________________
‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર’માં અબ્રહ્મને ચતુર્થ - અધર્મ દ્વાર બતાવતાં કહ્યું છે કે -
“હે જંબૂ ! ચોથું અધર્મ દ્વાર અબ્રહ્મચર્ય છે. દેવ, અસુર, મનુષ્ય વગેરે આ અબ્રહ્મરૂપી કાદવમાં ફસાયેલા છે. આ કાદવની જેમ ફસાવનાર, લીલની જેમ લપસાવનાર અને જાળની જેમ બાંધનારા છે. આ વેદોદયનું કારણ છે. તપ, સંયમ અને બ્રહ્મચર્ય માટે વિઘ્નરૂપ છે અર્થાત્ આને નષ્ટ કરનાર છે. આ વિષય-કષાય વગેરે પ્રમાદોનું મૂળ છે. આ કાયર તથા કાપુરુષો દ્વારા સેવિત છે, સજ્જનો દ્વારા નિંદિત છે. આ ત્રિલોકમાં અપ્રતિષ્ઠિત તથા જરા-મૃત્યુ-રોગ-શોકની વૃદ્ધિ કરનાર છે. વધ, બંધન અને આઘાતનો હેતુ છે, દર્શન તથા ચારિત્ર મોહનીય કર્મનું કારણ છે, ચિરકાળથી સંસારી પ્રાણી આના અભ્યસ્ત છે, તેથી આનો અંત કરવો મુશ્કેલ છે. મોટી-મોટી ઋદ્ધિવાળા ચક્રવર્તી તથા માંડલિક રાજાઓની પણ આનાથી અતૃપ્તિ રહી છે.
મૈથુન સંજ્ઞામાં આસક્ત અને બ્રહ્મચર્યના મહત્ત્વને ન સમજનારાઓ અજ્ઞાની લોકો પરસ્પર એકબીજાનો ઘાત કરે છે. વિષ આપીને મારી નાખે છે. જો પરદારા થઈ તો એ સ્ત્રીનો પતિ જાર-પતિનો ઘાત કરે છે. આમ, અબ્રહ્મચર્ય મૃત્યુનું કારણ છે. અબ્રહ્મચર્યથી ધન અને સ્વજનનો નાશ થાય છે. મોહાસક્ત પુરુષ અને પશુ સ્ત્રી-મોહમાં પડીને પરસ્પર લડીને મરી જાય છે અને પોતાના સંતાન સુધીનો ઘાત કરી નાખે છે. અબ્રહ્મચર્યના કારણે મિત્રોમાં વેરભાવ ઉત્પન્ન થાય છે. અબ્રહ્મના કારણે ચારિત્રરૂપી મૂળગુણનું ભેદન થઈ જાય છે, એના કારણે દુનિયામાં અપયશ અને અકીર્તિ પ્રાપ્ત થાય છે. એના કારણે શરીર રોગી બની જાય છે અને તરત જ મૃત્યુના મુખમાં પડવું પડે છે. પરસ્ત્રીગમનના કારણે કેટલાય જીવો બંધનમાં પડી જાય છે અને માર્યા જાય છે. અબ્રહ્મચર્યના કારણે મોટા-મોટા સંગ્રામ સ્ત્રીઓના નિમિત્તથી લડાયા છે.
આ અબ્રહ્મ આ લોકમાં બંધનકારી અને પરલોકમાં અનિષ્ટકારી છે. આ મહામોહ રૂપ અંધકારનું સ્થાન છે. આ ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરાવનાર મોહનીય કર્મના વર્ધક છે. આ મહાભયનું સ્થાન છે અને દારુણ-કર્કશ અને ચીકણાં કર્મોને બાંધનારા છે.” ‘ગીતા’માં અબ્રહ્મચર્યના વિષયમાં કહ્યું છે -
नाशनमात्मनः ।
ત્રિવિધ नरकस्येदं, द्वारं कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ॥”
-
ગીતા, અધ્યાય-૧૬
કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકનાં દ્વાર છે. એ આત્માનું અકલ્યાણ કરનાર છે, તેથી આ ત્રણેયને ત્યાગી દેવા જોઈએ. ‘ગીતા'માં પણ કહ્યું છે -
‘મનુષ્યને પાપના રસ્તે લઈ જનારાઓ તથા રજોગુણથી ઉત્પન્ન થનારાઓ કામ અને ક્રોધ છે. એ મહાપાપનાં કારણ અને વેરીરૂપ છે. જેમ આગ ધુમાડાથી ઢંકાઈ રહે છે, કાચ મેલથી મલિન દેખાય છે, ગર્ભસ્થ બાળક આવરણ (ઝિલ્લી)થી ઢંકાયેલો છે, એમ જ આખો
૫૧
અવિરતિ (અવ્રત)