________________
આ રૌદ્ર સ્વરૂપી ક્રોધથી બચવું જોઈએ. શાસ્ત્રકાર કહે છે કે - “ો પીછું પUસે ક્રોધ પ્રીતિને નષ્ટ કરે છે. તેથી સુખાભિલાષી વ્યક્તિએ ક્રોધથી દૂર રહેવું જોઈએ.
(૨) માન (સન્માન) : સ્વયંને મહાન અને બીજાને લઘુ સમજવાની વૃત્તિને માન કહે છે. આ અભિમાન રૂપ કષાય વિનયગુણનો નાશક છે. શાસ્ત્રકાર ફરમાવે છે - “માનો વિUTય નાસો .”
અર્થાત્ માનકષાય વિનયગુણને નષ્ટ કરનાર છે. શાસ્ત્રકાર “વિUTયમૂનો થપ્પો' અર્થાત્ ધર્મનું મૂળ વિનય ફરમાવે છે. આ વિનયગુણનો ઘાત કરનાર આ કષાય અધર્મનો જનક છે. આ કષાયના વશીભૂત થયેલો જીવ પોતાના અણુ માત્ર ગુણને પર્વતના સમાન બતાવીને પ્રશંસા પ્રાપ્ત કરવા માંગે છે અને બીજાના પર્વત સમાન ગુણોને તુચ્છ સમજે છે. ગુણીજનોનો તિરસ્કાર કરે છે. અભિમાની વ્યક્તિ આત્મ-પ્રશંસાના પુલ બાંધે છે. જેના કારણે તે શિષ્યજનોમાં આદરણીય નથી થતો. માનો વ્યક્તિ અવગુણગ્રાહી હોય છે. તે બીજાનાં છિદ્રો જુએ છે. તે નિરંતર દુર્બાનમાં લીન રહે છે. જ્યાં માન હોય છે ત્યાં ક્રોધ અવશ્ય જોવા મળે છે. કારણ કે માની વ્યક્તિને પદ-પદ પર પોતાના અપમાનની આશંકા રહે છે જેનાથી તે કુદ્ધ થઈ જાય છે.
શાસ્ત્રકારોએ માન (મદ) માટે આઠ કારણ બતાવ્યાં છે - યથા - (૧) જાતિ, (૨) કુળ, (૩) લાભ, (૪) ઐશ્વર્ય, (૫) બળ, (૬) રૂપ, (૭) તપ અને (૮) શ્રત. માતૃપક્ષને જાતિ અને પિતૃપક્ષને કુળ કહે છે. અનેક અભિમાની વ્યક્તિ જાતિ અને કુળનું અભિમાન કરે છે. હું ઉચ્ચ કુળનો છું, મારી જાતિ ઉચ્ચ છે; તું નીચ કુળનો નીચ જાતિનો છે.” આ રીતે ગર્વ કરવો જાતિમદ એ કુળમદ છે. શાસ્ત્રકાર ફરમાવે છે કે - “આ જીવે બધી જાતિઓ અને યોનિઓમાં જન્મ ગ્રહણ કર્યો છે, તો કોણ ઊંચો છે અને કોણ નીચો ? “ના હો, તો મક્તિ કોઈ નીચો નથી અને કોઈ ઊંચો નથી, જાતિ-કુળથી ન કોઈ ઊંચો હોય છે અને ન કોઈ નીચો. માટે કુળ કે જાતિનું અભિમાન કરવું નિરર્થક છે.
આમ, લોભ, ધન, વૈભવ કે સત્તા, બળ, રૂપ, તપ અને જ્ઞાનનું અભિમાન કરવું પણ નિરર્થક છે, કારણ કે વિશ્વમાં એકથી એક ચડિયાતા વિદ્યમાન છે. અભિમાની વ્યક્તિ કયા ખેતરનો મૂળો છે ? પોતાનાથી દુર્બળ અને નિમ્ન શ્રેણીવાળાઓના સામે એનું અભિમાન ચાલી શકે છે, પરંતુ જેમ એનાથી ઉચ્ચ શ્રેણીવાળો સામે આવે છે એમ જ એનો ગર્વ ખંડિત થઈ જાય છે. તેથી વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી જેના પર કોઈ વ્યક્તિ અભિમાની બની શકે. માત્ર આત્માની આધ્યાત્મિક શક્તિનો વિકાસ જ સારભૂત તત્ત્વ છે અને જેણે આ સારભૂત તત્ત્વને હસ્તગત કરી લીધું છે, તે અભિમાની હોઈ જ શકતો નથી. તે આત્માના અનંત વૈભવને પ્રગટ કરી ગૌરવાન્વિત થાય છે, પરંતુ અભિમાની નહિ. અભિમાની વ્યક્તિ ગુણગ્રાહી નથી હોતી, તેથી તે ગુણોનો સંચય નથી કરી શકતી અને ગુણહીન થઈને ખોટા અભિમાનના કારણે પરાભવનું પાત્ર થાય છે. ( પ્રમાદ-આસ્રવ 2000000000000 ૫૮૩)