________________
છે કે આપણે તિજોરીમાં ધનને કેદ કરી લીધું છે, પરંતુ માનો ધન સમજે છે કે એણે આટલા મોટા ધનવાનને પોતાનો રખેવાળ બનાવી (બેસાડી) દીધો છે.
જ્ઞાનીપુરુષોએ તૃષ્ણાતુર અને ધનલોલુપજનોને ચેતવણી આપતાં કહ્યું છે – “તમે પોતાની કૃપણતાના કારણે ધનનો વ્યય નથી કરી શકતા, પરંતુ ધન તમારા પ્રાણોનો પણ વ્યય કરી શકે છે. તમે ધનને ભલે ગમે તેટલો પ્રેમ કરો, પ્રાણોથી પણ વધુ એની રક્ષા કરો, એના માટે ભલે જીવ આપી દો, પરંતુ ધન અંતમાં તમારું નહિ રહે - નહિ રહે, તે બીજાઓનું બની જશે. તમે ધનનો ત્યાગ ન કરો તો ધન તમારો ત્યાગ કરી દેશે. આ સત્ય એટલું સ્પષ્ટ અને ધ્રુવ છે કે આમાં લેશમાત્ર પણ શંકા નથી કરી શકાતી. એવી સ્થિતિમાં તમે જ ત્યાગની પહેલ કેમ નથી કરતા ? કેમ નથી મમત્વના દોરા(લાગણી)ને તોડીને ફેંકી દેતા ?’’ ‘આગમ’માં કહ્યું છે -
વિત્તેન તાળું ન તમે પમત્તે'' - ઉત્તરા., અ.-૪, ગાથા-પ
પ્રમાદી પુરુષ ધનથી ત્રાણ-રક્ષણ નથી મેળવી શકતો. ધન કોઈને મૃત્યુથી નથી બચાવી શકતું તે દુઃખોનું સર્જન કરે છે. દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. કીડીથી લઈને ચક્રવર્તી સુધી બધા જીવ તૃષ્ણાની પાછળ ભાગી રહ્યા છે. એ દોડનો ક્યાંય અંત નથી, ક્યાંય વિરામ નથી. તૃષ્ણાની મંજિલ (લક્ષ્ય) ક્યારેય નક્કી નથી થઈ શકતું. એનું નક્કી હોવું શક્ય પણ નથી, કારણ કે લક્ષ્ય સ્થિર નથી. પહેલાં નિશ્ચિત કરેલા લક્ષ્ય ઉપર પહોંચવા લાગ્યા કે લક્ષ્ય બદલીને આગળ વધી જાય છે. આમ, સંસારમાં દોડા-દોડી કરે છે. જ્ઞાનીજન તૃષ્ણાની પાછળ નથી દોડતા. તેઓ જાણે કે તૃષ્ણાની પૂર્તિ માટે કોઈ કેટલોય પ્રયત્ન કરે, પણ તે પૂરી થતી નથી. જેમ પોતાનો પડછાયો પકડવો સંભવ નથી એમ તૃષ્ણાની પૂર્તિ સંભવ નથી. પોતાના પડછાયાની પાછળ કોઈ કેટલુંયે દોડે, તે આગળ-આગળ દોડતો રહેશે, પકડમાં નહિ આવે. જ્યારે મનુષ્ય પોતાના પડછાયાથી વિમુખ થઈ જાય છે, ત્યારે તે ફરીને એનો પીછો કરવા લાગે છે. આ રીતે તૃષ્ણાથી વિમુખ થતાં જ ધન-સંપત્તિ એની પાછળ ભાગવા લાગે છે. પરંતુ જ્યારે તે એવો નિરુપમ સંતોષ-સુખનો અનુભવ કરવા લાગે છે કે ધન-સંપત્તિ એને તુચ્છ લાગવા માંડે છે. તૃષ્ણાને વધારવી દુઃખો અને પરેશાનીઓને વધારવા જેવું છે. અને તૃષ્ણાથી વિમુખ થવું સુખ-શાંતિને બોલાવવા જેવું છે. તેથી પરિગ્રહ રૂપી વૃક્ષના મૂળ તૃષ્ણાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પરિગ્રહની પરિભાષા :
‘આગમ’માં પરિગ્રહની પરિભાષા કરતાં કહ્યું છે કે
“મુચ્છા પરિવાહો વૃત્તો’
દશવૈકાલિક, અધ્ય.-૬, ગા-૨૧ મૂર્છા - આસક્તિને પરિગ્રહ કહ્યો છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’માં પણ કહ્યું છે - ‘‘મૂછો પરિગ્રહ:” મૂર્છા જ પરિગ્રહ છે.
૫૦૪
જિણધમ્મો