________________
આનંદઘનજી અને તેને સમય. શહેરનાં અત્યારના ખડરે જતાં અને જીર્ણ દુર્ગની સ્થિતિ વિચારતાં જણાય છે કે અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન કાળમાં એ ઘણું મોટું શહેર હશે આ શહેરમાં એક બહુ મોટી મજીદ છે જેના બુરજ દૂરથી દેખાય છે તેપરથી જણાય છે કે મુસલમાન પાદશાહના વખતમાં
એ શહેરપર ઘણા હલાઓ થયા હશે. જોધપુરના પુરાણું રજપૂત રાજ્યના તાબામાં તે બહુ થોડા વખત પહેલા આવી પડ્યું હોય એમ જણાય છે. આ શહેર અત્યારે તે બીમાર હાલતમાં છે તેપણ હાલ ત્યાં શ્વેતાબર મૂર્તિપૂજક જૈનેનાં ત્રણ ઉપર ઘર છે અને ત્યાંના શ્રાવકે બાજુના ફધિ તીર્થની દેખરેખ રાખે છે અને પિષ દશમ જેવા માગલિક પ્રસંગે શ્રીફલેધિ તીર્થમાં દર્શન પૂજા કરવા માટે મેટી સંખ્યામાં ઉતરી પડે છે. ફધિ તીર્થને મેડતા રેડ (Menta Road) સ્ટેશનના નામથી ઓળખવામાં આવે છે જ્યાંથી એકટ્રેન મેહતા માટે ખાસ જાય છે. પિષ દશમને દિવસે થતી પૂજાનો મહત્સવ જેવાને પ્રસંગ મને મળ્યું હતું, તે વખતે મેડતાને હાકેમ પણ ફલોધિ આવે છે. આ મેડતા શહેરની પૂર્વની જાહેરજલાલી સાભળતા અને જૈનેની આધુનિક અને પ્રાચીન સ્થિતિની સરખામણ કરતા બહુ ખેદ થાય છે. મેડતા શહેરમાં પૂર્વે સેંકડો લક્ષાધિપતિ જૈ હતા, કેટલાક કોટિધ્વજે પણ હતા, અનેક આચાર્યોને ત્યા વિહાર થયે હતું, અનેક પ્રકારના મહોત્સવ વારંવાર ત્યાં થતા હતા, ત્યાં ઘણું જ્ઞાનભંડારો હતા અને હાલ જે દેરાસર મોજુદ છે તે પૂર્વકાળની જેન જાહેરજલાલીને ખ્યાલ સંપૂર્ણ કરાવે તેવા છે. સ્થિતિ એવી છે કે અત્યારે ત્યાં સર્વ દેરાસરમાં પૂજા કરનાર જૈને લક્ષ્ય નથી અને પરિણામે વેશપરંપરાના પૂજારીઓપર આધાર રાખવું પડે છે. આ મેડતા શહેરમાં ખાસ ઉોગ કેઈ પ્રકારને નથી, માત્ર ત્યાં કેટલીક દુકાને હાથીદાંતનાં રમકડાંની જોવામાં આવે છે. તે શહેરની વર્તમાન સ્થિતિનું એક કારણું વ્યાપારની ગેરહાજરી હોવી જોઈએ એમ સહજ અનુમાન થાય છે. આ શહેરમાં અનેક રાસે બન્યા છે. પૂજા બનાવાઈ છે, ટીકાઓ લખાઈ છે અને દર્શન તથા જ્ઞાનને ઉદ્યોત થ છે એમ અનેક ગ્રની પ્રશતિપરથી જણાય છે. આ શહેર સાથે આનંદઘનજી મહારાજને સખધ