________________
-4
આનંદઘનજી અને તેને સમય. આ શબ્દ વાંચતાં રાજા દિગમૂઢ થઈ ગયા અને ગુરૂચરણે નમી પડ્યો. આનદઘનજી અથવા લાલાનંદનું વર્તન એવા પ્રકારનું હતું કે એને રાજાની પડે કે એના ઉપર રૂમાન થાય તેની તેમને દરકાર હતી જ નહિ. એમના મનમાં આ બન્નેમાંના એક પણ બનાવથી કાઈ પણ અસર થઈ નહીં. એવી ઊંચી હદ સુધી વધેલા મહાત્માના સંબંધમાં બનેલી આવી વાતે લેકના હૃદયમાં કરાઈ રહે એ તદ્દન સ્વાભાવિક છે. જનસમૂહને મોટે ભાગે મધ્યમ પ્રવાહ પર હોય છે, પરંતુ તેઓને વિશિષ્ટ પ્રવાહપર પ્રગતિ કરનાર માટે હૃદયમાં માન બહુ હોય છે અને તેવા પ્રસંગો જ્યારે જ્યારે બને છે ત્યારે ત્યારે તે તેને જાળવી રાખે છે, નોંધી રાખે છે અથવા તે સંબધી બહુ હશથી વાત કરે છે. આનંદઘનજીએ લખી આપેલ મત્રને વિશિષ્ટ આધ્યાત્મિક ભાવ પણ વિચારવા જે છે અને ક્રાચ અણમાનીતી અને માનીતીને પ્રસગ સુમતિ અને કુમતિ અથવા શ્રદ્ધા અને માયામમતાનો અલકારિક ભાષામા થયો હોય તે પણ ઘટતી વાત છે.
આનંદઘનજીનાં પદમાં આવા પ્રસંગે બહુ આવે છે તે વાત અહીં સામાન્ય રીતે લાચાર આવે છે અને તેને પ્રતિભાસ અત્ર બહુ આનંદકારકરીતે થાય છે. આઠમા પદમાં અનુભવનાથફક્યું ન જગાવે દશમા પદમાં ચેતન ગત મનાત ન એ, તેરમા પદમા “અનુભવ હમ તો રાવરી દાસીસોળમા પદમાં નિશદિન જોઉં તારી વાટડી, ઘરે આને હેલા. અઢારમા પદમાં “રિસાની આ૫ મન રે પચીશમા પદમાં કયારે મુનેમિલીયે મારા સંત સનેહી, તેત્રીશમા પદમા મિલાપી આન મિલાવે રે, મેરે અનુભવ મીઠડે મિત’ વિગેરે જે વિચારે બતાવ્યા છે તેમાં સુમતિની વિરહદશા અને માયામમતાને વિવશ પતિ વિભાવમા રમણ કરતા બતાવ્યા છે. એ ચેતનપતિની વર્તમાન દશા અતિ ખેદ કરાવનાર છે, બહુ વિચાર કરવાને ચગ્ય છે અને તેમાં ઘટતે ફેરફાર અનુભવ દ્વારા કરાવવાની આવશ્યકતા છે, એવું રહસ્ય બતાવનાર બહુ પો આ વિભાગમાં આવે છે. એને માટે ખાસ વિવેચન દરેક પદમા કરેલું છે, પણ એ સર્વ પદેમાંથી જે ખાસ દવનિ કેદ્રસ્થ રહેલ જણાઈ આવે છે તે બહુ વિચાર કરવા યોગ્ય છે. એનું લક્ષ્ય એ છે કે માયામમતાને પરવશ પડી આત્મધન ગુમાવનાર અને