________________
48
આનંદઘનજી અને તેના સમય,
માટે અનેક ઉપાધિ વારવી અને મરણાંત કષ્ટ સહન કરવું એ કાઈ પશુ રીતે કન્ય નથી, પરિણામ વગરનું છે અને અતિ દારૂજી ફળ આપનારૂં છે, આ પ્રમાણે હકીકત હાવાથી પતિ ખરખરા ક્રાણુ છે તે વિચારવું, પ્રીતિનું સ્વરૂપ સમજવું, તે કેવી રીતે કરવી ઉચિત ગણાય તેની વિચારણા કરવી અને તે કરીને શું મેળવવું છે તેનું ખાસ લક્ષ્ય રાખવુ. આવી રીતે નિર્ણય કરતાં અથવા નિણૅય કરવા માટેના વિચાર કરતાં સ્થૂળ દશામાં થતી સાંસારિક પ્રીતિનું સ્વરૂપ સમજાશે કે ખરી પ્રીતિ તા વિશુદ્ધ આત્મા સાથે જ કરવા ચેાગ્ય છે કે જે કરવાથી પાતામાં વિશુદ્ધ ગુણુ પ્રગટી આવે અને ભવાંતરમાં થતી પીડાએ અટકી સર્વેથા નિવૃત્તિસ્થાન આનંદ સાથે પ્રાપ્ત થાય. પરમાત્મતા પ્રાપ્ત થયેલ શ્રી જિનેશ્વર દેવને પતિ તરીકે કલ્પી તેઓની અનન્ય ભાવથી પૂજા કરતાં પૂજામાં ચિત્તની અતિ પ્રસન્નતા થાય એવી અખક્તિપણે તે પૂજા કરતા અને તેમાં વળી દંભ રહિત આત્મઅર્પણા થઈ જાય એવી રીતે પૂજા કરતાં ચિહ્નનાનંદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે, વસ્તુવિવેક પ્રાપ્ત થાય છે અને એવા પતિને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં સ્વયં પતિરૂપ થઈ જવાય છે, પતિ જેવા થઈ જવાય છે અને પતિ સાથે થયેલા મેળાપ કઢિ પણ છૂટતા નથી, વિરહુકાળ પ્રાપ્ત થતા નથી અને આનંદદશામાં ફેરફાર થતા નથી. આવા પતિને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવા ઉચિત છે. આવી અર્થસૂચક વાત સાંભળી તે શેઠની છોડી સતી થતી અટકી વિશુદ્ધ માર્ગપર જોડાઈ, તેણે સર્વવિરતિ માગે આદા અને નિજ અંતરમાં રહેલ પતિને સતષ આપી, પ્રસન્ન કરી. તેને વશ કરવાના માર્ગમાં લાગી ગઈ.
આ પ્રસંગે તે સતીને એધિ આપવા માટે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એર ન ચાહું ? કે એ સ્તવનની રચના આનંદધનજીએ કરી, એ સ્તવનની અર્થવિચારણા કરતાં ઉપરોકત ચેપુત્રીની ભ્રાંતિ ટળી ગઈ અને તે માર્ગપર આવી ગઈ, આ પ્રમાણે વાત ચાલે છે. હવે અહીં એકાદ ગંભીર પ્રશ્નપર વિચારણા થઈ આવે છે. હાલમાં ઘણા લેખકો ખ્રીસ્તી ધર્મના પાચા પ્રેમ (Love) ઉપર થયેલા કહે છે તેને અને આ પ્રીતિને કેાઈ જાતના સંબંધ છે કે નહિ તે ખાખર વિચારીએ તે તે વિષયપર આખો લેખ થઈ જાય, જેમ કરવું