________________
કોઈ સમયે આચાર્ય દુર્બલિકા પુષ્પમિત્ર “કર્મ-પ્રવાદ' નામના અષ્ટમ પૂર્વનું વ્યાખ્યાન કરતા હતા. વ્યાખ્યાનમાં તેમણે જીવ પ્રદેશની સાથે કર્મોનું બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત સૂચીકલાયની સમાન બંધનું પ્રતિપાદન કર્યું. વિનધ્યથી આ સાંભળી ગોષ્ઠામાહિલ કહેવા લાગ્યા કે - “આ પ્રરૂપણા મિથ્યા છે. સર્પ કંચુકીવતુ બંધ હોય છે.” આ પ્રકાર મિથ્યા પ્રરૂપણાના કારણે તે નિcવ થયા. આલોચના-પ્રતિક્રમણ કર્યા વગર આજ્ઞાના વિરાધક થયા. સર્પ કંચુકીવતુ બંધ થવાના સિદ્ધાંતની સમીક્ષા પણ કરી લીધી.
પૂર્વ પક્ષ : (૧) કર્મોના આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીર ન્યાયવતુ અથવા વન્તિ તપ્ત અયોગોલકની જેમ બંધ હોતા નથી. જો ક્ષીર-નીર ન્યાયથી બંધ હોય તો કર્મની આત્મ પ્રદેશોથી વિમુક્તિ થઈ શકશે નહિ. જે જેનાથી તાદામ્ય રૂપ હોય છે, તે તેનાથી અલગ હોતા નથી. જેમ કે જીવથી જીવ પ્રદેશ. જો જીવની સાથે કર્મનો આવો જ તાદાભ્ય સંબંધ હોય તો કર્મ આત્માથી અલગ ન થઈ શકે. આવી સ્થિતિમાં મોક્ષનો અભાવ થઈ જશે. તેથી જેમ સર્પની સાથે કંચુકીનો સ્પર્શ માત્ર સંબંધ હોય છે, તેવો જ કર્મ અને આત્માનો સંબંધ માનવો જોઈએ. (૨) નવમા પૂર્વમાં પ્રત્યાખ્યાનના વિષયમાં “જાવર્જાિવાએ ઇત્યાદિ સાવધિક પ્રત્યાખ્યાનનો પાઠ છે, તે ઠીક નથી. નિરવધિક પ્રત્યાખ્યાન હોવું જોઈએ. કારણ કે પ્રત્યાખ્યાન પૂર્ણ થવાથી દેવલોકમાં ભોગોને ભોગવીશ” આવી આકાંક્ષા પ્રત્યાખ્યાનમાં બની રહે છે. અધ્યવસાયોની અશુદ્ધિના કારણ તે પ્રત્યાખ્યાન અશુદ્ધ રહે છે.
ઉત્તર પક્ષઃ પૂર્વપક્ષમાં પ્રતિપાદિત બંને વાતો યથાર્થ નથી. જો સર્પ-કંકીવતું બંધ માનવામાં આવે છે તો પ્રશ્ન થાય છે કે કર્મ જીવમાં સર્વત્ર પ્રાપ્ત થાય છે. કારણ કે કોઈપણ આત્મ પ્રદેશ એવો બચતો નથી, જે તેનાથી સ્પષ્ટ ન હોય. આવી સ્થિતિમાં આકાશની જેમ કર્મ પણ જીવના પ્રત્યેક પ્રદેશની સાથે સંબંધ પ્રાપ્ત થાય છે. ત્યારે સર્પકંચુક દૃષ્ટાંત અસંગત લાગે છે.
બીજા વિકલ્પમાં ત્વક, પર્વત, સ્પર્શ માનવાથી ભવાતરમાં સંક્રમણ સિદ્ધ થઈ શકતો નથી. જેમ કે ત્વક પર રહેલો મેલ ભવાન્તરમાં નથી જતો, તેવી રીતે કર્મ પણ ભવાત્તરમાં જશે નહિ. આવી સ્થિતિમાં બધા જીવોનો મોક્ષ થઈ જશે. સંસારની સ્થિતિ નહિ રહે. કારણ કે કર્મથી જ બધી સ્થિતિઓ બને છે. કર્મના અભાવમાં વ્રત, તપ વગેરે અનુષ્ઠાન બધા વ્યર્થ થઈ જશે. જો સંસારને નિષ્કારણ પણ માનવામાં આવે તો સિદ્ધોને પણ સંસારમાં આવવું પડશે.
બીજી વાત એ છે કે જો સર્પ-કંચુકવત્ કર્મ બહાર જ રહે છે, તો શરીરની અંદર અને મધ્યમાં શૂળ અથવા ફોડલાની વેદના કયા નિમિત્તથી થાય છે? કારણ કે પૂર્વપક્ષની માન્યતાના અનુસાર અંદર અને મધ્યમાં શૂળ અથવા ફોડલાની વેદનાથી થાય છે ? કારણ કે પૂર્વ પક્ષની માન્યતા અનુસાર અંદર અને મધ્યમાં કર્મ નથી. જો નિષ્કારણ વેદના માનવામાં આવે તો સિદ્ધોની પણ વેદના માનવી પડશે. જો કહેવામાં આવે કે બાહ્ય વેદનાના કારણે અંતર વેદના થાય છે, તો લાકડીના પ્રહારની વેદના અંતરવેદના વગર થવી ( સપ્ત નિન્દવ
(૫૫૧)