________________
“ફચ્છા હું મા'ITHસમાં મuiતિયા'- ઉત્તરા., અ.-૯, ગાથા-૪૮ જેમ આકાશનો ન આર છે ન પાર, તે અનંત છે. એ જ રીતે ઇચ્છા પણ આકાશના સમાન અનંત છે. શાસ્ત્રમાં એના માટે કેતન(ચાળણી)ની ઉપમા આપવામાં આવી છે. જેમ ચાળણીમાં ગમે તેટલું પાણી ઉલેચવામાં આવે, તે ખાલી જ રહે છે. સમુદ્રનું બધું પાણી ચાળણીમાં નાખી દેવામાં આવે તો પણ તે ખાલી જ રહે છે. એ જ રીતે મનુષ્યનું મન પણ ચાળણી સમાન છે. આ મન ભલે ગમે તેટલી સમૃદ્ધિ કે ભોગપભોગની સામગ્રી મળવા છતાંય અતૃપ્ત જ રહે છે. માનવના મનની તૃપ્તિ એ જ રીતે દુ:શક્ય છે, જેમ ચાળણીમાં પાણીનું ભરવું અને ટકવું. આ વાતને “આચારાંગ સૂત્ર'માં આમ વ્યક્ત કરવામાં આવ્યું છે -
"अणेगचिते खलु अयंपुरिसे, ये केयणं अरिहए पूरित्तए । से अण्णवहाए, अण्णपरियाबाए, अण्णपरिग्गहाए, जणवयवहाए, जणवयपरियावाए, जणवय પરિહા ”
- આચારાંગ સૂત્ર-૩, ઉદ્દે-૨ સંસાર-સુખાભિલાષી પુરુષ અનેક સંકલ્પ-વિકલ્પોવાળો હોય છે. તે મૃગતૃષ્ણાના જળ સમાન સુખની પાછળ દોડે છે અને ચાળણીની અંદર સમુદ્રને ભરવાનો પ્રયત્ન કરે છે લોભરૂપી સમુદ્રને પાટ આપવાની મિથ્યા આશા કરે છે. એના માટે તે બીજાને મારવા માટે, સતાવવા માટે અને બીજાઓ ઉપર અધિકાર ચલાવવા માટે તૈયાર રહે છે. એટલું જ નહિ તે દેશને ડુબાડી દેવા, પરેશાન કરવા અને એમના ઉપર શાસન કરવા તૈયાર રહે છે.
પ્રત્યેક પ્રાણી સુખ ચાહે છે, પરંતુ એ નથી જાણતો કે ખરેખર સુખ શું છે અને સુખનું ઉદ્ગમ ક્યાં છે ? સુખનું સરોવર ક્યાં લહેરાય છે? આ એક એવું પાસું છે, જેનો ઘણા વિરલા પ્રાણીઓને વિચાર થાય છે. ઘણાઓની એવી ભ્રામક માન્યતા છે કે ધન તથા કામભોગોથી સુખ પ્રાપ્ત થાય છે. ધનવાળાઓ અને વિષયીજનોથી પૂછીને જુઓ કે - “શું તેઓ સુખી છે?' એમનો જવાબ હશે - “આપણે સુખ માટે તરસીએ છીએ. આપણને સુખની ઝલક પણ પ્રાપ્ત નથી થઈ.”
યુનાનના બાદશાહ સિકંદરે સંસારના એક મોટા ભાગ ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી લીધું હતું. એણે દેશ-વિદેશોથી અપાર ધનરાશિ એકત્રિત કરી હતી. એને પોતાના સામ્રાજ્ય અને ધનનો ગર્વ હતો. પરંતુ જ્યાં અંતિમ સમય નજીક આવ્યો ત્યારે સિકંદરને વિચાર થયો કે - “આ વિશાળ ભૂ-ભાગમાંથી એક પણ ઇંચ જમીન અને આ અઢળક ધનસંપત્તિ(રાશિ)માંથી એક પાઈ પણ મારી સાથે નહિ આવે. હું ખાલી હાથે જઈશ.” સિકંદરે ખૂબ જ મનન કર્યું. આખરે એણે પોતાના સેવકને કહ્યું કે - “મારા મર્યા પછી જ્યારે મારી ઠાઠડી (લાલ) કાઢવામાં આવે તો મારા બંને હાથોને કફનથી ઢાંકવામાં ન આવે, એમને ખુલ્લા રાખવામાં આવે અને જ્યારે લોકો એનું કારણ પૂછે તો એમને મારો અંતિમ સંદેશ સંભળાવશો કે - “મેં ઘણી લડાઈઓ લડી, મેં લગભગ બધો સમય સંસાર ઉપર વિજય મેળવવા અને અઢળક ધન-સંપત્તિ એકઠી કરવામાં લગાવ્યો, પરંતુ તમે બધા જોઈ લો કે (૫૬) છે છે છે જે આજે છે જે જિણધમો)