________________
૨૫૪
રાસમાળા
દેવચંદ્ર આચાય તે દેશમાં વિચરતા ધંધુકે આવ્યા. આ વેળાએ ચાચિંગ ઘેર ન હતા, તેવામાં આચાર્યને ચેંગદેવની આકૃતિ જોઈ ને ધણું આશ્ચર્ય લાગ્યું તેથી તેની સ્ત્રીને સમજાવીને તે છેાકરાને જૈન સાધુની દીક્ષા આપવા સારૂ પેાતાને સ્વાધીન લીધા અને કર્ણાવતીમાં પેાતાને અપાસરા હતા ત્યાં તેને લઈ ગયા. ચાચિંગ પરદેશથી આવ્યેા અને તેણે પેાતાના દીકરા સબંધી સમાચાર જાણ્યા એટલે તેને ધણા ખેદ થયા અને સમ ખાઈ ને ખેઢા કે મારા દીકરાનું મુખ જ્યારે જોઈશ ત્યારે અન્ન ખાઈશ. પછી તે તે ધર્માચાર્યનું નામઠામ પૂછી લઈ તે કર્ણાવતી ચાલ્યેા. અને ત્યાં જઈ હોંચ્યા એટલે દેવચંદ્રની પાસે દીકરા પાછા લેવા ગયા. આ ટાણે ચંગદેવ ઉદ્દયન મંત્રીને ઘેર હતા. તેમના દીક્ષા લેવાને વિચાર તેમના પિતાને ગળે ઉતારવામાં તે જય પામ્યા, એટલે ચંગદેવે દીક્ષા લીધી અને હેમચંદ્ર નામ ધારણ કર્યું, તેઓ સત્વર પ્રખ્યાત થયા અને ન્હાની વયમાં હિન્દુ તથા જૈનનાં શાસ્ત્રામાં નિપુણ થયા, એટલે તેમના ગુરૂ પાસેથી તેમને સૂરિનું પદ પ્રાપ્ત થયું. હેમચન્દ્રે નીચે લખેલા ગ્રંથ રચ્યા છેઃ-અભિધાનચિંતામણિ, જિન
૧ કુમારપાલ પ્રબંધના અભિપ્રાય પ્રમાણે:
કુમારપાળ ધાર્મિક હાવાથી તે રાજિષ હેવાતા હતા. તેણે ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા, તથા એક લેખકશાળા સ્થાપી હતી, તેમાં પેાતાના ગુરૂ હેમાચાર્યનાં રચેલાં પુસ્તકા લખવાને માટે ૭૦૦ લેખકાને કામે લગાડ્યા હતા. તે વેળા ઘણું કરીને તાલપત્ર ઉપર પુસ્તકા લખાતાં હતાં. પણ એક વાર રાજ્ય લેખકશાળા તપાસવા ગયા ત્યાં કાગળ ઉપર લહિયાઓને લખતાં જોઈ ખેદ પામ્યા અને જોઈતાં તાલપત્ર લેખકશાળામાં આવી હોંચે ત્યારેજ લેજિન કરવું એવા નિયમ લીધા. એટલે ચમત્કારિક રીતે પેાતાના ખાગમાંથી તાલપત્ર મળી આવ્યાં તે લહિયાને આપ્યાં. પછી તેણે પારણું કહ્યું. હેમાચાર્યના બનાવેલા ગ્રન્થામાં હૈમવ્યાકરણ તથા હૈમકાષ આખા ભારતવર્ષમાં અતિ વિખ્યાત છે. હૈમવ્યાકરણના આઠ સૂત્રાધ્યાય છે. ત્રિષ્ટ થલાકા પુરૂષ ચરિત્રમાં ૬૩ સલાકા પુરૂષનાં ચિરત્ર છે. એ ગ્રન્થ તેમણે સાનેરી, રૂપેરી અક્ષરાથી ભવ્ય લાગે એવા લખાવ્યા અને પેાતાના સ્કેલમાં લઈ જઈ રાત્રિ જાગરણ કરાવી સવારમાં પટ્ટગર ઉપર તે પાથી પધરાવી મ્હોટી ધામધૂમથી મહેાત્સવ કરી ધર્મશાળામાં આણ્યા, અને ત્યાં તેનું વિધિપૂર્વક પૂજન કરીને હુંમાચાર્યના મુખથી તેનું શ્રવણ કહ્યું. એ જ પ્રમાણે યોગશાસ્ત્ર, વિગતિવીતરાગસ્તવન, અગિયાર અંગ અને ખાર ઉપાંગની એકેકી મત સુવર્ણાદિ અક્ષરોથી લખાવી ઉપર જણાવેલા વિધિપૂર્વક તેઓનું શ્રવણ કર્યું. હેમાચાર્યના બનાવેલા ગ્રન્થની ટીપ નીચે પ્રમાણે થાય છે:
અધ્યાત્મોનિકૢ (ચાગશાસ્ત્ર), યોાનુરાસન બાર પ્રકાશ (પ્રકરણ)માં ૧૨ હજાર મ્લેક પૂર પુસ્તક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com