________________
ઉક્ત આગમ-સંમત પરિભાષા અનુસાર પરિગ્રહનો માર્ગ બહુ જ વિશાળ, વ્યાપક અને ઉદાર બની જાય છે. જેમની પાસે ધન-ધાન્ય, સોનું-ચાંદી, હાટ-હવેલીઓ નથી, જે અકિંચનું છે, ભિખારી છે; પરંતુ જેની મૂચ્છ એમના પર પડેલી છે, જે આને મેળવવા માટે લાલાયિત છે, તે પોતાની પાસે કંઈ ન હોવા છતાંય પરિગ્રહી છે. એનાથી વિપરીત જેની પાસે બધુંય છે - વિશાળ સમૃદ્ધિ છે, રાજ્ય છે, સત્તા છે, વૈભવ છે; પરંતુ જે આસક્તિ રહિત છે - મૂચ્છ રહિત છે તે એની અપેક્ષા અપરિગ્રહી છે. આ અનાસક્ત સ્થિતિને સમજવા માટે શીશમહેલમાં કેવલ્ય પ્રાપ્ત ભરત ચક્રવર્તીનું ઉદાહરણ સામે રાખવામાં આવે છે. વૈદિક શ્રુતિઓ અનુસાર વિદહ રાજા જનક આ અનાસક્ત યોગનું ઉદાહરણ છે.
સર્વથા પરિગ્રહનો ત્યાગ કરીને અપરિગ્રહી બનેલા નિગ્રંથ મુનિરાજ પણ વસ્ત્ર, પાત્ર, કામળો, રજોહરણ વગેરે બાહ્ય ઉપકરણ રાખે છે, પરંતુ આ ઉપકરણોના કારણે એમને પરિગ્રહી નથી કહેવામાં આવતા, કારણ કે એમને એ વસ્તુઓ પર મમત્વ કે મૂર નથી થતી. અહીં સુધી કે એમને પોતાના શરીર પર પણ મૂર્છા નથી થતી આવતી). તેથી મૂચ્છના અભાવમાં ઉપકરણોને રાખવા છતાંય તેઓ પરિગ્રહી નથી, પણ અપરિગ્રહી છે. જેમ કે દશવૈકાલિક સૂત્ર'માં વીતરાગ પરમાત્માનાં વચનોને ઉધૂત કરતાં કહ્યું છે -
जंपि वत्थं व पायं वा, कम्बलं पाय-पुंछणं । तंपि संजम-लज्जट्ठा, धारन्ति परिहरन्ति य ॥ न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ।
मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ નિગ્રંથ મુનિરાજ જે વસ્ત્ર-પાત્ર-કામળો-રજોહરણ વગેરે ધારણ કરે છે તે સંયમ અને લજ્જાનું નિમિત્ત ધારણ કરે છે. તેથી તે પરિગ્રહની શ્રેણીમાં નથી આવતા. જ્ઞાતપુત્ર મહાવીરે એને પરિગ્રહ નથી બતાવ્યો. એ મહર્ષિ મહાવીરે મૂચ્છને પરિગ્રહ કહ્યો છે. મૂચ્છ અને ઇચ્છા
પરિગ્રહનાં બે રૂપ છે - પ્રાપ્ત વસ્તુઓ પર મમત્વ ભાવ રાખવો મૂચ્છ છે અને અપ્રાપ્ત વસ્તુઓની આકાંક્ષા કરવી ઇચ્છા છે. મનની ચંચળતા અને ઇન્દ્રિયોની સ્વચ્છંદતાથી ઇચ્છાનો જન્મ થાય છે. ઇચ્છાની સાથે જ મૂચ્છનો પણ જન્મ થાય છે. ઇચ્છા અને મૂચ્છનો અવિનાભાવ સંબંધ છે. જેમ જ્યાં ધુમાડો છે, ત્યાં આગ પણ છે, એવી જ રીતે જ્યાં (મોહજન્ય) ઇચ્છા છે, ત્યાં મૂચ્છ છે, અને જ્યાં મૂચ્છ છે, ત્યાં ઇચ્છા તો છે જ.
જેમ એક તરંગ બીજા તરંગને જન્મ આપે છે અને એ ઘટના સરોવરના એક કિનારાથી બીજા કિનારા સુધી ચાલતી રહે છે, એ જ રીતે એક ઇચ્છા બીજી ઈચ્છાને જન્મ આપે છે. બીજી ઇચ્છા ત્રીજી ઇચ્છાને પેદા કરે છે. આમ ઇચ્છાઓનું ચક્ર, ઇચ્છાઓની પરંપરા ઘણા સમય સુધી ચાલતી રહે છે - અને એનો ક્યાંય અંત પરિલક્ષિત નથી થતો. માટે “આગમ'માં કહ્યું છે - (અવિરતિ (અવૃત)
છે. આ પ૦૫)