________________
પાલન કરવાથી પણ જેના કષાય તીવ્ર થાય છે, એનું સાધુત્વ સાંઠેના ફૂલની જેમ નિષ્ફળ અને નિરર્થક હોય છે. તેથી -
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । माया मज्जव भावेण, लोभं संतोसओ जिणे ॥
દશવૈકાલિક સૂત્ર
ક્રોધને શાંતિથી, માનને મૃદુતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતવો જોઈએ. કષાય આસવનું મહાદ્વાર છે, તેથી તે દ્વારને બંધ કરવું ખૂબ જ આવશ્યક છે.
Glo
જૈનાચાર નિરૂપણ ઃ આગાર ધર્મ
વ્રત નિરૂપણ :
પાપના પ્રવાહને વેગ આપનાર આસ્રવનાં દ્વારોને બંધ કરવા ખૂબ જ આવશ્યક હોય છે. આ આસ્રવ દ્વારોને બંધ કરવા માટે જે ઉપાય કરવામાં આવે છે, તેઓ વિરતિ રૂપ હોવાના કારણે વ્રત કહેવામાં આવે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં આચાર્ય ઉમાસ્વાતિએ વ્રતની વ્યાખ્યા કરતાં કહ્યું છે - “हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ”
તત્ત્વાર્થ સૂત્ર, અ.-૭, સૂત્ર-૧
હિંસા, જૂઠ, ચોરી અબ્રહ્મ અને પરિગ્રહ રૂપ પાપોથી વિરત થવું વ્રત છે. પાપ-દ્વારોને વિહિત (બંધ) કરવો અર્થાત્ પાપોનું આચરણ ન કરવાની પ્રતિજ્ઞા લેવી વ્રત છે. પાપોને દોષ રૂપ જાણીને એમનો પરિત્યાગ કરવો વિરતિ છે અને એ જ વ્રત છે.
વ્રતની ઉક્ત પરિભાષામાં યદ્યપિ વિરતિને વ્રત કહેવામાં આવ્યું છે, છતાં એનો અભિપ્રાય પાપ-નિવૃત્તિની સાથે જ સત્કાર્યોમાં પ્રવૃત્તિ કરવું પણ છે. પાપ-પ્રવૃત્તિને રોકવાથી સત્પ્રવૃત્તિમાં સ્વયંમેવ ગતિ થઈ જાય છે તથા સત્પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી પાપ-પ્રવૃત્તિથી સ્વયમેવ નિવૃત્તિ થઈ જાય છે. પાપ નિવૃત્તિ અને સત્કાર્ય પ્રવૃત્તિ એક જ સિક્કાની બે બાજુ છે. એક હોવાથી બીજાનું હોવું સ્વયમેવ સિદ્ધ છે. જૈન પરિભાષા અનુસાર પાપ-નિવૃત્તિને ગુપ્તિ કહેવામાં આવે છે અને સત્પ્રવૃત્તિને સમિતિ કહેવામાં આવે છે. ગુપ્તિ અને સમિતિ બંને વ્રત રૂપ છે.
સમ્યગ્ દર્શનના પ્રકરણમાં કહ્યું છે કે - “ધર્મનું દ્વાર સમ્યક્ત્વની પ્રાપ્તિની સાથે જ ખૂલે છે અર્થાત્ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જ આત્મા એ માર્ગ પર આવી જાય છે, જ્યાંથી મોક્ષની મંજિલ(ધ્યેય)નો આરંભ થાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિના પૂર્વ આત્મા અહીં-તહીં ભટકતો રહે છે અને તે સાચા માર્ગ પર નથી પહોંચી શકતો. સાચા માર્ગ પર પહોંચવું જ સમ્યક્ત્વ છે. આ જ મોક્ષનું પ્રવેશદ્વાર છે, અહીંથી મુક્તિના માર્ગનો આરંભ થાય છે. આ માર્ગ પર આવ્યા પછી આત્મા જેમ-જેમ વિરતિ રૂપ વ્રતનાં પગલાં આગળ વધારવામાં આવે છે એમ-એમ તે મુક્તિની મંજિલને સન્નિકટ કરે છે. વિરતિની સર્વોત્કૃષ્ટ પરિણતિ જ મુક્તિ છે. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિના અનંતર વ્રતની ભૂમિકાનો પ્રારંભ થાય છે.
૫૯૨
જિણધમ્મો