________________
40
આનદઘનજી અને તેને સમય. ભૂલભરેલા વિચારે તરત દૂર થઈ જાય તેમ છે. તેવી જ રીતે દ્રવ્યક્રિયાના મોહમાં પડી જઈ જેઓ તેમાં સંપૂર્ણતા માને છે અને જેઓ દ્રવ્યક્વિાની આવશ્યક્તા જ માનતા નથી એ બને ભૂલ કરે છે. પ્રથમ પતિના પ્રાણીઓ કારણને કાર્ય સમજે છે, બીજી પક્તિવાળા પગથિયાં છોડી દઈ દાદરને મથાળે ઠેકડે મારી ચઢી જવા ઈચ્છે છે. આનદઘનજી મહારાજ એ અને વાતને પ્રથમ સ્તવનમાં જ ખુલાસે બહુ સૂક્ષ્મ રીતે આપી દે છે અને તેપર જેમ જેમ વિચારણા થાય છે તેમ તેમ એમાં રહેલ વિશિષ્ટ ભાવને અર્થ ખ્યાલમાં આવે છે.
શ્રી યશોવિજયજી સાથે પ્રસંગ ઉપર જે વાતે લખી છે તે સર્વ મેડતા શહેરમાં અથવા તેની નજીકના જગલમા બની કહેવાય છે, તે ઉપરાંત આનદઘનજીને શ્રીયશોવિજયજી ઉપાધ્યાય સાથે પ્રસંગ થયે અને તે વખતે ઉપાધ્યાયજીએ અષ્ટપદી બનાવી તે મેળાપ પણ સામદાયિક વાતે પ્રમાણે મેડતા શહેરમાં થયાનું કહેવામા આવે છે. કોઈ આ મેળાપ આબુ પર્વત પર થયે એમ પણ કહે છે. મેળાપ થયાની વાતમાં મતભેદ નથી પણ સ્થાન માટે એક નિર્ણય નથી. ઉપાધ્યાયજી સાથે થયેલા પ્રસંગને અગે બે ત્રણ વાતે અત્ર જરા વક્તવ્ય છે તે પણ વિચારી લઈએ, કારણ કે તે પણ સપ્રદાયથી ચાલી આવે છે. બનારસમા વિકટ સગામાં અભ્યાસ કરી ન્યાયના વિષયમાં ખાસ નિષ્ણાત (specialist) થવાને લીધે ન્યાય વિશારદ અને ન્યાયાચાર્યનું બિરૂદ મેળવનાર આ મહાત્માને પ્રસગ શ્રી આનંદઘનજીને સમય નિર્ણય કરતી વખતે સહજ વિચારી ગયા છીએ. જૈન કેમના આ છેલા સમર્થ વિદ્વાન મહાત્મા અને આપણું ચરિત્રનાયકના સંબંધમાં આગળ પણ કેટલીક વાત આવશે. ચરિત્રપ્રસગે તેઓના અને આનંદઘનજીના મેળાપની વાત કરવાની છે. ત્યા કેટલાકના કહેવા પ્રમાણે આનદઘનજીને અને તેમને મેળાપ શ્રી મેડતા શહેરમાં થયો હતો અને પ્રથમ મેળાપ વખતે જ થશેવિજ્યજીએ અષ્ટપદી બનાવી હતી. કેટલાકના કહેવા પ્રમાણે આ મેળાપ મેડતાની બાજુના જગલોમા થયે હતું અને રસ્તે ચાલતાં ચાલતાં ઉપાધ્યાયજીએ અષ્ટપદી તાત્કાલિક ઉદગારરૂપે બનાવી હતી. ત્રીજી વાત એમ છે કે આબુ ઉપર ગુફામાં આનદઘનજી ચાગસાધના