________________
'इमस्स चेव जीवियस्स परिवंदण-माणण-पूयणाए, जाइ-मरण, मोयणाए, दुक्ख पडिग्घाय हेउं ।'
- આચારાંગ, પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશક પોતાના જીવન માટે (આને ચિરકાળ સુધી ટકાવવા માટે) યશની પ્રાપ્તિ માટે, માનપૂજા-સત્કાર મેળવવા માટે, જન્મ પ્રસંગ અને મરણ પ્રસંગ માટે, મુક્તિ માટે, જન્મ-મરણથી છૂટવા માટે તથા દુઃખોને દૂર કરવા માટે પ્રાણી હિંસક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરે છે.
સૂત્રકારે હિંસક પ્રવૃત્તિઓનાં મૂળ કારણોની મોટી કુશળતા સાથે સંકલન કર્યું છે. પ્રાણીઓમાં જોવા મળતી સહજ મનોવૃત્તિઓનું મનોવૈજ્ઞાનિક ઢંગથી અધ્યયન કરવાથી પણ એ જ પ્રમાણિત થાય છે કે ઉક્ત કારણોમાંથી કોઈપણ કારણવશ પ્રાણી સાવદ્ય ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. આ કારણોમાં બધા આસ્રવનાં કારણોનો સમાવેશ થઈ જાય છે.
સૂત્રકારે સર્વપ્રથમ પ્રતિપાદિત કર્યું છે કે – “પોતાના નશ્વર જીવનને લાંબા કાળ સુધી ટકાવી રાખવાની ભાવનાથી પ્રાણી જીવોની હિંસામાં પ્રવૃત્ત થાય છે. હું નીરોગ રહીને ચિરકાળ સુધી જીવીશ અને સાંસારિક સુખ ભોગવીશ.” આ અભિલાષાથી તે શરીરને પુષ્ટ બનાવવા માટે પ્રાણીઓનું માંસભક્ષણ કરવું વગેરે પાપમય ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. અલ્પસુખ માટે, મિથ્યા માન-પ્રતિષ્ઠાના લોભથી, મિથ્યા અહંકારથી, મહારંભ અને મહાપરિગ્રહ દ્વારા તે અશુભ કર્મોને ગ્રહણ કરે છે. જળબિંદુના ચંચળ જીવનને ટકાવી રાખવાની અસંભવ તથા નિર્મૂળ ભાવનાથી પ્રાણી પીડન વગેરે હિંસક ક્રિયાઓમાં પ્રાણીઓની પ્રવૃત્તિ જોવા મળે છે.
પ્રશંસાના પ્રલોભનમાં પડીને પણ જીવોની હિંસામાં પ્રવૃત્તિ થઈ જાય છે, જેમ મયૂર (મોર) વગેરેના માંસ-ભક્ષણથી હું તેજસ્વી દેવકુમારના સમાન બનીશ અને દુનિયા મારી પ્રશંસા કરશે, આ પ્રલોભનથી પણ હિંસા કરવામાં આવે છે.
માન-સત્કાર માટે પણ હિંસામાં પ્રવૃત્તિ થાય છે - જેમ કે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે, સન્માન મેળવવા માટે, મનુષ્ય ધનોપાર્જન કરે છે અને એમાં અનેક હિંસક સાધનોનો પ્રયોગ કરે છે. દ્રવ્ય, વસ્ત્ર, ખાન-પાન, સત્કાર, પ્રણામ અને સેવા વગેરે દ્વારા જનતા પૂજા કરે, આ હેતુથી પણ સાવધ અનુષ્ઠાન પ્રવૃત્તિ કરવામાં આવે છે.
જન્મ-મરણથી મુક્ત થવા માટે પણ પ્રાણી વિવેકને ભૂલીને, પંચાગ્નિ તપ કરવું, તીર્થ, સ્નાન વગેરે કરવું, વગેરે સાવધ પ્રવૃત્તિ છે. પોતાના અતિવિશ્વમના કારણે વાસ્તવિક ધર્મના રહસ્યને ન સમજતો પ્રાણી ધર્મના નામ પર હિંસા કરે છે અને એ હિંસાને કલ્યાણકારી સમજે છે. પરંતુ સૂત્રકાર સ્પષ્ટ ફરમાવે છે કે - “ધર્મના નામ પર કરવામાં આવેલી હિંસા પણ હિંસા જ છે, તે ક્યારેય ક્ષમ્ય ન હોઈ શકે. હિંસા ચાહે ધર્મના, ગુરુના કે કોઈ પણ નિમિત્તથી થતી હોય, હિંસા જ છે.”
"पुष्प पांखुड़ी जिहां कुमलाय, तहाँ जिनवर की आज्ञा नाय ।" (૫૫૬) DOOOOOOOOOOX જિણધમો)