________________
આનંદઘનને દેહોત્સર્ગ વિગેરે.
5. અભિપ્રાય અને બાજુના બતાવીને દાખલ કરવાની અને તેના સત્યાસત્ય નિર્ણય માટે ચગ્ય દલીલ સંભવાસંભવ માટે બતાવવાની લેખ
ની ફરજ છે. અવ્યવસ્થિતપણે અરસ્પરસ વિરોધ આવે તેવી વાતો દાખલ કરવામાં કઈ પણ પ્રકારને લાભ હોય એમ મને લાગતું નથી. મને બહુ વિગતથી તપાસ કરતાં જેટલી વાતે લશ્ય થઈ છે તેમાંથી આધારભૂત વાતે જ અહીં દાખલ કરી છે અને તેપર વિવેચક દૃષ્ટિએ વિચાર કર્યો છે. આ ઉપરાંત ખાસ મહત્ત્વની બાબતે હજી પ્રાપ્ત થશેતે ઉપરની બાબતમાં ફેરફાર અથવા વધારે કરવામાં આવશે. ઈતિહાસની બાબતમાં આપણે હજુ એટલી પછાત સ્થિતિમાં છીએ કે આવી બાબતમાં વારંવાર ફેરફ્ફાર થયા કરે એમાં નવાઈ જેવું નથી અને એ નિયમ મારે મુનિસુંદરસૂરિના સંબંધમાં અન્યત્ર પણ જાળવ પડ્યો છે. ઈતિહાસમાં અભ્યાસીએ આગ્રહી પ્રકૃતિ ન રાખતાં જેમ બને તેમ ખુલ્લા દિલથી કામ લેવું, કઈ વાતને પિતાના પક્ષ, મત કે સંપ્રદાયમાં ખેંચી જવા પ્રયત્ન કર નહિ અને વધારે આધારભૂત હકીક્ત પ્રાપ્ત થતાં પિતાની જાતને સુધારણા માટે ખુલ્લી રાખવી. આવા નિયમથી ઐતિહાસિક બાબતમાં શોધખોળ ચલાવવામાં આવે તે એકંદરે સારગ્રાહી બુદ્ધિવાળા માણસે બહુ લાભ કરી ઘણે નવીન પ્રકાશ નાખી શકે એમ મારું માનવું છે અને તે નિયમ વિસારી દેવાથી એતિહાસિક ચર્ચામાં બહુ નુકશાન થયું છે અને આજે પણ થશે એ ભય રહે છે. અત્યાર સુધીમાં આનંદઘનજીના ચરિત્ર સંબંધી મેટા પાયા ઉપર પ્રયતન સુનિ શ્રી બુદ્ધિસાગરજીએ કરેલ જેવામાં આવે છે, પરંતુ કમનસીબે તેઓએ પૃથક્કરણું દૃષ્ટિએ અને વૈજ્ઞાનિક ઐતિહાસિક રીતિને માર્ગ લેવાને બદલે તેના પિતાના વિચાર પ્રમાણે આનંદઘનજી કેવા હોવા જઈએ એ વાત પર લક્ષ્ય આપી ચરિત્ર નિરૂપણ કર્યું છે અને ઘણીખરી જગેએ જાણે ચરિત્રલેખક બનાવ બન્યા તે વખતે હાજર હાય અને અભિપ્રાયે સાંભળ્યા હોય અથવા વાતે નજરે જોઈ હેય એવી એકાંતિક ભાષામાં લેખ લખ્યા છે. પૃથક્કરણ કરવાની તેમને રૂચિ ન હોવાને લીધે બહુ વાતે અવ્યવસ્થિતપણે દાખલ થઈ ગઈ છે. અવ્યવસ્થિત અભિપ્રાયને એકત્ર સમૂહ કરવાની પદ્ધતિને બદલે