________________
અનેક વેપારી પોતાની સંપત્તિના બળથી બજારોમાં એકદમથી વસ્તુનો ભાવ ઘટાડી કે વધારી દે છે અને આમ, આખા બજાર પર પોતાનું આધિપત્ય જમાવીને બીજાના હકોનું અપહરણ કરે છે.
અનેક વ્યક્તિ અભણ ઉધાર લેનાર ગરીબ લોકોને એકસો રૂપિયા આપીને એક શૂન્ય વધારીને એક હજારનો દસ્તાવેજ લખાવી લે છે. આ પ્રકારે વ્યાજ, સવા, દોઢા વગેરેમાં પણ છળથી બેગણું-ત્રણગણું કરી લે છે.
અનેક બધું કોઈ સાર્વજનિક સંસ્થા કે લોકોપયોગી કાર્ય માટે ધન એકત્રિત કરીને કાં તો એકદમથી દાબી રાખે છે, કે નામ માત્ર માટે થોડું ઘણું ખર્ચ કરીને બાકીનું ધન હજમ કરી લે છે. કોઈ-કોઈ એવી સંસ્થા કે કાર્યને થોડા સમય સુધી જ્યાં સુધી કે એના નામ પર ધન પ્રાપ્ત થતું રહે છે, ચલાવતા પણ રહે છે અને એનાથી પોતાનો મતલબ (સ્વાર્થ) પણ પાર પાડે છે.
અનેક વ્યક્તિઓએ વિજ્ઞાપનબાજીને ચોરીનું સાધન બનાવી રાખે છે. સમાચારપત્રો, હેંડબિલો વગેરે દ્વારા વિજ્ઞાપન કરીને લોકોથી ઓર્ડર કે ઇનામ (કિંમત) લે છે, પરંતુ વિજ્ઞાપન અનુસાર ન તો માલ આપે છે અને ન કાર્ય કરે છે. આજના પ્રચારપ્રસારના યુગમાં વિજ્ઞાપનબાજી દ્વારા ભયંકર ચોરી કરવામાં આવી રહી છે.
દુઃખનો વિષય છે કે આજકાલના વેપાર અને વ્યવસાયમાં આ પ્રકારની ચતુરાઈપૂર્ણ ચોરી ઘણી રીતે કરવામાં આવી રહી છે. આજકાલના વેપારીઓમાં દ્રવ્યની લોલુપતા ખૂબ જ વધારે વધી ગઈ છે. રાતની રાતમાં લખપતિ-કરોડપતિ બનવાની ધૂન વ્યાપારી પર સવાર છે, જેના કારણે ઉપભોકતાઓની ખુલ્લી લૂંટ થઈ રહી છે, તસ્કરી અને કાળા બજાર કરવામાં આવી રહ્યા છે, ખોટા હિસાબ-કિતાબ રાખવામાં આવે છે, સરકારી અફસરોને લાંચ આપીને શાસકીય નિયમોને નેવે મૂકી બે નંબરનો વ્યવસાય અને તસ્કરી (લૂંટફાટચોરી) વ્યવસાય છ ગદ્દારો સાથે કરવામાં આવી રહ્યો છે. શાસનની આંખોમાં ભલે ધૂળ નાખી શકાય છે, પરંતુ કર્મના શાસનમાં આ પ્રકારની ગદ્દારી નથી ચાલી શકતી. આધ્યાત્મિક શાસન એમને ચોરીનો અપરાધી જાહેર કરે છે અને આગળ-પાછળ એ ચોરીનો દંડ એમને ભોગવવો જ પડશે, કારણ કે કર્મના ધર્મ શાસનમાં કોઈ લાંચ નથી ચાલતી, કોઈ ઓળખાણ કામ લાગતી નથી. ત્યાં સ્પષ્ટ ન્યાય થાય છે. તેથી આત્માનો ડર રાખતાં એવી સભ્ય ચોરીઓથી બચવું જરૂરી છે. દ્રવ્યની લોલુપતા ઘટાડીને ન્યાયપૂર્વક આજીવિકા કરવી જોઈએ.
“પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં બીજાં અનેક કાર્યોને ચોરીના અંતર્ગત માનવામાં આવ્યા છે. ત્યાં કહેવામાં આવ્યું છે -
અદત્તાદાન વિરમણ વ્રતને ધારણ કરનાર બીજાની નિંદા ન કરે, બીજાના દોષ ન કાઢે, બીજાથી દોષ ન કરે, બીજાના નામ પર લાવેલી વસ્તુ સ્વયં ન ભોગવે, બીજાને સુકૃત, સચરિત્રતા અને ઉપકારનો નાશ ન કરે, બીજાને દાન આપવામાં વિઘ્ન ન કરે તથા બીજાના ગુણ સાંભળીને અસહનશીલ ન બને, કારણ કે એવું કરવું ચોરી છે.” “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે - [પ૬૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો )