________________
યશોવિજયજી સાથે પ્રસંગ. વાત પણ સંપ્રદાયથી ચાલ્યા કરે છે. હકીકત એમ બની કહેવાય છે કે આનંદઘનજી મહારાજે પોતાને દેહવિલયકાળ નજીક જાણું યશોવિજયજીને કેટલીક હકીક્ત કહેવા સારુ પિતાની પાસે બોલાવ્યા, ઉપાધ્યાયજી આવ્યા, તેમને આવી ગયાને બે પાંચ દિવસે થઈ ગયા છતાં આનંદઘનજી કાંઈ બોલ્યા નહિ, આથી યશોવિજયજીના મનમાં એમ સહજ શંકા થઈ કે કદાચ આનંદઘનજી પિતાને બોલાવવાની વાત કદાચ ભૂલી ગયા હશે તેથી એક દિવસ સવારમાં વિજ્ઞપ્તિ કરી પિતાને તેડાવવાની વાતની યાદ આપી. આનંદઘનજીએ એના જવાબમાં કહ્યું કે હવે કાંઈ કહેવાનું રહ્યું નથી. મને ખેદ એટલે થાય છે કે તમારામાં હજુ જોઈએ તેટલી સ્થિરતા આવી નથી. તમારે એટલું અવશ્ય વિચારવું હતું કે જે તમને ખાસ તેડાવેલ છે તેને અધિકાર પ્રમાણે અવસર જોઈ કાંઈ આપવું જ હશે અને તે યથાયોગ્ય વખતે આપત જ, પણ જ્યાંસુધી જોઈએ તેવી સ્થિરતા અને શૈર્ય આવ્યાં ન હોય ત્યાંસુધી હું ચગનાં મહાન તત્વે બતાવવાનો પ્રસંગ જેતે નથી અને તમને તેના અધિકારી સમજતું નથી. વેગની વિશિષ્ટ વાતે અને પ્રક્રિયાઓ હાલ તે મારી સાથે જ કાળધર્મ પામી જશે.” આવી મતલબને જવાબ મળે, ત્યાર પછી ચગ્ય પરિચય કરી ઉપાધ્યાયજી ત્યાંથી વિદાય થયા. એમ કહેવાય છે કે આ બનાવ બન્યા પછી ઉપાધ્યાયજીના મનપર બહુ અસર થઈ, તેઓમાં બહુ સ્થિરતા આવી ગઈ અને તેઓના ગ્રંથના વિષચે અને તેની શૈલીમાં પણ તેથી મટે ફેરફાર થઈ ગયે. જ્ઞાનસારના જેવા અમૃતમહેદધિમાંથી સાર તત્તવનું પાન કરાવનાર ગ્રંથ ત્યાર પછીની વયમાં બનાવેલ હોય અને જસવિલાસની આધ્યાત્મિક વાણું પણ ત્યાર પછી નીકળી હોય એમ ઘણુ વિદ્યાનું માનવું છે. પ્રત્યેકનું જીવન વિચારતાં આવે બનાવ બને મને તદ્દન અસંભવિત લાગે છે, પરંતુ આનદઘનજીને પ્રસંગ શ્રી યશોવિજયજીને સારી રીતે હોવો જોઈએ એમ ધારવાને તે ઘણા પ્રબળ પૂરાવા મળી આવે છે. ત્રીશ બત્રીશીના દરેક પ્રકરણને છેડે ઈરાદાપૂર્વક પરમાનંદ શબ્દ લાવવામાં આવ્યું છે તે ખાસ અર્થસૂચક છે અને અણહીની ગંભીર ભાષા તે જ બાબત સવિશેષપણે બતાવે છે. આ ઉપરાંત આનંદઘનજી પાસે ઉપાધ્યાયજી સુવર્ણસિદ્ધિલેવા