________________
ફાર્બસજીવનચરિત્ર “રાતી સભાનું કાર્ય તે અંત સુધી કેઈનને સોંપવા હું રાજી નથી.” એ વાક્ય કેવા હૃદયમાંથી નીકળ્યું હશે, તે દર્શાવવા તેમના પ્રત્યેક અક્ષર એ તે સમર્થ છે કે, એક માત્રા પણ અધિક કહી પુષ્ટિ કરવાની અપેક્ષા રહેતી નથી.
એ પ્રકારે ફાર્બસના સદ્દગમનથી ગૂજરાતી સભાને જ એકલીને અસાધ્યા હાનિ થઈ એવું નથી. જેની જેની સાથે તેને સંબંધ હતો તેને તેને એના મરણથી અભિઘાત અને શોક થયા છે. અને કવિ દલપતરામ કરે છે તેમ, “કીરતી કોટ કિંલાક જવા થકી આખી થઈ ગુજરાત ઉદાસી.” કાઠિયાવાડમાંથી રારા. મુકુંદરાય લખે છે કે “ફાર્બસનું મરણ જાણું “અત્રના ઘણા રાજારજવાડામાં પોતાના કુટુંબનું એક ઉપયોગી મનુષ્ય
ગયાથી જેટલો શેક થાય એટલો થયો છે.” ગુજરાતમાં તેને વધારે સહવાસ હતું એટલે ત્યાંના લોકોને શોકસંતાપ થાય એમાં તે નવાઈ જ શી. જે બહુ વર્ષ ફાર્બસ સાથે રહ્યા, અને જેઓનાથી ફાર્બસના વૃત્તાન્તમાં બહુ સાધન મળ્યાં છે, તે કઇ દલપતરામે “ફાર્બસવિરહ” નામે એક પ્રશસ્ય કાવ્ય લખ્યું છે. તે વાચવાની આ પ્રસંગે સર્વને ભલામણ છે. એ પ્રશસ્ત પુસ્તકમાંની સરસા કવિતા પ્રાસંગિકી અને સ્વાભાવિક છે. ફાર્બસ દલપતરામના ભેજ હતા. દલપતરામનું કવિત્વ ફાર્બસથી ખરૂં પ્રકટ થયું અને ફાર્બસ સંબંધી લખતાં તે પૂર્ણ, દશા પામ્યું છે. ફાર્બસના વિયેગથી ક. દલપતરામને અનેક પ્રકારની હાનિ થઈ છે, અને તેઓનું હૃદય સવિશેષ કેમલ થઈ નિર્મલ સ્નેહ દર્શાવતાં વદે છે કે;–
(ઈંદ્રવિજય) ગામ, ગરાસ, ધરા, ધન, ધામની ખોટનું દુઃખ ખરું,-પણ ખાટું; સંતતિહીન, કુટુંબકુસંપનું, છાતિતણું દુઃખ, તે પણ છેટું કડ રિપુતણું કેણ ગણે કદિ ચોગણું આવી ચડી દુખ એટયું મેં મનમાં અનુમાન (અનુભૂતી) કર્યું દુઃખ મિત્રવિયોગનું સર્વથી મોટું.
ગુજરાતી સભાએ” ફાર્બસને શોક તેનું શુભ નામ જ તેણે પિતાનામાં કોતરાવી દર્શાવ્યો છે, અર્થાત “ફાર્બસ ગૂર્જરાતી સભા” એવું નામ ધારણ કર્યું છે. “એશિયાટિક સોસાઈટીની શાખાએ પણ પોતાના વૃત્તાન્ત પત્રમાં ફાર્બસશોકદર્શક લેખ, વિદ્વાન અને બહુશ્રુત ડાકટર ઉલસનના મતને અને રા. રા. વિશ્વનાથ મંડલિકના અનુમતને અનુસરી લખે છે. તે ઉભય ગૃહસ્થાએ એ પ્રસંગે ભાષણો કર્યો છે, તેમાં ફાર્બસ સાહેબના ગુણ ગાયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com