________________
એમાંથી કોઈ ચીજ મારી સાથે નથી જઈ (આવી) રહી.' મારા બંને હાથ ખાલી છે. મારું કરેલું બધું વ્યર્થ ગયું.' મારા ઉદાહરણથી બાકી લોકો શિક્ષણ (શિખામણ) ગ્રહણ કરે.”
સિકંદર મહાનની ઇચ્છાનુસાર એવું જ કરવામાં આવ્યું અને લોકોએ જોયું કે -
‘સિકંદર જબ ગયા દુનિયા સે, દોનોં હાથ ખાલી થે.' સિકંદરનું ઉદાહરણ સંસારના લોભી-લાલચુઓ માટે તે લાલબત્તી છે. લાલબત્તી ખતરાનો સંકેત છે. આ સંકેતને સમજીને કુશલાર્થીઓએ સાવધાન થઈ જવું જોઈએ.
ધન, વૈભવ અને સામ્રાજ્યમાં સુખ માનવું એ મૃગ-તૃષ્ણાની સમાન છે, જેની પાછળ જેમ-જેમ દોડવામાં આવે છે તેમ-તેમ નિરાશ થવું પડે છે તથા અંતમાં પોતાનું સ્વત્વ સુધી ખોઈ દેવું પડે છે. આ મોહક લોભામણીમાં ફસાઈને પ્રાણી વિવિધ પ્રકારના સંકલ્પવિકલ્પોમાં પતંગની જેમ ઊડ્યા કરે છે. તે ક્યારેક વિશાળ સામ્રાજ્યનું સ્વપ્ન જુએ છે, ક્યારેક અપાર ધન-સંપત્તિ ઉપાર્જન કરી ધનકુબેર કહેવડાવવા માંગે છે, ક્યારેક મનુષ્યોના પરિશ્રમ અને ગૃહ-ઉદ્યોગોને નષ્ટ કરીને મોટાં-મોટાં કારખાનાં ખોલીને ધનવાન બનવા માગે છે. આ સંકલ્પોની પૂર્તિ કરવાનો તે નિષ્ફળ પ્રયાસ કરે છે કારણ છે કે એક સંકલ્પ બીજા સંકલ્પોની હારમાળાને જન્મ આપતો રહે છે, જેને પૂરો કરવો ચાળણીમાં સમુદ્ર ભરવા સમાન છે.
‘આચારાંગ’ના ઉક્ત ઉદ્ધરણમાં સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે કે - “પરિગ્રહની વૃત્તિથી હિંસાનો જન્મ થાય છે. આ લોભવૃત્તિથી પ્રાણી અન્ય પ્રાણીઓનો વધ કરે છે. છળ-કપટથી એમના ગળા ઉપર છરી ચલાવે છે, એમને પરેશાન કરે છે અને એમને ગુલામ બનાવે છે. આ વૃત્તિથી વ્યક્તિનો જ નહિ પણ દેશનો નાશ કરે છે, દેશને ગુલામ બનાવે છે, દેશને પરેશાનીમાં નાખે છે.” આ લોભવૃત્તિના કારણે ભયંકર યુદ્ધ લડવામાં આવે છે, જેનાથી કરોડો મનુષ્યોનો સંહાર થાય છે. એવા ભયંકર નરસંહારનું એક ઉદાહરણ શાસ્ત્રમાં કોણિક ચેડા સંગ્રામના રૂપમાં ઉલ્લેખિત છે.
કોણિક રાજાએ હાર અને હાથી માટે પોતાના ભાઈઓથી ભયંકર યુદ્ધ કર્યું, જેમાં એક કરોડ એંસી લાખ મનુષ્યોનો સંહાર થયો. અન્ય પ્રાણીઓનો કેટલો સંહાર થયો હશે એ આ નરસંહારથી સમજી શકાય છે. કોણિકે હાર-હાથી માટે એટલો નરસંહાર કર્યો અને પોતાના ભાઈઓ સામે લડ્યો, પરંતુ એના હાથમાં શું આવ્યું ? હાથી મરી ગયો અને હાર દેવતાઓ લઈ ગયા. નિરર્થક લોભવૃત્તિના કારણે આટલો ભીષણ-લોમહેર્ષક નરસંહાર થયો. કોણિકને લોભવૃત્તિને કારણે પોતાના ભાઈઓના જીવનની અપેક્ષાએ હાર અને હાથીએ વિશેષ કીમતી લાગ્યા. કોણિકને ભાગલામાં રાજ્ય મળ્યું હતું અને એના ભાઈ બહિલકુમારને રાજ્યમાં ભાગ ન મળ્યો, માત્ર હાર - હાથી એને મળ્યા હતા. બહિલકુમાર એમાં જ સંતુષ્ટ હતો. પરંતુ કોણિકના લોભી-માનસમાં એની રાણી પદ્માવતીની પ્રેરણાથી બાહિલકુમારને પ્રાપ્ત હાર અને હાથી પડાવી લેવાની લોભવૃત્તિ પેદા થઈ, જેની પરિણતિ આટલા મોટા નરસંહારના રૂપમાં થઈ. શું આ શાસ્ત્રીય ઉદાહરણ લોભી અને લાલચુ લોકોની આંખો ખોલનાર નથી ? લોભવૃત્તિનું આ કેટલું અનિષ્ટ પરિણામ છે. આની આટલી ભયંકર
પ
અવિરતિ (અવ્રત)