________________
‘કષ’ ધાતુનો અર્થ હિંસા કરવી, પીડિત કરવો, દંડિત કરવો થાય છે. ષ્યન્તે बाध्यन्ते प्राणिणोऽनेनेति कषं कर्म भवो, वा, तदायो लाभ एषां यतस्ततः कषायाः ોધાવ:' જેના દ્વારા પ્રાણી પીડિત કરવામાં આવે છે, તે કર્મ કે સંસાર છે. એની પ્રાપ્તિ જેમના કારણે થાય છે તે ક્રોધ વગેરે કષાય કહેવામાં આવે છે. અથવા જેમ કસોટી પર સોનું વારંવાર ઘસવામાં આવે છે, એમ જ જેમના કારણે પ્રાણીને વારંવાર સંસારમાં ઘસેડવામાં આવે છે. અટકતો રહે છે, તે કષાય છે. કષાય સંસારનું મૂળ છે અને જન્મમરણની પરંપરાનો હેતુ છે, આ વાત નિમ્ન આગમિક પ્રમાણથી પુષ્ટ થાય છે - कोहो य माणो य अणिग्गहिया, माया य लोहे य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ દશવૈકાલિક, અધ્ય-૮, ગાથા-૪૦
-
અનિયંત્રિત ક્રોધ અને માન, વધતાં માયા અને લોભ એ ચાર કષાય પુનર્ભવ(સંસાર)ના મૂળને સીંચે છે. આનું તાત્પર્ય એ છે કે સંસારનું મૂળ કારણ કષાય છે. કષાય છે ત્યાં સુધી સંસાર છે અને કષાયથી મુક્ત થવું જ મુક્તિ છે. કહ્યું છે
'कषायमुक्तिः किल मुक्तिरेव'
કષાયોથી છુટકારો મેળવવો જ મુક્તિ છે - મોક્ષ છે - નિર્વાણ છે.
-
આત્માને પોતાના મૌલિક સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર અને બધાં કર્મોનો રાજા મોહનીય કર્મ છે. મોહ કર્મનાં બે રૂપ છે અર્થાત્ આ બેધારી (બે ધારવાળી) તલવાર છે, જે એક બાજુ તો આત્માના દર્શનગુણનો ઘાત કરે છે, અને બીજી બાજુથી આત્માના ચારિત્રગુણને નષ્ટ કરે છે. માટે મોહનીય કર્મના બે ભેદ થઈ જાય છે - દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ દર્શન મોહનીય રૂપ છે અને કષાય ચારિત્ર મોહનીય રૂપ છે. ચારિત્ર મોહનીયના ૨૫ ભેદ કહેવામાં આવે છે, જે બધા કષાયથી સંબંધિત છે. કષાયના મૂળ ૪ ભેદ છે - ક્રોધ, માન, માયા અને લોભ. એ ચારેય કષાય તરતમતાના ભેદથી ચાર-ચાર પ્રકારના થઈ જાય છે. જેમ - અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને સંજ્વલન ક્રોધ. આ રીતે માન પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલનના ભેદથી ચાર પ્રકારના થઈ જાય છે. આ રીતે માયાના ૪ ભેદ અને લોભના ૪ ભેદ - આમ, કષાય મોહનીયના ૧૬ ભેદ થઈ જાય છે.
કષાયોને ઉત્તેજિત કરવાના કારણે કે એમાં સહયોગી થવાથી (હોવાથી) હાસ્ય અને નવ પ્રકૃતિઓને નવ કષાય કહેવામાં આવે છે. ‘નો’ શબ્દ અહીં અંશનો વાચી છે. અભાવનો વાચક નથી. જે પૂર્ણ કષાયાત્મક તો ન હોય, પરંતુ કષાયોને ઉત્તેજિત કરતો હોય, તેઓ ‘નો’ કષાય છે. નો કષાયના નવ ભેદ કહેવામાં આવે છે - (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરિત, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. આ રીતે ૧૬ કષાય અને ૯ નો કષાય - મળીને ૨૫ ભેદ ચારિત્ર મોહના હોય છે, જે પ્રકારાંતરથી કષાયના જ ભેદ છે.
પ્રમાદ-આગવ
૫૨૦