________________
સ્થાન આપવામાં આવ્યું છે તથા એના ત્યાગને પણ અહિંસાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. પ્રાણ વ્યપરોપણ સ્થૂલ હિંસા છે અને પ્રમત્ત યોગ ભાવ હિંસા છે - સૂક્ષ્મ હિંસા છે. સ્થૂલ હિંસાની નિવૃત્તિ કરતાં-કરતાં ભાવ હિંસા કે સૂક્ષ્મ હિંસાથી નિવૃત્તિની શ્રેણીમાં પહોંચી શકાય છે. તેથી ‘પ્રમત્ત યોગ’ પ્રાણ વ્યપરોપણ હિંસા આ કથન યથાર્થ જ છે. હિંસાની પરિભાષામાં ‘પ્રમત્ત યોગ’ કહેવામાં આવ્યો છે. ‘પ્રમત્ત યોગ શું છે,' આ પણ સમજી લેવું જરૂરી છે.
'प्रमोदो ज्ञान संशय विपर्ययरागद्वेष स्मृति-भ्रंश योग-दुष्प्रणिधान धर्मानादर भेदादष्ट विधः ' ધર્મસંગ્રહ, અધિ.-૩ અર્થાત્ - અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ-દ્વેષ, સ્મૃતિ-ભ્રંશ, યોગ દુષ્પ્રણિધાન અને ધર્મના અનાદરના ભેદથી પ્રમાદ આઠ પ્રકારના છે.
ઉક્ત આઠ પ્રકારના પ્રમાદના કારણે જે પ્રાણ વ્યપરોપણ થાય છે, તે હિંસા છે. પ્રાણ વ્યપરોપણનો અર્થ છે પ્રાણોનો વિનાશ કરવો. પ્રાણ દસ છે, યથા -
पंचेन्द्रियाणि त्रिविधं बलंच, उच्छ्वास निश्वास मथान्यदायुः । प्राणा दशैते भगवद्भिरुक्ताः तेषां वियोजीकरणं तु हिंसा ॥
પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા રૂપી ત્રણ બળ, ઉચ્છ્વાસ, નિઃશ્વાસ અને આયુ - એ દસ પ્રાણ કહેવામાં આવ્યા છે, એમનો નાશ કરવો હિંસા છે. ઉપર બતાવેલા આઠ પ્રકારના પ્રમાદથી કોઈપણ પ્રકારના પ્રમાદવાળા યોગથી ઉક્ત દસ પ્રાણોમાંથી કોઈપણ પ્રાણનો વિનાશ કરવો હિંસા છે. અગર કોઈ કોઈના મનને પીડિત કરે છે તો તે પણ હિંસા છે, કોઈ કોઈના વચનનો વધ કરે છે તો તે પણ હિંસા છે. વિચારો પર કે ભાષણ પર બલાત રોક લગાવવી મન અને વચનનો વધ છે. માત્ર કોઈના શ્વાસોચ્છ્વાસને રોકી દેવો એ જ હિંસા નથી પરંતુ પાંચ જ્ઞાનેન્દ્રિયો, ત્રણ યોગ, શ્વાસોચ્છ્વાસ અને આયુ જે જીવને જન્મ લેતા જ પ્રાપ્ત થાય છે, એમને બલાત્ નિયંત્રિત કરી લેવો, દુષ્ટાશયથી એમની પ્રવૃત્તિ સ્વતંત્ર રૂપથી ન થવા દેવી - હિંસા છે. શુભ ભાવનાથી બાળક વગેરે અબોધ વ્યક્તિઓ પર અનુશાસનાત્મક નિયંત્રણ કરવું હિંસા નથી, પરંતુ દુષ્ટ આશયથી બલાત્ નિયંત્રણ કરવું હિંસા છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થાય છે કે હિંસાના બે-ભેદ છે - દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. કોઈને કષ્ટ આપવું કે મારી નાખવું દ્રવ્ય હિંસા છે. બીજાને કષ્ટ પહોંચાડવા કે મારી નાખવાના ભાવ મનમાં લાવવા ભાવ હિંસા છે. લૌકિક દૃષ્ટિથી સાર્વજનિક શાંતિ માટે સાધારણતઃ દ્રવ્ય હિંસાને રોકવી આવશ્યક સમજવામાં આવે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ રાખવા છતાંય જ્યાં સુધી એમને કાર્યરૂપમાં પરિણત નથી કરતા ત્યાં સુધી એ ભાવોથી વિશેષ લૌકિક હાનિ નથી માનવામાં આવતી અને ન એને અપરાધી જ માનવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં ભાવોની પ્રધાનતા છે. તેથી કહ્યું છે -
૫૦
જિણધમ્મો