________________
રીતે સ્ત્રી-પુરુષની જોડીના અર્થમાં પ્રસિદ્ધ છે. આ સ્થૂલ દષ્ટિથી માનવામાં આવેલો અર્થ છે. જોડી સ્ત્રી-પુરુષની, પુરુષ-પુરુષની કે સ્ત્રી-સ્ત્રીની પણ હોઈ શકે છે. આ સજાતીય અથવા વિજાતીયનો પણ હોઈ શકે છે. એવી જોડીની કે એક વ્યક્તિની પણ કામ-રાગના આવેશથી ઉત્પન્ન માનસિક, વાચિક અથવા કાયિક કોઈપણ પ્રવૃત્તિ અબ્રહ્મ છે. કામ-રાગજન્ય ચેષ્ટાઓને અબ્રહ્મ કહેવાનું વિશેષ પ્રયોજન છે. જે બ્રહ્મ ન હોય તે અહ્મ છે. બ્રહ્મનો અર્થ છે - જેના પાલન અને અનુસરણથી સગુણોની વૃદ્ધિ થાય. જે તરફ જવાથી સગુણોમાં વૃદ્ધિ ન થાય પણ દોષોનું જ પોષણ થાય, તે અબ્રહ્મ છે. મૈથુન-પ્રવૃત્તિ એવી છે કે એમાં પડતાં જ બધા દોષોનું પોષણ ને સદ્ગણોના હાસનો પ્રારંભ થઈ જાય છે. તેથી મૈથુનને અબ્રહ્મ કહ્યો છે.
અબ્રહ્મ અવ્રત હોવાથી આમ્રવનું દ્વાર છે. આ આમ્રવનું મહાદ્વાર છે. આને આસ્રવનું મહાદ્વાર કહેવાનો અભિપ્રાય એ છે કે આ અવ્રતના ખુલ્લા રહેવાથી અન્ય અવ્રતોનો આરવ પણ અવશ્યભાવી છે. જો આસવનું આ મહાદ્વાર બ્રહ્મવ્રતની આરાધના દ્વારા બંધ કરી દેવામાં આવે છે તો અન્ય આસ્રવ પણ રોકાઈ જાય છે. આ મહાદ્વારના ખુલ્લા રહેવાથી નાનાં કારોને બંધ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. શાસ્ત્રકારોએ અબ્રહ્મને મહાદોષ બતાવ્યો છે, એ જ કારણ છે કે અબ્રહ્મથી વિરતિ કરવાને મોટું વ્રત માનવામાં આવે છે. આ અવ્રતની એક વિશેષતા એ છે કે એમાં કોઈ અપવાદ નથી રાખવામાં આવ્યો. અન્ય અવ્રતોમાં અપવાદ છે - છૂટ છે, પરંતુ અબ્રહ્મમાં કોઈ અપવાદ નથી. હિંસા-ખોટું (જૂઠું) વગેરેમાં પ્રમત્ત યોગ હોવાથી સદોષતા આવે છે, પરંતુ અબ્રહ્મ તો પ્રમત્ત ભાવમાં જ થાય છે. અપ્રમત્ત દશામાં અબ્રહ્મ સંભવ નથી. જેમ કે કહ્યું છે કે -
"न वि किंचि अणुण्णायं पडिसिद्धं एगंतओ जिणवरिंदेहिं ।
मोत्तूण मेहुणभावं न तं बिणा राग-दोसेहिं ॥" જિનેશ્વર દેવોએ એકાંત રૂપથી ન તો કોઈની અનુજ્ઞા જ કરી છે અને ન નિષેધ કર્યો છે, પરંતુ મૈથુન ભાવનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તે રાગ-દ્વેષ વગર સંભવ જ નથી. આ કથનથી પણ અબ્રહ્મ - અવ્રતની ભયાનકતા પ્રગટ થાય છે. અબ્રહ્મનો અવ્રત વિશેષ રૂપથી ઘાતક અને મારક છે, કારણ કે આ ઉપરથી વધુ રમણીય અને લોભામણું લાગે છે. ઉત્તરાધ્યયન સૂત્ર'માં ૩૨મા અધ્યયનમાં કહ્યું છે - "जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा । ते खुड्डए जीविय पच्चमाणा, एओवमा कामगुणा विवागे ॥"
- ગાથા-૨૦ જે રીતે કિંપાક ફળ વર્ણ અને રસથી મનોરમ અને સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ ખાવાથી મૃત્યુને પ્રાપ્ત થવું પડે છે. આ રીતે કામભોગ ભોગવવામાં તો સારા લાગે છે, પરંતુ એમનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હોય છે.
(પ૦૦) 000000000000000 જિણધો]