________________
પરિવારવાળા, પોતાના ધનમાં સંતોષ ન માનનારા અને બીજાના ધનનો લોભ રાખનારાઓ ઘણાયે રાજાઓ બીજા રાજાઓના દેશોને નષ્ટ કરીને ધન હરણ કરવા માટે, યુદ્ધના નિમિત્ત ચતુરંગિણી સેના સજાવીને વિજયનો દર્પ રાખનારા યોદ્ધાઓને લઈને યૂહરચના કરીને બીજાના બળને નષ્ટ કરીને એનું હરણ કરે છે.
‘અનુકંપા અને પરલોકના ડરથી રહિત ચાર લોકો, ગામ-નગર-ખોતમ (ખદાન) -આશ્રમ વગેરે તથા સમૃદ્ધ દેશોને લૂંટી લે છે અને એમને નષ્ટ કરી નાખે છે. ચોરી કરવામાં લાગેલા દારુણ બુદ્ધિવાળા નિર્લજ્જ લોકો અન્યનાં ઘરોમાં અવસર જોઈ ઘરમાં રાખેલું ધન વગેરે હરણ કરી લે છે અને સૂતા કે ગાફેલ લોકોને લૂંટી લે છે. એવા લોકો ધનની ખોજમાં કાળઅકાળ અને જાણે-અજાણનો યોગ્ય સ્થાનનો વિચાર નથી કરતા. જ્યાં લોહીનું કીચડ (કાદવ) થઈ રહ્યું છે, મૃતકોના શબ લોહીથી લથપથ પડ્યા છે, પ્રેત-ડાકિની-શાલિની જ્યાં ફરે છે, શિયળ-ઘુવડ વગેરે જ્યાં ભયંકર શબ્દ કરે છે, એવાં ઘોર સ્મશાનોમાં, એકલા (સુના) મકાનોમાં, પર્વતની ગુફાઓમાં તથા જ્યાં સાપ વગેરે ભયાનક જાનવર રહે છે, એવા વિષમ જંગલોમાં રહીને ઠંડી-તાપની પીડા સહન કરે છે અને એ જ ચિંતા કરે છે કે કોઈનું ધન હરણ કરે. એવાં સ્થાનોમાં રહેતા લોકો ભણ્ય-અભક્ષ્યનું સેવન કરે છે. જેમ ચિત્તો શિકારની શોધમાં અહીં-તહીં ઘૂમે-ફરે છે, એ જ રીતે ચોર લોકો બીજાના ધનની શોધમાં અહીં-તહીં ઘૂમતા ફરે છે અને નરક-તિર્યંચ યોનિમાં થનારાં કષ્ટોને અહીં જ ભોગવે છે.
ચોરી કરનાર લોકો સજ્જનોથી નિંદનીય છે, પાપી છે, રાજાજ્ઞાના ભંજક છે, પ્રાણીઓને દુઃખ આપનારા છે, અને માનસિક ચિંતાઓ તથા સેંકડો દુઃખોથી યુક્ત છે.
ચોરી કરનારાઓની વૃત્તિઓ એટલી ખરાબ થઈ જાય છે કે સંસારના કોઈપણ નીચ કાર્યથી એને ધૃણા નથી થતી. એની વૃત્તિઓ નિરંતર પાપમાં જ લાગેલી રહે છે. પ્રેમ, દયા, અહિંસા વગેરે ગુણ ચોરી કરનારા પાસે નથી હોતા. ચોરી કરનારાઓની કીર્તિ નષ્ટ થઈ જાય છે. એવી વ્યક્તિનો વિશ્વાસ કરવો તો દૂર રહ્યો, લોકો એની પાસે ઊભા રહેવું પણ પસંદ નથી કરતા, એને ધૃણાની નજરથી જુએ છે. ચોરી કરનારાઓની આલોક અને પરલોકમાં ભારે (મોટી) દુર્ગતિ થાય છે. ચોરીનું ફળ ખૂબ દારુણ છે. આ મોટા પાપનો પ્રવાહ છે, તેથી અવ્રત રૂપ આમ્રવનું દ્વાર છે.
સ્થૂલ અદત્તાદાન-વિરમણ વ્રત, એના અતિચાર, સંપૂર્ણ અદત્તાદાન વિરમણ રૂપ મહાવ્રત વગેરેનો વિચાર, વ્રતના પ્રકરણમાં કરવામાં આવશે. અહીં અવ્રતના પ્રકરણમાં અદત્તાદાનના વિશે યત્કિંચિત્ વર્ણન કરવામાં આવ્યું છે. આને ધ્યાનમાં લઈને અદત્તાદાન રૂપ અવ્રતથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. દ્રવ્યની લોલુપતા પર અંકુશ રાખીને ન્યાયોપાર્જિત ચિત્તથી જીવન વ્યવહાર ચલાવવાની સાવધાની રાખવી જોઈએ. અબ્રહ્મ : -
કામ-રાગજન્ય નર-નારીની ચેષ્ટાઓને અબ્રહ્મ કહે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં “મૈથુનબ્રહ્મ કહેવામાં આવી છે. મિથુનની પ્રવૃત્તિને મૈથુન કહેવામાં આવે છે. મિથુન' શબ્દ સામાન્ય (અવિરતિ (અવ્રત) , , , , , , , ,પ૬૯)