં સ્વેચ્છાએ લગાવવાથી તથા એમને ધર્મમાર્ગની પ્રાપ્તિ કરાવી દેવાથી પુત્ર એમના ઋણથી મુક્ત થઈ શકે છે. સંતતિ પર માતા-પિતાનો અનન્ય ઉપકાર હોય છે, તેથી તે વંદનીય અને આરાધનીય હોય છે. ભારતીય પરંપરામાં માતા-પિતાનું સ્થાન ખૂબ ઊંચું છે. વૈદિક ધર્મમાં કહ્યું છે - “માતૃ દેવો ભવ, પિતૃ તેવો ભવ ” (પ૯૮
છે
જિણધર્મો)