________________
उपभोगोपायपरो वांछति यः शमयितुं विषय तृष्णाम् ।
धावत्याक्रमितुमसौ, पुरोऽपराह्न निजच्छायाम् ॥ સંસારના ભોગોપભોગનાં સમસ્ત સાધનો જો એક વ્યકિતને આપવામાં આવે તો પણ એની અભિલાષા અને તૃષ્ણાની શાંતિ નથી થઈ શકતી. ત્રણે લોકનો વૈભવ અને અપ્સરાઓ સમાન સુંદરીઓ કોઈને મળી પણ જાય તો પણ શાંતિ સંભવ નથી. જેમ બળતણ (લાકડું) નાખવાથી આગ નથી ઓલવાતી એમ ભોગોથી અભિલાષા શાંત નથી થતી. બીજા શબ્દોમાં એમ કહી શકાય છે કે -
મોના અવતા: વયમેવ અવતા:” અર્થાત્ ભોગી જીવ ભોગોને નથી ભોગવતો, પણ ભોગ જ એને ભોગવે છે. “ગીતા'માં કહ્યું છે -
न जातु कामः कामानामुपभोगान शाम्यति ।
हविषा कृष्ण वर्मेव भूय एवाभिवर्धते ॥ જેમ આગમાં ઘીની આહુતિ આપવાથી તે વધે છે, એમ જ કામ-ભોગોનું સેવન કરવાથી ભોગ-લાલસા વધે છે. ઉપભોગથી કામ શાંત નથી થતો. તેથી વિવેકશીલ પ્રાણીઓએ ભોગોથી નિવૃત્તિ કરવી જોઈએ.
એ વિષય કિંપાક ફળના સમાન રમણીય અને લોભામણાં લાગે છે. પરંતુ એમનું પરિણામ મહાભય રૂપ છે. આ જાણીને વિષયોથી વિરક્ત થવું પ્રત્યેક વિચારશીલનું કર્તવ્ય છે. જે વ્યક્તિ વિષયોની લાલસાને પોતાની મનોભૂમિથી ઉખાડી ફેંકે છે, તે નિરાકુલ થઈને સાચા સુખનો અનુભવ કરે છે. એ જ અપૂર્વ તૃપ્તિનું આસ્વાદન કરે છે. એ જ આ લોકમાં સુખી અને પરલોકમાં પરમ આનંદનું પાત્ર બને છે, તેથી વિષય પ્રમાદનો પરિત્યાગ કરવો જોઈએ. ૩. કષાય પ્રમાદ :
ક્રોધ-માન-માયા-લોભના વશીભૂત થઈને વિવેકને ભૂલી જવો કષાય પ્રમાદ છે. કષાય પ્રમાદ સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનાર છે. ક્રોધની ભયંકરતા, દર્પ(માન)નો સાપ, માયાની કુટિલતા અને લોભનો વિસ્તાર કર્મ-બંધનનાં પ્રધાન કારણો છે.
તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે - ___ "सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते स बन्धः"
- તત્ત્વાર્થ સૂત્ર, અ.-૮, સૂ-૨ કષાયના યોગથી જીવ કર્મનાં યોગ્ય પુગલોને ગ્રહણ કરે છે, તે બંધ છે. બંધના અન્ય હેતુઓના હોવા છતાંય આચાર્ય ઉમાસ્વાતિએ કષાયના બંધ હેતુના રૂપમાં ઉલ્લેખ કરીને એ સૂચિત કર્યું છે કે - “બંધના હેતુઓમાં કષાયની પ્રધાનતા છે.” જેમ દીવો બત્તી દ્વારા ( પ્રમાદ-આસ્રવ છે છે તે છે પ૮૧)