________________
“શરીરમાદ્યું હતુ ધર્મ-સાધનમ્
ધર્મની સાધના માટે નીરોગી શરીર હોવું આવશ્યક છે. રોગી વ્યક્તિ શાંતચિત્તે ધર્મારાધના નથી કરી શકતી. ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ હોય છે.’ આ લોકોક્તિ ઉપેક્ષણીય નથી. તેથી વિવેકી ગૃહસ્થ પોતાના શરીરના રોગોથી બચાવવાનો પ્રયત્ન કરે છે. તે પોતાની ખાણી-પીણી એ રીતની રાખે છે જેનાથી રોગ એની પાસે ન ફરકે. તે હિતમિત અને પથ્યનું સેવન કરે છે. કદાચ અજીર્ણ હોવાથી ભોજનનો ત્યાગ કરી દે છે. ખાવાની લાલચથી અનેક અવિવેકી જન અજીર્ણ થવાથી પણ ખાવાનો લોભ નથી છોડતા. એનાથી અન્ય અનેક વ્યાધિઓ પેદા થઈ જાય છે. કહ્યું છે -
અનીર્ન પ્રભવા રોગ'
લગભગ અજીર્ણથી રોગ ઉત્પન્ન થાય છે. ખાન-પાનની અનિયમિતતા અને અપચાના કારણે વિવિધ પ્રકારના રોગ પેદા થઈ જાય છે, એવું વૈદ્યોનું માનવું છે. વૈધશાસ્ત્ર અનુસાર અજીર્ણનાં લક્ષણો આ પ્રકારે છે -
मलवातयो विंगन्धो विड्भेदो गात्र गौरवभरुच्यम् । अविशुद्ध श्चोद्गारः षडजीर्णव्यक्त लिंगानि ॥
મળ અને અપાન વાયુમાં દુર્ગંધ આવવી, મળમાં છીછરાપણું હોવું, શરીર ભારે થવું, અરુચિ થવી, ખાટા ઓડકાર આવવા, એ છ અજીર્ણના સ્પષ્ટ બાહ્ય ચિહ્ન છે.
લુકમાન હકીમથી કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું કે -
“કોડરુક નીરોગ કોણ છે ?’
લુકમાન હકીમે ટૂંકમાં જવાબ આપ્યો -
“હિતમુ‚ મિતમુ”
જે પથ્ય સેવન કરે છે અને પરિમિત ભૂખથી ઓછું ખાય છે, તે નીરોગી રહે છે. હિતકારી-પથ્ય ભોજન અને પરિમિત ભોજન સ્વસ્થ રહેવાનું નાનું સૂત્ર છે.
નીતિકારને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે - “સુખી થવાનો સરળ ઉપાય શું છે ?’’ એમણે નાનું સૂત્ર આપ્યું -
'कम खाना, गम खाना और नम जाना'
સુખી રહેવાનો કેટલો સરળ ઉપાય છે. ભૂખથી ઓછું ખાવું, સહિષ્ણુ બનવું અને નમ્રતા ધારણ કરવી - આ ત્રણ સૂત્રીય સિદ્ધાંત સુખ મેળવવાનો આસાન માર્ગ છે. આ ત્રિસૂત્રી સિદ્ધાંતમાં પ્રથમ સૂત્ર ‘ઓછું ખાવું’ છે. વૈદ્યક-શાસ્ત્ર, નીતિ-શાસ્ત્ર અને ધર્મ-શાસ્ત્ર બધાં એક સ્વરથી હિત-મિત ભોજનના મહત્ત્વને પ્રતિપાદિત કરે છે.
(૧૭) સમય પર ભોજન : સ્વાસ્થ્ય માટે એ પણ જરૂરી છે કે ભૂખ લાગવાથી અને નિત્ય (રોજ) સમય પર જ ભોજન કરવામાં આવે. સ્વાદ માટે કે લાલચના કારણે સમય
જિણધમ્મો
૬૦૨