________________
નિપહ વૃત્તિનાં દૃશ્ય. હતા તેવામાં ત્યાંના રાજાની એક અણમાનીતી રાણેએ આનંદ ઘનજીની જગી અવધૂત જેવી અવસ્થાને હેવાલ સાંભળી તેમના તરફ આકર્ષણ પામી અને ગુરૂમહારાજ પાસે આવી. સુખશાતા પૂછવા પછી તેણે આનંદઘનજી મહારાજને બહુ સંક્ષેપમાં જણાવી દીધું કે પિતે ત્યાંના રાજાની રાણું છે અને હાલ અણમાનીતી થઈ પડી છે અને કઈ ઉપાયે રાજા તેને વશ થાય એવું ગુરૂકૃપાથી થવું જોઈએ. ગુરૂમહારાજની જગજાહેર નિસ્પૃહ વૃત્તિને લઈને આટલી વાત બહુ સક્ષેપમાં પણ મુદ્દાસર રીતે રાણીએ કહી. તેને પ્રેરનાર એગીઓ પાસે હતી સિદ્ધિઓ હોવી જોઈએ એમ અનુમાન થાય છે. તે વાત સાંભળતી વખતે આનંદઘનજી કાંઈ લહેરમાં હતા તેથી એક કાગળને ટુકડે લઈ તે પર કાંઈ લખ્યું અને રાણીને કાંઈ પણ બોલ્યા વગર તે કાગળ આપે. રાણું સમજી કે ગુરૂમહારાજે કાઈ યત્ર (જતર) કરી આપ્યું છે અને તે વાંચવાની રવાભાવિક રીતે જ મના હોય છે તેથી તેણે એક સેનાનું તાવીજ તુરત બનાવી તેમાં પેલો કાગળ મૂકી પિતાને હાથે તેને રક્ષાબંધન તરીકે બાંધ્યું. અકરમાત્ સાગ એ બન્યો કે પાંચ કે સાત દિવસમાં રાજા તે અણમાનીતી રાણીને વશ થઈ ગયે, તેના તરફ અપૂર્વ પ્રેમ બતાવવા લાગ્યો અને તેને મદિરે આવવા લાગ્યું. થોડા દિવસ પછી તે માનીતી થયેલી રાણી હર્ષમાં આવી રાજા પાસે પેલી વાત બાલી ગઈ તેથી અથવા બીજી પદગ્રુત થઈ ગયેલી રાણુંઓના જણાવવાથી રાજાને ખબર પડી કે પિતામાં જે ફેરફાર થયો છે તેનું કારણુ લેકચર્ચા પ્રમાણે આનંદઘનજીને મધ્યપ્રયોગ છે. રાજા આ વાત સાંભળી આનંદઘનજી પાસે આવી તેને કહેવા લાગ્યું કે “તમે આવા વશીકરણનાં કામ કરે છે તે સાધુ તરીકે કઈ રીતે ઉચિત ગણાય સાધારણ રીતે આવા ઉદ્ધત સવાલને જવાબ આપે એવી તેઓશ્રીની પદ્ધતિ નહોતી, પણ તે દિવસે કાંઈ તેઓ ફરીવાર લહેરમાં હતા તેથી રાજાને કહ્યું કે રાણીને લાવી જેને યત્ર કહેવામાં આવે છે તે ઉઘાડી વાંચી જુઓ. રાજાએ તુરત તેમ કહ્યું, રાણીને બોલાવી, સુવર્ણતાવીજ ખેલ્યું અને અંદર રહેલ ચીકુ વાંચતા તેમાં લખેલું માલુમ પડ્યું કે
તેરા પતિ વશ હૈ ઉસમે આનન્દઘનકું કયા તેરા પતિ વશ ન હૈ ઉસમ આનન્દઘન કથા.