________________
ચોરી મુખ્યત્વે બે પ્રકારની હોય છે - એક તો વાસ્તવિક માલિકની અનુપસ્થિતિમાં કે એની અસાવધાનીમાં જેમ સેંધ લગાવીને, ખિસું કાપીને, તાળું તોડીને ચોરી કરવી વગેરે. બીજી વાસ્તવિક માલિકની ઉપસ્થિતિમાં કે સાવધાનીમાં પણ જેમ કે - ધાડ પાડીને, માર્ગમાં લૂંટ કરીને ચોરી કરવી વગેરે.
સેંધ લગાવીને, ખિસું કાપીને, ધાડ પાડીને, માર્ગમાં લૂંટી-ઠગીને, નકલી નોટો, હૂંડી બનાવીને, ખોટો દસ્તાવેજ બનાવીને, રાજ્યના મહેસૂલ (કર) ચોરીને, ગ્રાહકથી કપટ દ્વારા વધુ ફાયદો (નફો) લઈને, પડેલી ચીજ બીજાની માલિકીની જાણતા હોવા છતાં ઉઠાવવા વગેરે વગેરે ઉપાયોથી બીજાના હકોનું અપહરણ કરવું અને લાભ ઉઠાવવો ચોરી છે. આ રીતે વસ્તુમાં સંમિશ્રણ કરવું, એક વસ્તુ બતાવીને બીજી દેવી કે લેવી, ઓછું આપવું, વધુ લેવું - લાંચ લેવી - આપવી પણ ચોરી છે. એવા બીજા અનેક ઉપાયોથી ચોરી કરવામાં આવે છે.
લૌકિક દૃષ્ટિથી ચોરીની ગણનામાં એ જ કાર્ય આવે છે, જેમના કરવાથી શાસકીય નિયમાનુસાર દંડની વ્યવસ્થા છે. પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં એ બધાં કાર્યો ચોરીના અંતર્ગત આવે છે, જેમના દ્વારા બીજાના ન્યાયોચિત અધિકારોનું અપહરણ થતું હોય. લૌકિક કાનૂનમાં ચોરીનું ક્ષેત્ર સંકુચિત છે, પરંતુ ધાર્મિક કાનૂનમાં ચોરીનું ક્ષેત્ર ખૂબ જ વ્યાપક છે.
આજના ભૌતિક અને સભ્ય કહેવાતા યુગમાં ચોરીની જૂની પદ્ધતિઓ ઓછી થઈ ગઈ છે, પરંતુ નવી-નવી અનેક પદ્ધતિઓ શોધી કાઢવામાં આવી છે. સેંધ લગાવવા, ધાડ પાડવી, ખિસું કાપવું વગેરે રાજ્ય નિગમથી દંડનીય ઉપાયો દ્વારા ચોરી કરનાર ભલે નાની કે બે-ચાર રૂપિયાની ચીજ ચોરે, છતાંય તે ચોર કહેવાય છે અને રાજ્ય નિયમાનુસાર દંડિત થાય છે. પરંતુ સભ્ય ઉપાયો દ્વારા ચોરી કરનાર હજારો, લાખો અને કરોડો રૂપિયાની ચોરી કરીને પણ શાહુકારો જ બની રહે છે અને રાજ્ય દંડથી બચ્યા રહે છે. પરંતુ આધ્યાત્મિક શાસનના કાયદા અનુસાર તે ચોરની ગણતરીમાં આવે છે અને એ અચૌર્ય કર્મનું ફળ એમને કર્મના ન્યાયાલયમાં મળશે જ. તેથી ભલે એ ચોરીની સભ્ય પદ્ધતિઓ લૌકિક કાનૂનમાં દંડનીય ન હોય છતાંય આત્મકલ્યાણના અભિલાષીઓએ એમનાથી બચવું જ જોઈએ. કારણ કે સમાજ માટે એ ચોરીની સભ્ય પદ્ધતિઓ વધુ ઘાતક હોય છે. સામાન્ય ચોરોથી તો લોકો સાવધાન રહે છે, પરંતુ સભ્ય ઉપાયોથી ચોરી - ઠગાઈ કરનાર નામધારી શાહો અને શાહુકારોથી જનતા સાવધાન નથી રહી શકતી. તે ચોર લોકો રાતમાં, એકાંતમાં, લોકોની નજરોથી બચીને પોતાનું કામ કરે છે, જ્યારે એ નામધારી શાહ કે શાહુકાર બજારમાં બેસીને પોતાનું કાર્ય ચતુરાઈથી કરી લે છે. આ પ્રકારની ચતુરાઈપૂર્ણ ચોરીના કેટલાક નમૂના આ પણ છે.
અનેક વ્યક્તિ વ્યાપારમાં સ્થિતિનો ખોટો રોબ (પ્રભાવ) જમાવીને લોકોથી માલ ઉધાર લાવે છે, વ્યવહાર કરે છે અને બીજાના રૂપિયા પોતાની પાસે જમા રાખે છે. આમ, બીજાનું ધન ખેંચીને ખોટું જમા-ઉધાર કરીને પછી અચાનક દેવાળું કાઢી દે છે.
(અવિરતિ (અવ્રત) 00000000000000 [૫૫]