________________
આનંદઘનજી અને તેને સમય. અહીં સુત્રનાં--સમયપુરુષનાં અંગની વિચારણામાં પૂર્વધરકત છુટક પદવ્યાખ્યા તે નિર્યુક્તિ, તત્ર તથા સૂત્ર ઉક્ત અર્થ તે ભાગ્ય, સૂત્ર પિત, માગધીમાં પૂર્વધકૃત સૂત્રની ટીકા તે ચર્ણિ અને સરકૃત ટીકા તે વૃત્તિ-એ સમય પુરુષનાં પાંચ અંગ ઉપરાંત તેઓ પરંપરા અનુભવને--સંપ્રદાયાગત જ્ઞાનને પણ એટલી જ અગત્ય આપે છે. આ ઘણી અર્થસૂચક વાત છે. તેઓ આમાંનાં એક પણ અને ઓછું કરનાર તેને નહિ માનનાર અથવા તદનુસાર ન વર્તનારને દૂરભવ્ય કહે છે એ હકીક્ત ખાસ ધ્યાન ખેંચનારી છે. ગચ્છવિચાર
ને અને તેવા કથનથી અહીં સ્વાભાવિક રીતે એમ લાગે છે કે તેઓએ એકલા નિશ્ચય કે એકલા વ્યવહાર ઉપર વિચાર રાખે નહિ હાય. તેઓ અનતનાથજીના સ્તવનમાં જણાવે છે કેવચન નિરપેક્ષ વ્યવહાર શુક કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે, વચન નિરપેક્ષ વ્યવહાર સસાર કુળ, સાંભળી આદરી કઈ રાચા
આવી રીતે એક બાજુએ સંપ્રદાયને અને પરંપરાને અતિ માન આપનાર મહાત્મા પુરુષ અપેક્ષા વગરના વ્યવહારવચનની દરકાર કરનાર ન હોય અને તેવા વચનને સસારવૃદ્ધિનું કારણ ગણુતા હોય અને તેને આદર કરવાની ના કહેતા હોય તે તેના પરિણામે બહુ સુંદર એકત્રકરણ થઈ જાય છે. એને પરિણામે ઉપરનાં છેતરાં ક્યા છે અને અંદરનું તત્વ શું છે તે પૃથક્કરણ કરવાની વિશુદ્ધ બુદ્ધિ જાગ્રત થતાં પરપરાને ચગ્ય રીતે સમજી તેની અપેક્ષા વિચારી યથાઘટિત વર્તન કરતા હોય એમ વિચારતાં તેઓએ ગરછની તત ઉપેક્ષા કરી હોય એમ માની શકાતું નથી. પરંપરાએ એથી બહુ હાનિ થાય, મધ્યમ ઉલ્કાન્તિના છાપર એથી બહુ નુકશાનકારક અસર થાય અને માર્ગમાં અનેક પ્રત્યવાચો આવે એવું વિચારનાર મહાત્મા ગચ્છના મહમાં ન પડે એ જેટલું સ્વાભાવિક છે તેટલું જ સાધુવેશધારણ વિગેરે ક્રિયાકલાપની જરૂરીઆત રવીકારે એમ માનવું તે પણ રવાભાવિક છે. વ્યવહારને લેપ કર્યા વગર અને તેની અણઘટતી વિગતમાં ઉતર્યા વગર વિશુદ્ધ માર્ગ પર ચાલવાના નિર્ણય પર તેઓ આવ્યા હોય એમ ધારી શકાય છે. ચાલી આવતી વાતે પ્રમાણે તેઓ સાધુ હતા, દીક્ષિત હતા એમ જ જણાય છે, સંભળાય છે, પરંતુ કોઈવારકફની પહે