________________
વ્રત અનવરત રૂપથી ચાલતા રહેશે તો પારણા ક્યારે થશે? અને અનવરત વ્રતની સ્થિતિમાં એની સમાપ્તિ ક્યારે પણ નહિ થાય. અપરિચ્છેદ રૂપ ત્રીજા પક્ષમાં અનિયત કાળમાં પારણાનો પ્રસંગ પ્રાપ્ત થશે. જો એક ઘડીની પ્રતીક્ષા કરીને પારણા કરવામાં આવે તો બે-ત્રણ-ચાર ઘડી સુધી પ્રતીક્ષા કેમ ન કરવામાં આવે ? જો સંપૂર્ણ અનાગતને માટે પ્રત્યાખ્યાન હોય તો દ્વિતીય વિકલ્પમાં બતાવેલ બધા દોષ પ્રાપ્ત થશે. તેથી પ્રત્યાખ્યાનમાં “જાવજીવાએ વગેરે સાવધિક શબ્દોનું હોવું આવશ્યક છે.
સાવધિક પ્રત્યાખ્યાનમાં જે આશંસાનો દોષ બતાવ્યો છે તે સર્વથા અસંગત છે. કારણ કોઈપણ પ્રત્યાખ્યાન કરનાર મર્યા પછી દેવલોકમાં ભોગ ભોગવીશ' એ આશયથી પ્રત્યાખ્યાન કરતા નથી. પરંતુ તેમનો આશય એ હોય છે કે દેવલોકમાં ઉત્પન્ન થનારી સ્થિતિમાં તેમના વ્રતનો ભંગ ન થાય. આ શુભ અધ્યવસાયથી તે પ્રત્યાખ્યાન કરે છે. આમાં આશંસા લેશ માત્ર પણ હોતો નથી તથા પ્રત્યાખ્યાનનો ઉદ્દેશ આત્મશુદ્ધિ થાય છે.
જો એમ કહેવાય કે તે મરીને મુક્ત થશે તો વ્રતભંગનો ડર કેમ? આ કથન અયુકત છે, કારણ કે વર્તમાનમાં ભરત ક્ષેત્રથી મુક્તિ સંભવ નથી. મહાવિદેહ વગેરેથી જે મુક્ત થનાર છે, તેની દૃષ્ટિથી તો મુક્ત થયાના પશ્ચાત્ વ્રતોની કોઈ ઉપયોગિતા જ રહેતી નથી, કારણ કે તે કૃતકૃત્ય છે.
જે થોડાં પણ શાસ્ત્રોનો બોધ રાખે છે, તે જાણે છે કે વર્તમાનમાં ભરત ક્ષેત્રથી સંયતી મરીને દેવલોકમાં જાય છે. આવું જાણવા છતાં પણ તે પરિમાણ રહિત પ્રત્યાખ્યાન કરે છે તો તે સાક્ષાત્ મૃષાવાદી છે. જે વિરતિ પરિમાણવાળું પ્રત્યાખ્યાન કરે છે તે પૂર્વ પક્ષની માન્યતાનુસાર જીવનપર્યત માટે હોય છે અથવા મરણોપરાન્ત પણ હોય છે ? જો મરણોપરાત પણ હોય તો દેવલોકમાં ઉત્પન્ન થવાથી વ્રતભંગ થશે. જો જીવનપર્યત માટે છે તો મોંથી બોલવામાં શો અપરાધ છે? ભાવ અને વચન અન્યથા હોય તો એ સ્પષ્ટ માયા છે. કોઈ વ્યક્તિએ મનથી તિવિહાર પ્રત્યાખ્યાન કરવાનું વિચાર્યું, પરંતુ વચન દ્વારા ચોવિહાર પચ્ચકખામિ’ બોલ્યું, તો શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે કે તેને તિવિહારનું જ પ્રત્યાખ્યાન થશે. કારણ કે મનોગત ભાવ પ્રમાણ હોય છે. શબ્દ તો છલના રૂપ પણ હોઈ શકે છે. તેથી મનમાં થાવજીવન માટે પ્રત્યાખ્યાનની ભાવના છે, તો વચનથી પણ તેનું ઉચ્ચારણ કરવું જોઈએ. તેથી પ્રત્યાખ્યાન કરતા સમયે સાર્વધિક પ્રત્યાખ્યાન કરવું જોઈએ.
સપ્તમ નિન્દવ ગોષ્ઠામાહિલની ઉક્ત બંને માન્યતાઓ શાસ્ત્ર-વિપરીત હોવાથી અમાન્ય છે. મત્સર ભાવથી પ્રેરિત થઈને ગોષ્ઠામાહિલે શાસ્ત્ર-વિપરીત પ્રરૂપણ કરીને અનંત સંસારની વૃદ્ધિ કરી.
મિથ્યાત્વ અને મિથ્યા પ્રરૂપણાનાં કટુક પરિણામોને ઉપરનાં પૃષ્ઠોમાં બતાવ્યાં છે. કમટ્સવનું મુખ્ય કારણ હોવાથી તેનાથી પ્રયત્નપૂર્વક બચતા રહેવું જોઈએ.
આ રીતે કર્માસવના મુખ્ય કારણ મિથ્યાત્વનું નિરૂપણ થયું.
( સપ્ત નિન્દવ 00 0.00 000 0.00 000 ૫૩)