________________
अन्योपार्जितं द्रव्यं, दशवर्षाणि तिष्ठति ।
प्राप्ते त्येकादशे वर्षे समूलं च विनश्यति ॥ તેથી ધનની લાલચથી દૂર રહીને ન્યાયોચિત રીતે જ ધનનું ઉપાર્જન કરવું સગૃહસ્થનો પ્રથમ આચાર કહેવામાં આવ્યો છે. આ આચારનું પાલન કર્યા વગર જો કોઈ વ્યુતચારિત્ર રૂપ ધર્મનું આચરણ કરવાનો દાવો કરે તો તે એ જ રીતે હાસ્યાસ્પદ છે, જેમ કોઈ પાઘડીને છોડ્યા પહેલાં ધોતીને છોડી દે. તેથી સગૃહસ્થ માર્ગાનુસારી પ્રથમ આચાર “ન્યાયોપાર્જિત વિભવત્વ બતાવવામાં આવ્યો છે. (૨) શિષ્ટાચાર પ્રશંસક સજ્જન પુરુષોના વ્યવહારને શિષ્ટાચાર કહે છે. કહ્યું છે -
लोकापवाद भीरुत्वं दीनाभ्युद्धरणादरः ।
कृतज्ञता सुदाक्षिण्यं, सदाचारः प्रकीर्तितः ॥ લોકાપવાદથી ડરવું, દીનોના ઉદ્ધારમાં રુચિ રાખવી, કૃતજ્ઞતા, ઉદારતા વગેરે સદ્ગણોનું આચરણ કરવું સદાચાર કહેવામાં આવે છે. એવા સદાચાર અને સદાચારીઓની પ્રશંસા કરનાર માગનુસારી હોય છે. એ જ વ્યક્તિ સદાચાર અને સદાચારીઓની પ્રશંસા કરી શકે છે, જે સદ્ગણોને સારા સમજે છે અને એમાં આદરભાવ રાખે છે. સદાચાર અને સદાચારીઓની પ્રશંસા કરવાથી ગુણોનું અને ગુણીઓનું બહુમાન થાય છે અને ગુણો પ્રત્યે આદર પ્રગટ થાય છે. અધમ પ્રકૃતિના લોકો ગુણો અને ગુણવાનોમાં મત્સરભાવ રાખે છે, તેઓ એમના ગુણોનો ઉપહાસ કરે છે, એમની નિંદા કરે છે. એવા અધમ લોકો સ્વયં દુર્ગુણી હોય છે અને ગુણવાનો પ્રત્યે દ્વેષભાવ રાખે છે. આ અધમ વૃત્તિથી બચવા પર જ માર્ગનુસારીત્વ પ્રાપ્ત થઈ શકે છે. સદાચારની પ્રશંસાથી સદાચારને પ્રોત્સાહન મળે છે અને સદાચારનો પ્રચાર-પ્રસાર થાય છે. જે સદાચારનો પ્રશંસક હોય છે તે કાલાંતરમાં સ્વયં પણ સદાચારી બની જાય છે. સજ્જનોની પ્રશંસામાં કહ્યું છે -
विपद्युच्चें स्थेयं पदमनुविधेयं च महतां, प्रिया न्याय्या वृत्ति मलिनमसुभंगेप्यसुकरम् । असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यस्तनुधनः,
सत्तां केनोद्दिष्टं विषममसिधारा व्रतमिम् ॥ વિપત્તિઓમાં પોતાના મનોબળને ઊંચો રાખવો, મહાપુરુષોનું અનુકરણ કરવું, ન્યાયયુકત પ્રિયકારી વૃત્તિ (આજીવિકા) અપનાવવી, પ્રાણ ભલે ચાલ્યા જાય પરંતુ ક્યારેય પાપનું આચરણ ન કરવું, દુર્જનોથી યાચના ન કરવી, નિર્ધન, સ્વજન મિત્રોથી કંઈ જ ન માંગવું વગેરે સજ્જનોનું કઠોર વ્રત છે. તલવારની ધારની સમાન મુશ્કેલ આ વ્રતોને જે ધારણ કરે છે તે સંપુરુષ ધન્ય છે. આ રીતે સંતો અને ગુણીજનોના આચારની પ્રશંસા કરવી માગનુસારીનું કર્તવ્ય છે.
(૩) વિવાહ વિવેક : મોક્ષની પ્રાપ્તિની ભૂમિકા બનવાથી સગૃહસ્થના માટે વિવાહજીવનનું લક્ષ્ય નથી રહેતું, પરંતુ કર્મોદય તથા પુરુષાર્થની કમીના પરિણામસ્વરૂપ વિવાહ સંબંધમાં આબદ્ધ થવાના પૂર્વ ગૃહસ્થ એતદ્ વિષયક વિવેક કરે છે. તે વિચારે છે કે - “જેની (૫૯૬)D OOOOOOX જિણધામો)