________________
થયો છે એમ જ અહીં પણ આ વિશેષણ સમજી લેવું જોઈએ. તેથી પ્રમત્ત યોગથી જે અસતુ કથન કરવામાં આવે છે, તે અસત્ય છે.
જે વસ્તુ જે રૂપમાં નથી અથવા જે છે જ નહિ, એને સંતુ કહેવું કે અન્યથા રૂપથી કહેવું અસત્ય છે. સત્ય હોવા છતાંય જે વચન પરપીડાકારી છે, તે બોલવું પણ અસત્ય છે. આ રીતે અસત્ય ભાષણનાં બે રૂપ પ્રતિફલિત થાય છે - (૧) પદાર્થને અન્યથા રૂપમાં કહેવું અને (૨) સત્ય રૂપ હોવા છતાંય પરપીડાકારી વચન બોલવા. નીતિકાર કહે છે કે -
“સત્ય જૂથાત્ પ્રિયં વ્યા, ગૂંથાત્ સત્યપ્રિયમ્ ” એવાં જ વચન બોલવાં જોઈએ જે સત્ય હોય અને પ્રિય હોય. સત્ય હોવા છતાંય જે વચન અપ્રિય લાગતાં હોય એમને ન બોલવાં જોઈએ. આગમથી પણ આ જ વાતની પુષ્ટિ છે. ‘અચ'સાં કહ્યું છે -
“તદેવ [vi a[[ત્તિ, પંડમાં પંડાત્તિ વા | वाहियं वावि रोगित्ति, तेणं चोरति नो वए ॥"
- દશવૈકાલિક કાંણાને કાંણો કહેવો, નપુંસકને નપુંસક કહેવો, વ્યાધિગ્રસ્તને રોગી કહેવો, ચોરને ચોર કહેવો, સત્ય હોવા છતાંય અસત્ય છે, કારણ કે એનાથી બીજાના હૃદયને દુઃખ થાય છે.
શંકિત ભાષાના સમાન કઠોર ભાષા, સત્ય હોવા છતાંય લોકમાં પ્રાણીઓનો ઘાત કરનાર અર્થાત્ અત્યંત અનર્થકારી હોય છે. તેથી કટુ, સત્યનો પણ પ્રયોગ ન કરવો જોઈએ. “મનસ્મૃતિ'માં પણ કહ્યું છે -
"हीनांगानतिरिक्तान् विद्याहीनान् वयोऽधिकान् ।
रूप द्रव्यविहीनांश्च जातिहीनाश्च नाक्षिपेत् ॥" હીન અંગવાળાને કાંણો, લૂલો વગેરે, વધુ અંગવાળાને છ આંગળીવાળા વગેરે, અવિદ્વાનને મૂર્ખ, વધુ આયુવાળાને વૃદ્ધ - ડોસો વગેરે, રૂહીનને કુરૂપ, દ્રવ્યહીનને કંગાળ, હીન જાતિવાળાને નીચ વગેરે શબ્દોથી ન કહેવું જોઈએ. છતાં એ બાપા યથાર્થ છે, પરંતુ શબ્દોથી સાંભળનારનું હૃદય દુઃખે છે, તેથી એવું સત્ય સત્ય નથી. યોગ દર્શન’ના ભાષ્યમાં વેદ વ્યાસજીએ કહ્યું છે - ___“एषा सर्वभूतोपकारार्थ प्रवृत्ता न भूतोपघातायः यदि चैवमप्यभिधीयमाना ભૂતપધાતાય પરંવ યાત્, સત્ય મવેત્ ?'
અર્થાત્ વાક્યોનો પ્રયોગ આ રીતે કરવો જોઈએ, જેનાથી જીવોનું મંગલ (સારું) થાય, કોઈને પણ દુઃખ ન થાય. જે વાક્યના ઠીક ઉચ્ચારણથી પણ બીજાને દુઃખ થાય તે સત્ય નહિ પણ અસત્ય છે.
‘દશવૈકાલિક સૂત્ર'ના ચોથા અધ્યયનની ટીકામાં મૃષાવાદ (જૂઠ) ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે - સદ્ભાવ પ્રતિષેધ, અસદ્દભાવોભાવન, અર્થાત્તર અને ગહાં. (પકર)))))))))) ))( જિણધમો)