________________
પરઆશા ત્યાગની શરૂઆત વિશેષ હોય એમ ત્યાં ચાલતી દંતકથાપરથી જણાય છે. તેમને દેત્સર્ગ પણ અહીં જ થયું છે એમ ત્યાંના લેકે કહ્યું છે.
પ્રતિબન્ધ ત્યાગવૃત્તિ: નિસ્પૃહતાનું દાત: એ મેડતા શહેરમાં એક શેઠ હતા જેઓ આનંદઘનજી મહારાજને અતિ આગ્રહ કરીને
મારું કરવા લઈ આવ્યા હતા અને શરૂઆતથી પિતે જાતે મહારાજશ્રીની સેવામાં હાજર રહેતા હતા. અનેક પ્રકારે આનંદઘનજીની સેવા ચાકરી કરવા ઉપગંત તે મહારાજશ્રીને પિતાને ઘેર આહાર વહરાવવા લઈ જતા, કપડાં પહેરાવતા અને વારંવાર મહારાજશ્રીની પાસે હાજર રહેતા હતા. પર્યુષણનાં વ્યાખ્યાને સંપૂર્ણ સાંભળવાની ઈરછા સ્વાભાવિક રીતે વધારે હોય છે અને બની શકે તે કહ૫સૂત્ર અવિચ્છિન્ન સાભળવાની ઈચ્છા શ્રદ્ધાળુ જેને વધારે રહે છે. એ ગામનો રિવાજ પણ કાંઈક એ હતું કે શેઠ આવ્યા પછી જ ચાતુર્માસથિત સાધુ વ્યાખ્યાન વાંચવાનું શરૂ કરે. નિસ્પૃહી આનદઘનજીને તે કોઈની દરકાર નહાતી અને એ શેઠ ઉપર કાંઈ ખાસ રાગ પણ નહોતે. અગાઉથી મુકરર કરેલા વખતે તેઓએ વ્યાખ્યાન શરૂ કરવાની તજવીજ કરી ત્યારે કઈ શ્રાવકોએ જણાવ્યું કે “અમુક શેઠ પૂજામાં છે તે જલદી આવી પહોચશે માટે ત્યાં સુધી રાહ જોવી
ગ્ય છે. આ પ્રમાણે રાહ જોવા માટે કહેલી હકીકતપર લક્ય ન આપી આનંદઘનજી મહારાજે વ્યાખ્યાન વાંચવાનું શરૂ કર્યું, શેઠ થોડા વખત પછી આવી પહોંયા, પણ મોડા થયા. વ્યાખ્યાન પૂરું થતાં જેમ ઘણું શ્રાવકે વ્યાખ્યાનકારની વૈયાવચ કરવા જાય છે તેમ આ શેઠ પણ ગયા અને પ્રસંગે બોલ્યા કે “સેવકપર દયા કરી વ્યાખ્યાન જરા ભાવવું હતું. બીજીવાર વળી તે જ વાત કરી, પણ કાઈ પ્રત્યુત્તર મળે નહિ. શેઠ જરા બેલી ગયા કે “સાહેબ! કપડાં વહેરાવું છું, આહાર વહેરાવું છું, પરિચય કરું છું તેને ખ્યાલ કરીને પણ મારા ઉપર જરા કૃપા કરવી હતી. આટલે ઉરચાર સાંભળી તેના ઉપર જરા પણ ગુસ્સે થયા વગર આનંદઘનજી બોલ્યા, “ભાઈ, આહાર તે ખાઈ ગયા અને લે આ તારા કપડાં. એમ કહી તેનાં કપડાં છેડી દઈ જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં આશા રનો ઘા કરે એ પદ બનાવ્યું. (જુઓ પદ અઠ્ઠાવીસમું.) ઉપા