________________
એમ ચતુર્થ ગુણસ્થાન સુધી પ્રત્યેક પાપમય સાવઘ પ્રવૃત્તિ અવ્રત કે અવિરતિના અંતર્ગત આવે છે, અગ્રિમ ગુણસ્થાનોમાં યથાયોગ્ય યથાસ્થાન થનારી પાપમય પ્રવૃત્તિ પરિગ્રહ વગેરે ક્રિયાઓના અંતર્ગત આવે છે. છતાં મુખ્યતાને લઈને ચતુર્થ ગુણસ્થાન સુધીની આત્માઓ માટે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહને વિશેષ રૂપથી અવ્રત માનવામાં આવ્યાં છે. જો બીજી સંક્ષેપ દૃષ્ટિને અપનાવવામાં આવે તો કહી શકાય છે કે હિંસા બધાં પાપોની જનની હોવાથી સર્વાધિક પ્રમુખ અવ્રત છે. જે હિંસાથી વિરત નથી, તે અન્ય દોષોથી પણ વિરત નથી થઈ શકતી. જે હિંસાથી, દેશથી કે સર્વથી વિરત થઈ જાય છે, તે સ્વયમેવ અન્ય સર્વ અવ્રતોથી વિરત થઈ જાય છે. તેથી હિંસા બધાં અવ્રતોમાં પ્રધાન અવ્રત છે. તેથી પ્રાણાતિપાત(હિંસા)ને સર્વપ્રથમ અવ્રત કહેવામાં આવ્યું છે.
પ્રાણાતિપાત (હિંસા) :
જેમ મિથ્યાત્વ આત્માના જ્ઞાનગુણનો વિઘાતક છે - એમ પ્રાણાતિપાત અર્થાત્ હિંસા ચારિત્રિક ગુણની પ્રમુખ વિઘાતક શક્તિ છે. તેથી ચારિત્રગુણની ઘાત કરનાર દોષોમાં સૌથી પ્રમુખ દોષ હિંસા છે. હિંસા સૌથી મોટો દોષ છે, તેથી હિંસાથી નિવૃત્તિ રૂપ અહિંસા સૌથી મોટો ધર્મ છે. જૈન સિદ્ધાંતની આધારશિલા અહિંસા છે. જૈન પ્રવચન અહિંસામય છે. તીર્થંકર દેવોએ અહિંસાને શાશ્વત, શુદ્ધ, નિત્ય અને સનાતન ધર્મ કહ્યો છે. તેથી સમસ્ત જૈન સાધનાનો સાર અહિંસાના પાલનમાં છે. જૈન સાધક અહિંસાનું પાલન કરવા હેતુ બધા પ્રકારના પ્રાણાતિપાત રૂપ હિંસાથી નિવૃત્ત થવાનો પ્રયાસ કરે છે. જેમ-જેમ હિંસાથી નિવૃત્તિ થતી જાય છે તેમ-તેમ અહિંસાની સાધના થાય છે. અને જેટલા-જેટલા અંશોમાં અહિંસાની સાધના થાય છે એટલા-એટલા અંશોમાં આત્માના ચારિત્રગુણનો વિકાસ થાય છે. તાત્પર્ય એ છે કે અહિંસાની પરિપૂર્ણ સાધના ચારિત્રની પરિપૂર્ણ સાધના છે અને એની તરતમતા રૂપ શ્રેણીઓ ચારિત્રની તરતમતાને પ્રગટ કરનાર હોય છે. તેથી અહિંસા પરમ ધર્મ છે અને હિંસા પરમ પાપ છે. ‘આચારાંગ સૂત્ર’માં ફરમાવ્યું છે
“एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । जस्सेते लोगंसि कम्मसमारंभा परिण्णाया भदंति से हुमणी परिण्णाय कम्मे त्ति बेमि ।" આચારાંગ અં-૧, ઉદ્દેશક-૧
સંપૂર્ણ લોકમાં કર્મ સમારંભો(હિંસા)ને જાણીને એમનો પરિત્યાગ કરવો જોઈએ. જે વ્યક્તિ આ કર્મ સમારંભોને જાણીને છોડે છે એ જ પરિજ્ઞાતકર્મા (વિવેકી) મુનિ છે.
ઉક્ત આગમ-વાક્યમાં કર્મ સમારંભોને અર્થાત્ હિંસાને કર્મબંધનનું પ્રમુખ કારણ બતાવવામાં આવ્યું છે, તથા આ કર્મ સમારંભોથી બચવા માટે ઉપદેશ આપવામાં આવ્યો છે. હિંસાનાં કારણો :
આગમકારે ખૂબ જ સ્પષ્ટતા સાથે એ પણ પ્રતિપાદિત કર્યું છે કે “પ્રાણી કેમ આ હિંસક કર્મ સમારંભોમાં પ્રવૃત્તિ કરે છે.” આગમકાર કહે છે
અવિરતિ (અવ્રત)
-
૫૫૫