________________
४६०
રાસમાળા મુસલમાની સત્તાની સામે, મેવાડે બહાદુરીભરેલો ઠરાવ કર્યો છે. મેવાડના રક્ષણ અર્થે ચેર્યાશી કિલ્લા બાંધવામાં આવ્યા છે તેમાંથી બત્રીસ
હઠાવીને છેક ગજની કાટ સુધી તેની પુંઠ પકડી ગઢને જિતી લઈ પોતાની તરફથી એક ચાવડા રજપૂતને ત્યાં રાખ્યા. ત્યાંથી વળી આવ્યા પછી, બધા સરદારની ખુશીથી મેરી વંશના રાજાને મારી, ઇ. સ. ૭૨૮ માં રાવળ પદવી ધારણ કરી ચિત્તોડ(મેવાડ)ની ગાદિયે બેઠો. એનાં “હિન્દુ સૂર્ય” “રાજગુરૂ” અને “ચક્રવર્તિ” એવાં ઉપનામ (વિરૂદ) છે. એણે મોટી ઉંમરે ચિત્તોડનું રાજ્ય પિતાના કુંવર અપરાજિત અથવા ગુહિલને સેંપી પિતે ગજની ગયે. ત્યાંથી લશ્કર લઈ જઈ ઈરાન ઉપર ચડાઈ કરી ત્યાંની રાજકન્યા પરણ્યો. તેના વંશના શેલોટી ગજનીની ગાદિયે થયા, જેમાંના ચિત્તોડના રાવળ ખુમાન (ઈ. સ. ૮૧૨ થી ૮૩૬) ઉપર જાબુલીસ્તાનને અલ મામુન ચડી આવ્યો ત્યારે તેઓ ગજનીથી મદદે આવ્યા હતા.
ચિત્તોડની ગાદિયે (૨) અપરાજિત પછી નીચેના રાજા થયા. (તેઓ એકબીજાના બાપ દીકરે હતા એમ સમજવાનું નથી પણ કઈ ભાઈ ભત્રીજા પણ હતા.) ૩ ભેજ, ૪ શીલ, ૫ કાલભેજ, ૬ ભર્તભટ, ૭ સિંહ, ૮ મહાયિક, ૯ ખુમ્માણ ઈ. સ. ૮૧૨ થી ૮૩૬ સુધી, ૧૦ અઉંટ, ૧૧ નરવાહન, ૧૨ શક્તિકુમાર, ૧૩ શુચિવર્મા, ૧૪ નરવર્મા, ૧૫ કીર્તિવર્મા, ૧૬ ગરાજ, ૧૭ વૈરટ, ૧૮ વંશપાળ, ૧૯ વૈરિસિંહ, ૨૦ વીરસિંહ, ૨૧ અરિસિંહ, ૨૨ એડસિંહ, ૨૩ વિક્રમસિંહ, ૨૪ રણસિંહ, ૨૫ ભેમસિંહ, ૨૬ સામંતસિંહ, ૨૭ કુમારસિંહ, ૨૮ મથસિંહ, ૨૯ પદ્ધસિંહ, ૩૦ જૈત્રસિંહ, ૩૧ તેજસિંહ અથવા તેજસ્વીસિંહ, ૩૨ સમરસિંહ, એ દિલ્હીને ચહુઆણે રાજા પૃથ્વીરાજને બનેવી અને મિત્ર થતા હતા. પૃથ્વીરાજ ઉપર ઈ. સ. ૧૧૯૩ મા શાહબુદ્દીન શેરી ચડી આવ્યું. ત્યારે પૃથ્વીરાજ પકડાઈ કેદ થયું અને એ લડાઈમાં રાવળ સમરસિંહ તથા તેનો માટે કુંવર કામ આવ્યા. બીજા કુંવરને બીદડની જાગીર મળી, ત્રીજા કુંવરે નેપાળમાં ગુરખા વંશની સ્થાપના કરી, અને ચોથે કુંવર ૩૩ મા અંકનો કર્ણ જે બાળક હતો તેને સરદારેએ મેવાડની ગાદિયે બેસાડ. બાળ રાજાની પ્રતાપી માતા રાજ્ય ચલાવતી હતી. એ બહુ બહાદુર હત; એના સમયમાં દિલહીથી કુતુબુદ્દીનને (ઈ. સ. ૧૨૦૬ થી ૧૨૧૦ સુધી હત) પિતાનું લશ્કર લઈ મેવાડ ઉપર ચડી આવતા જાણુને જેના લશ્કર સામે અબર આગળ જઈ કણે બહુ બહાદુરીથી લડી, ઘણું મુસલમાનેને કાપી નાંખ્યા. આ લડાઈમાં કતુબુદ્દીન જખમી થયો હતો. રાવળ કણે ઈ. સ. ૧૧૯૩ થી ૧૨૧૦ સુધી રાજ્ય કર્યું. કર્ણ મરણ પામે ત્યારે તેને કેવર મહ૫ પિતાને મોસાળ હતો તેથી કર્ણના જમાઈ ઝાલોરના રાજાએ પોતાના દીકરાને ગાદિયે બેસાડ્યો. તે ખબર કર્ણને ભત્રીજે (૩૪) રહપ જે સિંધમાં રાજ્ય કરતા હતા તેણે જાણું, એટલે, ખોટા લશ્કરથી ચિત્તોડ આવી જિત કરી ગાદિયે બેઠે, અને તેણે રાવળને બદલે રાણી પદવી ધારણ કરી. તેથી આજ સુધી મેવાડના રાજા રાણા કહેવાય છે. એણે મુસલમાન સાથે ઘણુ લડાઈ કરી હતી. એણે પોતાના કુળની શાખા જે ઘેલત નામથી ઓળખાતી હતી તે બદલીને સીસેદીયા કહેવરાવી. એણે ઈસવી સન ૧૨૧થી ૧૨૩૯ સુધી રાજ્ય કર્યું. એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com