________________
આનંદઘનજી અને તેને સમય સવ જગ જતુને સમ ગણેગણે તણ મણિ ભાવ રે, સુતિ સંસાર બહુ સમ ગણે, સુણ ભવ જલનિધિનાય રે.
શાંતિ જિન એક સુજ વિનતિ. અહીં જે ભાવ બતાવ્યો છે તે બરાબર વિચાર. અહીં પૈગલિક ઈછાઓને રેપ કરવા ઉપરાંત આત્મિક અથવા આત્મા સંબંધી ઈચ્છા ઉપર પણ અકુશ આવી જવાની જે ભાવના બતાવી છે તે વાત રાણુના તાવીજને ઉદ્દેશીને મહારાજશ્રીએ લખી હોય એમ અર્થવિચારણા થાય છે. પ્રથમ સુમતિ વિરહાલાપ કરી, અનુભવ દ્વારા સદેશા એકલી, શ્રદ્ધા પાસે દૂતીકાર્ય કરાવી પતિને પિતાને મંદિરે લઈ આવી તેને ગમાર્ગમા આગળ કરે છે, પરંતુ આગળ વધતાં તેની સર્વ ઈછા નાશ પામે છે એ ચોગક્રમ છે, તે આપણે ચગદર્શનના ખાસ વિષયમા વિચારશું. અત્ર આનંદઘનજી મહારાજ સુમતિને ઉદ્દેશીને કહે છે કે તારી પાસે પતિ આવે અને તારે વશ થાય એમાં આનંદઘન-વિશિષ્ટ એગમાં પ્રગતિ પામેલા વિશુદ્ધ આત્મરાજને શું લેવા દેવા છે અને કદાચ તે તારી પાસે ન આવે અને માયામમતાના પ્રસંગમાં પડ્યો રહે છે તેમાં આનંદઘનને શું છે. અને દશા આનંદઘનને સમાન છે, એને એક તરફ વાહ નથી, અન્ય તરફ આકર્ષણ નથી. આવી આત્માની વિપુલ દશા થવી, મુક્તિ અને સંસારને સરખાં જેવા, વરતુસ્વરૂપને યથાસ્થિત આકારમાં સમજી જવા અને તેના પર રાગદ્વેષ ન કરવા એ બહુ વિશુદ્ધ આત્મદશાના વિચારે સૂચવે છે અને એવા આધ્યાત્મિક ભાવ સદરહુ તાવીજમાં અધ્યાત્મરસિક મહાભાએ લખ્યું હોય એમ અનુમાન થાય છે. સામાન્ય રીતે આનંદઘનજી જેવા રોગમાં આગળ વધેલા મહાસર રાજાની રાણીના પ્રસંગમાં આવે કે તેમની પાસે વશીકરણની વાત પણ ઉચ્ચારી શકાય એ જેમ બહુ સભવિત લાગતું નથી તેમ આવા દુનિયાથી ચારા અને ન્યારી રીતે વર્તન કરનારા મહાસના સમયમાં તેઓ અમુક અવસ્થામાં કઈ લાઈન પર કામ લેશે તે ધારી લેવું એ પણ મુશ્કેલ છે. પિતાના આત્મધનને અડચણ ન આવે, તેની પ્રગતિમાં જરા પણ પ્રત્યવાય ન આવે અને તેની આગળ વધતી ગતિ સમાન ભાવે ચાલી જાય એ વાત લક્ષમાં રાખી તેઓ વિશિષ્ટ લાભની દષ્ટિથી કોઈ