________________
યશેાવિજયજી સાથે પ્રસંગ.
51
કરતા હતા તે પ્રસંગે યશેાવિજયજી તેમને શાયતા શેાધતા ત્યાં ગયા હતા અને ત્યાં મેળાપ થયા હતા. આ સર્વેમાં મને મેડતા શહેરમાં મેળાપ થયેલા હાવાનું વધારે અંધબેસતું લાગે છે. જૈનપુરી તરીકે સુવિખ્યાત થયેલા મેડતામાં આનંદઘનજીના અનેક પ્રસંગા થયેલા છે અને તેઓ ત્યાં જીવનના માટેા ભાગ રહ્યા હાય એમ ત્યાં ચાલતી વાતાપરથી પણ જણાય છે, અને વ્યાખ્યાન પ્રસંગે મન્ને મહાત્મા મળ્યા એમ જે વાત ચાલે છે તે જોતાં તે મેડતા શહેરમાં બનેલ હાય એમ સંભવિત વધારે લાગે છે. એ હુકીકત એમ છે કે આનંદઘનજીએ એક વખત મેડતા શહેરમાં ઉપાધ્યાયજી વ્યાખ્યાન બહુ ઊંચા પ્રકારનું ભાવાત્મક વાંચે છે એમ હકીકત સાભળી હતી તે વાત પ્રત્યક્ષ જોવા તથા સાંભળવા ઉપાધ્યાયજીના વ્યાખ્યાન વખતે તે ઉપાશ્રયમાં ગયા અને ઉપાધ્યાયજીની વ્યાખ્યાનકળા જોઈ અહુ રાજી થયા. પછી ઉપાધ્યાયજીની વિજ્ઞપ્તિ ઉપરથી પાતે પણ ચાગના વિષયપર સારી રીતે ખેલ્યા (વ્યાખ્યાન આપ્યું) તે અનુભવયુક્ત વચન હેાવાથી શ્વેતાપર સારી અસર કરનારૂં થયું. ઉપાધ્યાયજીના અને તેમને મેળાપ બહુ સારા હતા, ખાસ ન્યાયાનશૈલી, તેમાં મધુરતા અને વક્તૃત્વ આવવું એ અભ્યાસથી અલગ વિષય છે. ખુદ ચાવિજયજી અને રામવિજયજીના પ્રસંગ માટે પણ એવું કહેવાય છે કે ઉપાધ્યાયજી જેવા સમર્થ વક્તાની સભા કરતાં રામવિજ્યના વ્યાખ્યાનમાં અહુ ાતાગ્માની હાજરી રહેતી અને તેનું કારણ તપાસવા યશવિજયજી એક વખત જાતે ગયા હતા. શિષ્ટાચાર પ્રમાણે રામવિજયજીએ ઊભા થઈ તેને દક્ષિણ આસન આપ્યું અને વ્યાખ્યાન ચલાવવા વિજ્ઞપ્તિ કરી, પણ ઉપાધ્યાયજીના અતિ આગ્રહુથી જ્યારે રામવિજયજીએ વ્યાખ્યાન વાંચ્યું ત્યારે તેમની દૃષ્ટાંત આપવાની ઢબ, કહેવાની શૈલી અને વાક્યરચના તથા શબ્દોનું રહસ્ય સાંભળતાં રામવિજયજીની વકતૃત્વકળાના વિશિષ્ટ ખ્યાલ ઉપાધ્યાયજીને પણ થઈ ગયા. આ પ્રસંગ ઉપરથી ઉપાધ્યાયજીના કર્મચાગ અને આનંદઘનજીની ચેગપ્રક્રિયા કેટલાં આગળ વધેલાં હતાં તે જણાય છે. આટલા ઉપરથી મશે મહાત્માઓના મેળાપ મેડતા શહેરમાં થયેલા વધારે સવિત લાગે છે. આ સિવાય એક વાત એવી કહેવામાં આવે છે કે જેવી રીતે ઉપાધ્યાય