________________
સભાવ પ્રતિષેધ એ જૂઠને કહે છે, જેના દ્વારા કોઈના હૃદયમાં સ્થિત (રહેલા) સારા ભાવોને ખરાબ બતાવવામાં આવે અથવા વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન કહેવામાં આવે.
જે વસ્તુ નથી, એનું વિધાન કરવું અસભૂતોભાવન અસત્ય કહેવાય છે. જેમ કે જીવને ન મારવામાં ધર્મ છે. પરંતુ મરતા જીવને બચાવવામાં પાપ બતાવવું, કે કોઈની કોઈ રીતે સહાયતા કરવામાં, માતા-પિતા-પતિની સેવા કરવામાં અને વિનય કરવામાં પાપ બતાવવું તથા એમને કુપાત્ર સમજવાના ભાવ ભરવા વગેરે.
અર્થાન્તર એ જૂઠને કહે છે, જેનાથી કોઈ વાત, પુસ્તક, વસ્તુ વગેરેના વાસ્તવિક અર્થ કે ગુણ વગેરેની જગ્યાએ અવાસ્તવિક ગુણ, અર્થ વગેરે બતાવવામાં આવે. જેમ કે ગાયને ઘોડો બતાવવો, અમૃતને વિષ કે વિષને અમૃત બતાવવું. શાસ્ત્રના સાચા અર્થને છોડીને બીજો જ અર્થ કરવો.
એ કાર્ય, વાત કે વિચારને ગઈ જૂઠ કહે છે, જેનાથી કોઈની નિંદા થાય કે કોઈના હૃદયને દુઃખ પહોંચે. અસત્ય ભાષણનાં કારણો :
“પ્રાયઃ મનુષ્ય ચાર કારણોથી વશીભૂત થઈને મિથ્યા ભાષણ કરે છે - ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. અસત્ય ભાષણના મૂળમાં જો આપણે જઈએ તો આપણને ઉક્ત ચાર કારણોમાંથી કોઈ કારણ રહેલું મળશે. પરસ્પર લડતાં-ઝઘડતાં, દ્વેષ, ક્લેશ કે આવેશમાં લગભગ મનુષ્ય ખોટું (જૂઠું) બોલે છે. લોભથી વશીભૂત થઈને બીજાને છેતરવા માટે, ઠગવા માટે, હંમેશાં જૂઠું બોલવામાં આવે છે.” સત્ય વાત કહેવાથી મને સજા મળશે, મારી પ્રતિષ્ઠાને આંચ આવશે, મારું માન-સન્માન ઓછું થશે વગેરે દંડ કે માનભંગથી ડરીને પણ વ્યક્તિ જૂઠનો સહારો લે છે. હસી-મજાક, હાસ્ય-વિનોદમાં પણ જૂઠું બોલવામાં આવે છે ? અનેક મતાગૃહી વ્યક્તિ જ્ઞાની ન હોવા છતાંય જ્ઞાની કહેવડાવવાના લોભથી મિથ્યા પ્રરૂપણાઓ કરે છે.
પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં મિથ્યા ભાષણના વિષયમાં માર્મિક વિવેચન કરતા કહ્યું છે -
“બીજું આસ્રવ દ્વાર મિથ્યા ભાષણ છે. આ મિથ્યા ભાષણ ગુણ-ગૌરવથી હીન વ્યક્તિઓ દ્વારા સેવન કરવામાં આવે છે. આ ભય, દુઃખ, અકીર્તિ અને વેરને વધારે છે. પારલૌકિક વિષયોથી અરતિ (દ્રષ) અને સાંસારિક વિષયોથી રતિ (રાગ) કરાવનાર છે. રાગ-દ્વેષ અને ક્લેશનું કારણ છે. મિથ્યા ભાષણ કરવાથી મનુષ્યનો વિશ્વાસ નથી રહેતો, એનાથી પ્રાણીઓની હિંસા પણ થાય છે. આ મિથ્યા ભાષણના કારણે પ્રાણીને વારંવાર સંસારમાં જન્મ-મરણ કરવું પડે છે. આ અનાદિ કાળથી ચાલતા સંસારમાં પ્રાણીઓ સાથે હંમેશાં ચાલતું આવ્યું છે. આનું પરિણામ ખૂબ ભયંકર આવે છે. આ અધર્મનું બીજું દ્વાર છે.”
( અવિરતિ (અવ્રત) ૨૨૨૦૦૦
(૫૬૩)