________________
“નઃ પર્વ મનુષ્યUT, TRUT વન્યુ-મોક્ષયોઃ” કર્મ બંધ અને મુક્તિનું મુખ્ય કારણ મન જ છે. હિંસાનો મુખ્ય આધાર પણ મન છે. મનથી બીજાનું ખરાબ વિચારવું હિંસા છે. મનમાં ખરાબ વિચારો લાવવા આત્મ હિંસા છે. અસત્ સંકલ્પ કરવો આત્મવંચના છે.
પાતંજલ યોગ સૂત્ર'ના વ્યાસ ભાષ્યમાં કહ્યું છે -
હિંસા ભૂતનામાનદ્રોદ' અર્થાત્ પ્રાણીઓના પ્રત્યે દ્રોહ ન કરવો અહિંસા છે. આનો અર્થ છે કે પ્રાણીઓના પ્રત્યે દ્રોહ કરવો હિંસા છે. બીજા માટે કે પોતાના માટે અસત્ વિચાર કરવો દ્રોહ છે. દ્રોહનો અર્થ છે - દ્વેષ. આ ષભાવના જ હિંસાનું મૂળ હોવાથી હિંસા છે.
હિંસા બધાં પાપોની જનની છે, તેથી આત્મ કલ્યાણના અભિલાષીઓને સ્વ-પર હિંસાથી બચવાની સાવધાની રાખવી જોઈએ. હિંસાથી બચવા માટે વિવેક-શક્તિને જાગૃત કરવી આવશ્યક છે. સાધકને પોતાના વિવેકથી એ નિર્ણય લેવો પડશે કે કઈ ક્રિયામાં અલ્પ પાપ છે અને કઈ ક્રિયામાં વિશેષ પાપ છે. વિવેકપૂર્વક ક્રિયા કરવાથી જીવ હિંસાની સદોષતાથી બચી શકે છે. પ્રાયઃ જોવા મળે છે કે ભોગ-વિલાસની અધિકાંશ સામગ્રી ખૂબ જ પાપમય રીતે તૈયાર કરવામાં આવે છે, તેથી પાપભીરુ વ્યક્તિને જોઈએ કે તેઓ પાપમય સામગ્રીનો ઉપભોગ ન કરે અને જીવનને સાદગી સાથે વિતાવે. જીવનમાં જેટલી તડક-ભડક થશે એટલી વધુ હિંસા થશે અને જીવનમાં જેટલી સાદગી હશે એટલી હિંસા પણ ઓછી થશે. તેથી અહિંસાના આરાધકને જીવનમાં સાદગી લાવવી જોઈએ અને પોતાની આવશ્યકતાઓને ઓછી કરવી જોઈએ. જેટલી આવશ્યકતાઓ ઓછી હશે, જીવન એટલું જ અનારંભી અને અહિંસક બનશે. આવશ્યકતાઓને વધારવી હિંસાને વધારવી છે, તેથી સ્થૂલ જીવનની તૃષ્ણા તથા એનાથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષ વગેરે દોષોને ઓછા કરવાનો
હલ કરતા રહેવું જોઈએ. હિંસાના કારણે ચિત્તની કોમળતા ઘટે છે અને કઠોરતા વધે છે. સ્થૂલ જીવનની તૃષ્ણાના કારણે હિંસાને પીઠબળ મળે છે. તેથી ચિત્તમાં કોમળતાને વધારવા સહજ પ્રેમમય વૃત્તિ પેદા કરવી, જીવનને સાદું અને અંતર્મુખ બનાવવું વગેરે એવા ઉપાય છે જેમના દ્વારા વ્યક્તિ હિંસાના દોષથી બચી શકે છે. અસત્ય :
પાંચ મોટાં અવ્રતોમાંથી દ્વિતીય અવ્રત છે - જૂઠું બોલવું. જૂઠા(ખોટા)ની વ્યાખ્યા કરતાં તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે - .
માથાનકનૃતમ્' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૭, સૂત્ર-૯ અસત્ કથન કરવું જૂઠ છે. જો કે આ વ્યાખ્યામાં અસત્ કથનને અસત્ય કહેવામાં આવ્યું છે, છતાંય એનો ભાવ વ્યાપક છે. અસત્ કથનની જેમ અસત્ ચિંતન અને અસત્ આચરણ પણ અસત્યના અંતર્ગત આવી જાય છે. જેમ કે હિંસાની વ્યાખ્યામાં પ્રમત્ત યોગ'નો પ્રયોગ (અવિરતિ (અવ્રત) જ છે. જો
પ૧