________________
પૂર્વોક્ત પાંચ પ્રમાદોનું સ્વરૂપ આ પ્રકારે જાણવું જોઈએ ? ૧. મધ પ્રમાદ :
મદિરા (દારૂ) વગેરે નશો ઉત્પન્ન કરનારા પદાર્થોનું સેવન કરવું મધ પ્રમાદ કહેવાય છે. માદક વસ્તુઓનું સેવન કરવાથી હિતાહિતનો વિચાર કરવાની શક્તિ જતી રહે છે, જેનાથી પ્રાણી બેભાન થઈ જાય છે. એનાથી અશુભ પરિણામોની ઉત્પત્તિ થાય છે અને શુભ પરિણામોનો નાશ થાય છે. એના સિવાય મદિરામાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થવાથી મદિરાપાન કરનાર ઘોર હિંસાનો ભાગી બને છે. મદિરાપાનનો દોષ આ લોક અને પરલોકમાં ભયંકર અનર્થોને જન્મ આપે છે. આ લોકમાં થનારા દોષ તો પ્રત્યક્ષ જ છે. સાત દુર્બસનોમાં મદિરાપાનને પ્રથમ ગણાવ્યો છે. દારૂના નશામાં ધુત્ત (ચકચૂર) બનેલા લોકોને સડકોના કિનારે, ગટરોની પાસે પડેલા અને કૂતરાં દ્વારા એમના મુખને ચાટવાનાં દેશ્ય પણ જોવા મળે છે. અનેક દારૂડિયાઓ દ્વારા પોતાની પત્ની અને બાળકો પર અત્યાચાર અને હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. હજારો પરિવાર દારૂના કારણે બરબાદ થઈ રહ્યા છે - મુસીબતોમાં ફસાઈ રહ્યા છે. મજૂર વર્ગની ગરીબીનું મુખ્ય કારણ દારૂની લત છે. આજ કાલ સભ્ય કહેવાતા લોકો પણ દારૂના નશાને ફેશનના નામ પર અપનાવી રહ્યા છે, જે ભયંકર ખરાબ પરિસ્થિતિનો દ્યોતક છે. અનેક ઉચ્ચ જાતિના લોકો ચોરી-છૂપી પણ આનું સેવન કરવા લાગ્યા છે. આ ખૂબ જ અનર્થકારી સ્થિતિ છે. દારૂ પીવાથી તેજસ્વિતા, લક્ષ્મી, બુદ્ધિ અને સ્મરણશક્તિનો વિનાશ થાય છે. મદિરા વિવેકબુદ્ધિને હરી લે છે અને પાપોમાં પ્રવૃત્તિ કરાવે છે, તેથી વિવેકી પુરુષોએ મદિરા(દારૂ)નું તથા અન્ય માદક દ્રવ્ય ગાંજો-ભાંગ વગેરેનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. એ યાદ રાખવું જોઈએ કે માદક દ્રવ્ય અનેક દોષોનું પોષણ કરનાર હોય છે. માદક દ્રવ્યોનું સેવન કરવું મધ-પ્રમાદ છે. આ ઉભયલોક વિરુદ્ધ હોવાથી વર્જનીય છે. ૨. વિષય પ્રમાદ :
રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ રૂપ ઇન્દ્રિયોના વિષય સેવનને વિષય પ્રમાદ કહે છે. શાસ્ત્રકારોએ વિષયોને વિષના સમાન ભાવ પ્રાણોના નાશક બતાવ્યા છે. એ વિષય વિષાદ રૂપ હોવાથી વિષય કહેવાય છે. એક-એક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત હાથી, મૃગ (હરણ) વગેરે પશુ-પક્ષી પોતાના પ્રાણોને ખોઈ બેસે છે, તો જે પાંચેય ઇન્દ્રિયોના વિષયોને વશ વર્તે છે, એમની દુર્દશાનો શું પાર છે? વિષયોની આવી વિચિત્રતા છે કે જેમ-જેમ એમનું સેવન કરવામાં આવે છે તેમ-તેમ ભોગની લાલસા વધતી જાય છે. વિષય-ભોગ અતૃપ્તિકારક છે, તેથી પ્રાણીના ચિત્તને હંમેશાં વ્યાકુળ કરતાં રહે છે. જે વિષયોનો ઉપભોગ કરીને અભિલાષાને શાંત કરવા માગે છે, તે માનો સાંજની આગળ વધતી છાયાને પકડવાનો પ્રયાસ કરે છે. જેમ-જેમ છાયાને પકડવા માટે વ્યક્તિ આગળ ભાગે છે તેમ-તેમ છાયા આગળ-આગળ વધતી જાય છે. આમ, પ્રાણી ભોગોને ભોગવીને (છાયડો) જેમ-જેમ અભિલાષાની તૃપ્તિ કરવા માંગે છે તેમ-તેમ ભોગ-લાલસા વધતી જાય છે. કહ્યું છે - (૫૮૦)
છે કે તે જ છેજે જ જે તે જિણધો]