________________
આનું સમાધાન એ છે કે હિંસા-અહિંસાની સદોષતા કે નિર્દોષતાનો આધાર પ્રાણવ્યપરોપણ રૂપ બાહ્ય ક્રિયા નથી, પણ એની સાથે જોડાયેલી ભાવના છે. અનેક એવા પ્રસંગ થાય છે કે જેમાં પ્રાણ-વધની ભાવના ન હોવા છતાંય પ્રાણોનું વ્યપરોપણ થઈ જાય છે. જેમ કે કોઈ ચિકિત્સક શુદ્ધ ભાવથી રોગીની શલ્ય ચિકિત્સા કરે છે અને રોગીને આરામ પહોંચાડવાની ભાવનાથી એના પર શલ્ય-ક્રિયા કરે છે, એનાથી રોગીને પીડા પહોંચે છે અને કેટલીયે વાર રોગી જીવ પણ છોડી દે છે. અહીં રોગીના પ્રાણોનો વ્યપરોપણ તો થયો, પરંતુ એના માટે શુભાશયવાળા ચિકિત્સકને હિંસાનો દોષી નથી માની શકાતો. કારણ કે એનો આશય રોગીને મારવાનો નહિ, પણ આરામ પહોંચાડવાનો હોય છે. જો પ્રાણ-વ્યપરોપણ માત્રથી હિંસા માનવામાં આવે તો એ શુભાશય ચિકિત્સકને પણ હિંસાનો ભાગી માનવો પડશે, પરંતુ એ સંગત નથી. આ અસંગતિને દૂર કરવા માટે ‘પ્રમત્ત યોગ' અંશ પરિભાષામાં જોડવામાં આવ્યો છે.
કેટલીક વાર પ્રાણવધની ભાવના ન હોવા છતાંય અજાણતા કે ભૂલથી કોઈ પ્રાણીના પ્રાણોનો નાશ થઈ જાય છે. જેમ કે જોઈને સાવધાનીપૂર્વક ચાલતાં પણ પગના નીચે દબાઈને કીડીઓના પ્રાણોનો વ્યપરોપણ થઈ જાય છે.
ત્યારે આને હિંસાની સદોષ કોટિ(શ્રેણી)માં માનવો કે નહિ, એ પ્રશ્ન થાય છે. આનું સમાધાન પણ આપણને આ ‘પ્રમત્ત યોગ' અંશથી મળે છે. છતાં સાવધાનીપૂર્વક ચાલતાં કીડીના પ્રાણોનો વ્યપરોપણ થયો છે, પરંતુ અહીં પ્રમત્ત યોગ ન હોવાથી એને હિંસાની સદોષ કોટિમાં નથી રાખવામાં આવતો.
એક પ્રશ્ન એ પણ થાય છે કે અહિંસાના માનનારા પણ જીવન-ધારણ કરે છે અને જીવન-ધારણ કરવામાં ક્યાંક ને ક્યાંક હિંસા અવશ્ય થાય છે. એવી સ્થિતિમાં અહિંસાનું પાલન વ્યવહાર્ય કેવી રીતે થઈ શકે છે ? આખો સંસાર જીવોથી વ્યાપ્ત છે - જળમાં વિષ્ણુ છે, સ્થળ(જમીન)માં વિષ્ણુ છે, વાયુમાં વિષ્ણુ છે, અગ્નિમાં વિષ્ણુ છે - આખું જગત વિષ્ણુમય છે, તો એમની અહિંસા કઈ રીતે પાળી શકાય છે ? કહ્યું છે -
નને વિષ્ણુ: સ્થને વિષ્ણુ:, વિષ્ણુ: પર્વતમસ્તજે । ज्वालमालाकुले विष्णुर्:, विष्णुः सर्व जगन्मयः ॥
- વિષ્ણુપુરાણ
ઉક્ત પ્રશ્નનું સમાધાન પણ આ ‘પ્રમત્ત યોગ' અંશ દ્વારા આપવામાં આવ્યું છે. આનું તાત્પર્ય એ છે કે પ્રમાદપૂર્વક અસાવધાનીથી રાગ-દ્વેષયુક્ત થઈને જે પ્રાણ-વ્યપરોપણ થાય છે તે હિંસા છે. જેમાં પ્રમત્ત યોગ નથી, તે પ્રાણવધ હિંસાની સદોષ કોટિ(શ્રેણી)માં નથી આવતો. તે માત્ર દ્રવ્ય હિંસા છે - ભાવ હિંસા નથી. શાસ્ત્રકારે આ વાતને વધુ સ્પષ્ટ કરતાં લખ્યું છે -
જિણધમ્મો
૫૫૮