________________
સંસાર કામથી ઢંકાયેલો છે. હે અર્જુન! ક્યારેય ન તૃપ્ત થનારી આ કામરૂપી આગ આત્માનો હિંમેશાં વેરી છે. જ્ઞાનીઓના જ્ઞાનને પણ એ ઢાંકી દે છે. આ કામની રોકવાની જગ્યા ઇન્દ્રિયમન તથા બુદ્ધિ છે. આ એમના સહારે જ્ઞાનને ઢાંકીને મનુષ્યને મોહિત કરે છે.”
અબ્રહ્મચર્યથી હિંસાનું મહાન પાપ પણ થાય છે. “ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરવાથી ભગવાન મહાવીરે ફરમાવ્યું છે - “જે રીતે રૂથી ભરેલી નળીમાં ગરમ લોખંડની સળી નાખવાથી રૂનો નાશ થઈ જાય છે, એમ જ કામાચાર સેવન કરનાર સ્ત્રીયોનિના જીવોનો નાશ કરે છે. એ જંતુ સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે અને એમની સંખ્યા વધુમાં વધુ નવ લાખ છે. આ નવ લાખ જીવોના સિવાય સંમૂર્ણિન જીવોની તો ગણતરી જ નથી. આમ, એક વખતના મૈથુનથી અનેક જીવોની હિંસાનું પાપ થાય છે.
સ્ત્રી-યોનિમાં જીવ હોય છે. આ વાતને અન્ય લોકોએ પણ માન્યું છે. “વાત્સાયન કામસૂત્ર'ના ટીકાકાર અને રતિહાસ્યના કર્તા પણ સ્ત્રી-યોનિમાં જીવ હોવાનો સ્વીકાર કરે છે. સ્ત્રી-યોનિમાં જીવ છે, તો મૈથુનથી એમનો નાશ થવો અને હિંસાનું પાપ લાગવું અનિવાર્ય છે. તેથી અહિંસા વતની રક્ષાની દૃષ્ટિએ પણ અબ્રહ્મ વર્જનીય છે.
અબ્રહ્મની નિંદા અને બ્રહ્મચર્યની પ્રશંસામાં જૈન અને જૈનેત્તર શાસ્ત્ર ભરેલાં પડ્યાં છે. બધાએ બ્રહ્મચર્યને સર્વશ્રેષ્ઠ વ્રત પ્રતિપાદિત કર્યું છે.
તવેવી ૩ત્તમ વંમર” બધાં તપોમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ તપ છે. પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે -
"जम्मिय आराहियम्मि आराहियं वयमिणं सव्वं । सीलं तवो य विणयो य संजमो ય વતી, મુત્તી, મુત્ત, તહેવ રૂદ તો-પાર-તોડ઼ય ગરે ય વિત્તી ય પથ્થો ય ?”
બ્રહ્મચર્યની આરાધનાથી બધાં વ્રત આરાધિત થાય છે. તપ, શીલ, વિનય, સંયમ, ક્ષમા, ગુપ્તિ અને મુક્તિ સિદ્ધ થાય છે. આ લોક અને પરલોકમાં યથા કીર્તિ તથા વિશ્વાસનો વિજયધ્વજ ફરકાવે છે.
બ્રહ્મચર્યના મહિમાને સમજીને અબ્રહ્મરૂપી અવ્રતથી બચવાનો નિરંતર જાગૃત રહીને પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મચર્યના વિશે વિશેષ જાણકારી વ્રત-પ્રકરણમાં આપવામાં આવશે. પરિગ્રહ :
પાંચમું અવ્રત અથવા પાંચમું અધર્મ-દ્વાર પરિગ્રહ છે. આ પરિગ્રહ બધાંથી મોટું બંધન છે, જે આત્માને સંસારમાં મજબૂતીથી બાંધી રાખે છે, જેમ જળમાં રહેલો ગ્રાહ (મગર) હાથી જેવાં મોટાં પ્રાણીઓને પણ પોતાની તરફ ખેંચી લે છે, એમ જ આ પરિગ્રહ સંસારના લોકોને પોતાની જાળમાં ફસાવી લે છે. જેમ શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહ અનિષ્ટકારી છે, તેમ જ આ પરિગ્રહ મુમુક્ષુ આત્માઓ માટે ખૂબ જ અનિષ્ટકારી છે. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે - (૫૨) Oછે જે છે તે છે
જિણધમો)