________________
"तव तेणे वयतेणे, रूवतेणे य जे नरे ।
સાવાર માવ તેને ય, બૈરું દેવિિબ્રાં ?' જે વ્યક્તિ તપ, અવસ્થા, આચાર અને ભાવને છુપાવે છે, બીજાઓ દ્વારા પૂછવાથી સ્પષ્ટ નથી કહેતો, તે સાધુ હોવા છતાંય કિલ્પિષ (નીચ) દેવની યોનિમાં ઉત્પન્ન થાય છે. “ગીતામાં કહ્યું છે -
“સ્નેત્તા ન પ્રાપ્યો મુંવત્તે તેના પુત્ર સં: ” પોતાના ઉપર જેનો ઉપકાર છે, જેનાથી પોતાને સહાયતા મળે છે, એનો બદલો ન ચુકાવવો ચોરી છે.
કોઈ વસ્તુની કમીથી (ન હોવાથી) બીજાને હાનિ પહોંચે છે, તે વસ્તુનું આવશ્યકતાથી વધુ સંચય કરવું કે ઉપભોગ કરવો એ પણ એક પ્રકારની ચોરી છે. કારણ કે એવું કરવાથી બીજાઓને એ વસ્તુના ઉપભોગથી વંચિત થવું પડે છે. આમ, ઘણાંય કાર્યોની ગણના ચોરીમાં કરવામાં આવી છે. ચોરીનાં કારણો :
ચોરી કરવાનું મુખ્ય કારણ દ્રવ્ય લોલુપતા છે. વ્યક્તિ જ્યારે વિષયોની લાલચી બને છે, ભોગો માટે લાલાયિત રહે છે ત્યારે તે એને પ્રાપ્ત કરવા માટે ચોરી કરવામાં પણ સંકોચ નથી કરતો. ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૨મા અધ્યયનમાં કહ્યું છે -
વે તિરે પરિદિગ્નિ, સોવત્તો ન વે સુદ્દેિ ! अतुट्ठि दोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥"
- ગાથા-૨૯
અર્થાતુ રૂપ અને રૂપવાનના પરિગ્રહમાં જે અત્યંત આસક્ત છે, જેને આના સંગ્રહની હંમેશાં લાલસા રહે છે, તે લોભનો મારેલો તથા અસંતોષના વેગથી વ્યાકુળ બનીને બીજાની ચોરી કરે છે. આ જ વાત શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ માટે પણ કહી છે. અર્થાત્ જે આનો લાલચુ બની જાય છે તે ચોરી કરવામાં સંકોચ નથી કરતો. વિષયસુખનો લોભ અને આસક્તિ ચોરીનું અંતરંગ કારણ છે.
ચોરીનાં બાહ્ય કારણોમાંથી મુખ્ય-મુખ્ય કારણ આ પ્રમાણે બતાવી શકાય છે. વ્યક્તિ જ્યારે આર્થિક સ્થિતિથી મજબૂર થઈ જાય છે અને એની પાસે કોઈ રોજગાર નથી હોતો તો તે ચોરી કરવા માટે મજબૂર થઈ જાય છે. સામાજિક વિષમતા આના માટે થોડી હદ સુધી જવાબદાર કહી શકાય છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે -
___ 'बुभुक्षितः किं न करोति पापम्' (અવિરતિ (અવ્રત) STD ૫૬)