________________
કેટલું યથાર્થ અને માર્મિક ચિત્રણ છે આ અસત્યનું. અસત્ય અસ્વાભાવિક, અવાસ્તવિક અને કૃત્રિમ વસ્તુ છે. મનુષ્યને અસત્ય એ જ રીતે શીખવું પડે છે જેમ કે ઠગ કે ચોર કોઈને પોતાનો ગુરુ બનાવીને એનાથી શનૈઃ શનૈઃ ચોરી અને ઠગાઈની કળા શીખે છે. શીખતાં પહેલાં મનુષ્યમાં એ દુર્ગુણ નથી હોતા, એ જ રીતે મનુષ્યના સ્વચ્છ હૃદયમાં અસત્ય પણ નથી હોતું, અસત્ય શીખવું પડે છે. મહાભારત'ના શાંતિપર્વમાં કહ્યું છે -
“નાસ્તિ સત્યા-રો થઈ:, નાનૃતાત્ પાતૐ પરમ્ |
स्थितिहिं सत्यधर्मस्य, तस्मात्सत्यं न लोपयेत् ।" સત્યના સમાન ધર્મ નથી અને અસત્યના સમાન કોઈ પાપ સત્યના આશ્રયથી ધર્મ ટકે છે, તેથી સત્યનો લોપ કદી ન કરવો જોઈએ.
સત્ય અને અસત્યની વિશેષ વ્યાખ્યા વ્રત પ્રકરણમાં કરવામાં આવશે. અહીં એટલું સમજી લેવું જોઈએ કે અસત્ય ભાષણ બીજા અવ્રતનું દ્વાર છે. એનાથી બચવું જોઈએ. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં એકરૂપતા રાખવી જોઈએ. પ્રમાદથી વશીભૂત થઈને દુર્ભાવથી ન તો અપ્રિય વિચારવું જોઈએ, ન અપ્રિય બોલવું જોઈએ અને ન અપ્રિય આચરણ કરવું જોઈએ. અદત્તાદાન (ચોરી) :
અવ્રતનું ત્રીજું દ્વાર અદત્તાદાન કે ચોરી છે. આની પરિભાષા કરતાં “તત્ત્વાર્થ સૂત્ર'માં કહ્યું છે -
સત્તાવાનસ્ તેયમ્' - તત્ત્વાર્થ, અધ્ય-૭, સૂત્ર-૧૦ આપ્યા વગર લેવું તેય (ચોરી) છે. જે વસ્તુ પર કોઈ બીજાનું સ્વામિત્વ હોય, ભલે તે વસ્તુ તૃણવત્ મૂલ્ય રહિત હોય, એના સ્વામીની આજ્ઞા વગર ચૌર્ય-બુદ્ધિથી ગ્રહણ કરવું ચોરી છે.
મન, વચન, કાયા દ્વારા બીજાના હકોનું સ્વયં હરણ કરવું, બીજાથી હરણ કરાવવું કે એનું અનુમોદન કરવું ચોરી છે. જેના પર પોતાનો વાસ્તવિક રીતથી અધિકાર નથી, એના પર એના સ્વામીની આજ્ઞા વગર અધિકાર કરવાને, એને પોતાના કામમાં લેવા અને એનાથી લાભ ઉઠાવવાને ચોરી કહે છે.
મનમાં બીજાના હકો હરણ કરવાનો સંકલ્પ-વિકલ્પ કરવો માનસિક ચોરી છે. વચન દ્વારા બીજાના હકોનું હરણ કરવું કે બીજાની વાણીને છુપાવવી વાચિક ચોરી છે. આમ, જે કાર્યોને કરવાથી બીજાના હકોને આઘાત પહોંચાડે છે, બીજાના હકોને જે કાર્યો દ્વારા અપહરણ કરવામાં આવે છે કે બીજા પોતાના હકોથી વંચિત રહે છે, એ બધાં કાર્યોની ગણના કાયિક ચોરીમાં છે. (પ૬૪) જે છે તે છે કે જે જિણધમો)