________________
દારુણતાને લક્ષ્યમાં રાખીને જ શાસ્ત્રકારોએ લોભને - પરિગ્રહને પાપનો બાપ કહ્યો છે અને એનાથી દૂર રહેવાનો વારંવાર ઉપદેશ આપ્યો છે.
પરિગ્રહ પરિમાણ વ્રત, એના અતિચાર, સર્વથા અપરિગ્રહત્વ વગેરે વિશે વ્રતના પ્રકરણમાં વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવશે.
આમ, હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ રૂપ પાંચ અવ્રતોનું વિવરણ આપવામાં આવ્યું છે. હિંસાથી લઈને પરિગ્રહ સુધીનાં પાંચેય અવ્રતોનું સ્વરૂપ ઉપર-ઉપરથી અલગ પ્રતીત થાય છે, પરંતુ સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરવાથી એમાં કોઈ વિશેષ ભેદ નથી રહેતો. હિંસા દોષની વ્યાપક વ્યાખ્યામાં અસત્ય વગેરે બધા દોષો આવી જાય છે. એ જ રીતે અસત્ય કે ચોરી વગેરે કોઈપણ દોષની વ્યાપક વ્યાખ્યામાં બાકી બધા દોષો આવી જાય છે. આ જ કારણ છે કે અહિંસાને પ્રધાનતા આપનાર હિંસા દોષમાં અસત્ય વગેરે બધા દોષોનો સમાવેશ કરી લે છે અને હિંસાના ત્યાગમાં અન્ય બધા દોષોનો ત્યાગ પણ સમજી લે છે. સત્યને પરમ ધર્મ માનનારા અસત્યમાં બાકી બધા દોષોને ઘટિત કરી લે છે. આ જ રીતે બ્રહ્મચર્ય, સંતોષ વગેરેને પ્રધાન ધર્મ માનનારાઓ પણ અબ્રહ્મ અને લોભમાં બધા દોષોનો સમાવેશ કરી લે છે. રાગ-દ્વેષજન્ય પ્રવૃત્તિઓમાં હિંસા-અસત્ય વગેરે મુખ્ય છે. માટે આ હિંસા વગેરે પ્રવૃત્તિઓને મુખ્ય રૂપથી પાંચ ભાગોમાં વિભાજિત કરીને પાંચ અવ્રતોનું કથન કરવામાં આવ્યું છે.
(પ્રમાદ-આસ્રવ)
લોક ભાષામાં પ્રમાદ’ શબ્દથી આળસનો અર્થ લેવામાં આવે છે, પરંતુ જૈન સિદ્ધાંતમાં પ્રમાદ' શબ્દનો પ્રયોગ ખૂબ જ વ્યાપક અર્થોમાં થાય છે. પૂર્વે માન્યતા પ્રમાઃ' જેના કારણથી જીવ વિશેષ રૂપથી બેભાન થઈ જાય છે, હિતાહિતના વિચારથી શૂન્ય બની જાય છે તથા આત્મ-સ્વરૂપ જ્ઞાન-દર્શન તથા ચારિત્રમાં શિથિલ થઈ જાય છે, એને પ્રમાદ કહે છે. ધર્માચરણમાં યત્ન ન કરવો એ પણ પ્રમાદ છે. વિષયોમાં નિમગ્ન રહેવું પ્રમાદ છે. આ સંસાર અનેક દુઃખોની આગથી સળગી રહ્યો છે, છતાં એની ઉપેક્ષા કરીને જે સંસારથી નીકળવાનો પ્રયાસ નથી કરતો અને વીતરાગ પ્રણીત ધર્મ ચિંતામણિને પામવાનો ઉદ્યમ નથી કરતો, તે જીવ પ્રમાદવશવર્તી હોય (થાય) છે - તેને પ્રમત્ત કહેવામાં આવે છે. મદ્ય, વિષય વગેરે પ્રમાદનાં કારણોને પણ પ્રમાદ કહેવામાં આવે છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી પ્રમાદનાં કારણોને પ્રમાદ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાથી પ્રમાદના પાંચ ભેદ છે - ૧. મદ્ય, ૨. વિષય, ૩. કષાય, ૪. નિદ્રા અને ૫. વિકથા. કહ્યું છે -
मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भाणिया ।
एए पंच पमाया, जीवं पाडेन्ति संसारे ॥ (૫૮ જ
છે છે જ જિણધર્મોો)