________________
માનમાં અક્કડપણું હોય છે, એમાં નમ્રતા નથી હોતી, તેથી માનને સ્તબ્ધતા(કઠોરતા)ની તરતમતાથી બતાવવામાં આવી છે.
જેમ પથ્થરના સ્તંભને ક્યારેય નથી નમાવી શકાતો એમ જે માન ક્યારેય જીવનપર્યત દૂર ન હો, તે અનંતાનુબંધી માન છે. જેમ હાડકાંને ઘણી મુશ્કેલીથી નમાવી શકાય છે, એ જ રીતે જે માન ખૂબ મુશ્કેલીથી દૂર થાય, તે અપ્રત્યાખ્યાનાવરણ માન છે.
જેમ લાકડીના થાંભલાને થોડા પ્રયત્નો પછી નમાવી શકાય છે, એ જ રીતે જે માન થોડી મુશ્કેલીથી દૂર થાય, તે પ્રત્યાખ્યાનાવરણ માન છે.
જેમ સળિયાને નમાવવામાં કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, તે આસાનીથી નમાવી શકાય છે, એ જ રીતે જે માન બહુ જ આસાનીથી થઈ જાય, તે સંજ્વલન માન છે.
માયામાં કુટિલતા હોય છે, વક્રતા હોય છે, તેથી વક્રતાની તરતમતાને બતાવનાર ઉદાહરણ આપવામાં આવ્યાં છે.
જેમ નિબિડ વાંસના મૂળની કુટિલતા-વક્રતા અગ્નિ દ્વારા સળગાવવાથી પણ બની રહે છે, દૂર નથી થતી, એમ જ જે માયા જીવનભર બની રહે, ક્યારેય દૂર ન થાય, તે અનંતાનુબંધી માયા છે.
જેમ સાબરના શિંગડાની વક્રતા (આડા-અવળા) ખૂબ જ મુશ્કેલીથી દૂર કરી શકાય છે, એમ જ જે માયા ખૂબ જ પ્રયત્નો દ્વારા ખૂબ મુશ્કેલીથી મટે, તે અપ્રત્યાખ્યાનાવરણ માયા છે.
જેમ માર્ગમાં ચાલતા બળદના મૂત્રધારા આડી-અવળી હોય છે, તે ધૂળ ઊડવાથી થોડા પ્રયત્નથી મટી જાય છે, એમ જ જે માયા ઉદિત થવાથી અલ્પ પ્રયાસથી મટાડી શકાય છે, તે પ્રત્યાખ્યાનાવરણ માયા છે.
જેમ વાંસના છોતરાનું અવળાપણ (વક્રતા) સરળતાથી નષ્ટ કરી શકાય છે, એમ જ જે માયા ઉત્પન્ન થયાના તરત પછી આસાનીથી દૂર થઈ જાય, તે સંજ્વલન માયા છે.
મનુષ્યના મગજ પર લોભનો રંગ ચડેલો રહે છે. તેથી લોભની તરતમતાના ઉદાહરણથી ઘટિત કરવામાં આવે છે.
જેમ કિરમજી રંગથી રંગેલા રેશમી વસ્ત્રનો રંગ ક્યારેય નથી છૂટતો, એ જ રીતે જે લોભ જીવનપર્યત ન છૂટે, તે અનંતાનુબંધી લોભ છે.
જેમ વસ્ત્ર પર લાગેલો ગાડીનો કર્દમ (કાળાશ) ખૂબ જ મુશ્કેલીથી દૂર થાય છે, એ જ રીતે જે લોભ ખૂબ જ પ્રયત્નો પછી ખૂબ મુશ્કેલીથી દૂર થાય, તે અપ્રત્યાખ્યાનાવરણ લોભ છે.
જેમ દીવા વગેરેનું કાજળ વસ્ત્ર પર લાગવાથી થોડી જ મહેનતથી દૂર કરી શકાય છે એમ જ જે લોભ થોડા પ્રયાસથી દૂર થઈ જાય, તે પ્રત્યાખ્યાનાવરણ લોભ છે.
જેમ હળદરનો રંગ વસ્ત્ર પર લાગી જાય તો તે સરળતાથી છૂટી શકે છે, એ જ રીતે જે લોભ સરળતાથી દૂર થઈ જાય, તે સંજ્વલન લોભ છે.
સ્થૂળ વ્યવહાર નયને લક્ષ્યમાં રાખીને આ કષાયોની સ્થિતિનો ઉલ્લેખ નિમ્ન ગાથામાં કરવામાં આવ્યો છે - ( પ્રમાદ-આસ્ટવ છે,
જે પ૮૯)