________________
41
સતીને પ્રીતિલક્ષણ કથન. કાય એવાં પણ કરે છે કે જેને ખુલાસે સામાન્ય જનકલ્પનામાં કેટલીકવાર આવી શકે નહિ. આવાં કારણેથી અસાધારણ સના સંબંધમાં બહુ બારીકીથી અભ્યાસ કરવાની અને તેની જીવનચર્યાને પૃથક્કરણ કરીને બરાબર સમજવાની ખાસ આવશ્યક્તા રહે છે. તાવીજમાં લખેલા અક્ષરો કઈ ખાસ આધ્યાત્મિક ભાવ બતાવે છે તેનું અત્ર ઝાંખુ દર્શન થયું હશે.
આદિનાથ સ્તવનરચના: “આશા એરનકી કયા કીજે એ પ્રથમ પદ રચના કરવાના પ્રસંગને અગે ચાલતી વાત ઉપર જણાવી. તેવી જ રીતે વીશી પછી બાવીશ સ્તવને શ્રીઆનંદઘનજીએ બનાવેલાં કહેવાય છે તેમાં પ્રથમ સ્તવનને અંગે એક એવી વાત ચાલે છે કે તેઓ એક વખત મેડતાની પાસેના જંગલમાં ફરતા હતા ત્યાં એક શેઠની છોડી જે તરતમાં વિધવા થઈ હતી તેને અગ્નિમાં બળા મરી સતી થવાને ઉદ્યુત થયેલી જોઈ. આ પ્રસંગે તે સ્ત્રીને ઉદ્દેશીને આત્માને ખરે પતિ કેણ છે, પ્રીતિનું વાસ્તવિક લક્ષણ શું છે તે બતાવતાં આનંદઘનજીએ ઉપદેશ આપે એમ સંભજાય છે. તેઓએ તે સ્ત્રીને સમજાવ્યું કે સાંસારિક પ્રાણુઓ જે પ્રીતિ કરે છે તે વારતવિક પ્રીતિ નથી, કારણ કે એ પ્રીતિ લાંબે વખત ટકતી નથી અને પ્રીતિને અને પાછો જ્યારે વિરહ થાય છે ત્યારે મનમાં અતિ ખેદ થાય છે, માટે પ્રીતિ કરવી હોય તે એવી કરવી કે અનંતકાળ સુધી પ્રીતિના પાત્ર સાથે કદિ વિરહ થાય નહિ અને પ્રીતિ ચાલતી હોય તે દરમ્યાન કેઈપણ પ્રકારની ઉપાધિ થાય નહિ. સ્થળ પ્રીતિમાં આ વાતની ગંધ પણ લેતી નથી. એ ચાલતી હોય ત્યારે અનેક પ્રકારની ઉપાધિ કરાવે છે, અંતે વિરહદુખ આપે છે અને મનને શંકિત કર્યા કરે છે અને છેવટે એને નાશ થઈ જાય છે. એવા પ્રકારની પ્રીતિ કરવી એ કોઈ પણ રીતે ઈષ્ટ ગણી શકાય નહિ. સંસારરસિક સ્ત્રીઓ પતિને વશ કરવા અથવા તેની પ્રીતિ સંપાદન કરવા વટસાવિત્રી આદિ વ્રત કરે છે, કોઈ ભવાંતરમાં એ જ પતિને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અગ્નિમાં પડે છે, પણ સ્વકર્મવિપાકનુસાર પતિ કથા (ઈ ગતિમાં ગયા હશે અને ત્યાં જવાને પ્રા પિતાને કમ છે કે નહિ તેની કઈ ખબર હતી નથી. આવી રીતે પતિરંજન કરવા