________________
88
આનંદઘનજી અને તેને સમય જન્મેલા છતાં શેડો વખત ૫જાબમાં ફરેલા શુદ્ધ ગુજરાતી લખે અને હિંદુસ્તાનીમાં ભાષણ કરે તથા ગુજરાતી ભાષા બોલતાં પણ ન આવડે એવા દાખલા આપણે હાલ નજરે જોઈએ છીએ. એથી ભાષાને અને અમુક પ્રદેશમાં વધારે વિહાર હત અથવા પરિચય વિશેષ હતો અથવા જન્મ તે પ્રદેશમાં હતું એમ એસ ધારી લેવું તે ખાસ કરીને સાધુઓના સબંધમાં બહુ જોખમ ભરેલું છે અને સાધારણ રીતે એવા અસ્થિર પાયા ઉપર કોઈ પણ લેખક કે ગ્રંથકારના સંબંધમા ઈમારત ચણવી તે જરૂર બહુ અચોક્કસ અવસ્થામાં રહે છે. મી. મનસુખલાલ રવજીભાઈ મેહતા જેન કાવ્યદેહન પ્રથમ ભાગના ઉપદુઘાતમાં જે અનુમાને ઉપર આનંદઘનજીના સબંધમાં દોરવાઈ ગયા છે તે બધબેસતાં નથી. તેના કારણમાં પ્રથમ અગત્યનું કારણ એ છે કે સંપ્રદાયથી તેઓનાં અનુમાને અસત્ય માલુમ પડે છે અને તેઓ જે ભાષાને વિશેષ કાઠિયાવાડી સંકારવાળી કહે છે અને મુનિ બુદ્ધિસાગર જેને ગુજરાતી કહે છે તે બન્ને વાત બહારના તેમજ અંદરના પૂરાવાથી પણ ખોટી માલુમ પડી આવે છે. અગાઉ જણાવ્યું છે તેમ આ સંબંધમાં માત્ર ભાષા ઉપર આધાર રાખ પડ્યો હિત તે એકાત અનુમાન ઉપર આવવું લગભગ અશકય જેવું જ હતું, પણ તે સાથે મેડતામાં ચાલતી વાતે, સંપ્રદાયથી ચાલી આવેલી હકીક્ત, મેડતામાં ઉપાશ્રયના પડે અને તે સર્વની સાથે આનંદઘનજીની ભાષાને વિચારતા આપણે આનન્દઘનજીના જન્મ અને વિહાર વિશેષે કરીને મેડતા તરફના પ્રદેશમા એટલે મારવાડમાં હવે એમ બતાવવા પ્રયત્ન કરશું, સપ્રદાયથી ચાલી આવતી વાત ઉપર જણાવી છે અને તે વાતને ૫. ગભીરવિજયજી જેઓને જન્મ પણ બુંદેલખડમાં હતા તેઓએ તેઓના જીવનને પ્રથમ ભાગ યતિપણે મારવાડમાં ગાળ્યું હતું તે વખત દરમ્યાન આનંદઘનજી સંબંધી ઘણી હકીકત મેળવી હતી તેમણે ટેકે આપે છે તેથી હવે આપણે આનંદઘનજીની ભાષામાં વિશેષ તરવ કઈ ભાષાનું આવે છે તે વિચારીએ ત્યાં ભાષાવિચારણાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા એગ્ય છે અને તે એ છે કે અમુક લેખક ગુજરાતીમાં લખે છતાં પણ જે તેને મૂળ પ્રદેશ મારવાડ હોય તે તે અવારનવાર