________________
5
આનંદઘનજીની ભાષા. આપે છે. આપણે ગુજરાતના હેઈએ તેથી તેમને ગુજરાતી કહેવા, કાઠિયાવાડી હાઈએ તેથી કાઠિયાવાડી બતાવવા પ્રયાસ કરે અથવા બંગાળી હોઈએ તે બંગાળી બતાવવા યત્ન કર એમ કરવા લલચાઈ જવાય તેવું છે, પરંતુ વાસ્તવિક રીતે એ વરતુસ્વરૂપ પર આંખે મીંચવાને અથવા મીંચાવવા પ્રયત્ન છે. આથી આપણે હવે આનંદઘનજીની ભાષા પર વિચાર કરીએ.
આનંદઘનજીની ભાષા સાંપ્રદાચિક હકીક્ત એ બહારને પૂરા (extrinsic evidence) છે. આનંદઘનજીના ચરિત્રને અગે આપણે સહજ ઊહાપોહ તે રીતે કરી ગયા. હવે આપણે પ્રથકર્તાના સંબંધમાં અને ખાસ કરીને તેમની ભાષાના સંબંધમાં તેઓની જાણીતી કૃતિઓમાંથી શું હકીક્ત પ્રાપ્ત થાય છે તે પર વિચાર કરીએ. આ આંતરિક પૂરા (intrinsic evidence) જેમ એક રીતે સમય જન્મ વિહાર આદિને નિર્ણય કરવામાં ઉપયોગી જણાય છે તેમ અમુક સંગેના પુરૂષે માટે તેને બહુ ઉપયોગ કરવામાં આવે તે આડે રસ્તે પણ દેરી જાય છે. શેકસપિયર જેવા એક સ્થાનકે રહી જીવન પૂરું કરનારના જન્મ અને વ્યવહારના નિર્ણયમાં અમુક અંશે તેના ગ્રંથમાં વપરાયલી ભાષા બહુ ઉપયેગી ગણાય, પરંતુ એક સ્થાનકેથી બીજે સ્થાનકે વિહાર કરનાર સાધુઓના સંબધમાં એજ ભાષાવિચારણા કદાચ ખેટા અનુમાનનું કારણુ થઈ પડે તો તે તદ્દન સંભવિત છે. સામાન્ય રીતે તે અમુક ભાષા ઉપરથી કેઈ પણ નિર્ણય ઉપર અમુક વ્યક્તિના સંબંધમાં આવવું અથવા તેપરથી તેમને જન્મ વ્યવહાર નિર્ણય કર એ ઘણું જોખમભરેલું છે તેનું કારણ એ છે કે મનુષ્ય પિતાની ભાષા સારા પ્રમાણે ફેરવી શકે છે. સ્વામી વિવેકાનંદને ઈગ્લિશ ભાષાપરનો કાબુ વિચારતાં તેમને ભારતભૂમિથી અન્યત્ર જન્મેલા ધારવામાં આવાં અનુમાને કેવી રીતે ઉપયોગી થાય તે વિચારવા જેવું છે. કાઠિયાવાડમાં જન્મેલા અને પૂર્વ અવસ્થામાં શુદ્ધ ગુજરાતીમા લેખ લખેલ માણસ દક્ષિણના પ્રદેશમાં વિચરે અને હિંદુસ્તાની ભાષા પર અસાધારણ કાબુ ધરાવે એવા દાખલા મોજુદ છે. મારવાડના જન્મેલા અને કાઠિયાવાડમાં વિચરેલા સરકારી ગુજરાતી લખે અને તેમાં મારવાડીની ગંધ પણ ન આવે અને ગુજરાતમાં